હિન્દુ ઈકોનોમિક સમિટમાં હિન્દુ બિઝનેસ કોમ્યુનિટીને પ્રેરિત અને સમૃદ્ધ કરવાની ચર્ચા

Tuesday 26th September 2023 14:41 EDT
 
 

લંડનઃ ધ હિન્દુ ઈકોનોમિક ફોરમ ઓફ ધ યુકે (HEF-UK) દ્વારા તેના તાજેતરના કાર્યક્રમ ‘હિન્દુ ઈકોનોમિક સમિટઃ યુનાઈટિંગ વિઝન એન્ડ પ્રોસ્પરિટી’ સાથે નવું સીમાચિહ્ન હાંસલ કરાયું છે. ડેનહામમાં અનુપમ મિશન, સ્વામિનારાયણ મંદિર ખાતે આ કાર્યક્રમ 2023ની 21મી સપ્ટેમ્બરે યોજાયો હતો. આ ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રોના નામાંકિત વિચારકો, એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ હિન્દુ બિઝનેસ કોમ્યુનિટીને પ્રેરિત કરવાની ચર્ચા અર્થે એકત્ર થયા હતા. ઈવેન્ટમાં વર્લ્ડ હિન્દુ ફાઉન્ડેશનના સ્થાપક સ્વામી વિજ્ઞાનાનંદજી અને અનુપમ મિશનના આધ્યાત્મિક વડા પૂજ્ય સાહેબજી, બિઝનેસ અગ્રણી અને લંડન ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન સુભાષ વી. ઠકરાર FCA FRSA, હીઅર એન્ડ નાઉ 365ના સ્થાપક મનિષ તિવારી FRSAએ ચાવીરૂપ સંબોધનો કર્યા હતા. વક્તાઓએ ધર્મ, અર્થ અને રાષ્ટ્રના પારસ્પરિક જોડાણ તેમજ ધર્મ અને રીલિજિયન વચ્ચેના ભેદ સહિત વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વકના વિચારો રજૂ કર્યા હતા.

આ ઈવેન્ટ થકી યુકેમાં હિન્દુ માલિકીના બિઝનેસીસની હિમાયત કરવાની HEF-UKની પ્રતિબદ્ધતાને બળ સાંપડ્યું છે. વાર્ષિક 100 પાઉન્ડની સભ્યપદ ફી સાથે WHEF-UK માં જોડાવાનું આમંત્રણ પણ અપાયું હતું જેમાં ચાર ત્રિમાસિક સમિટ્સમાં પ્રવેશ, WHEF-UK માટે સભ્યોના ડેટાબેઝની સુલભતા તેમજ વિશ્વભરમાં હિન્દુ બિઝનેસીસ સાથે સંપર્કો સ્થાપવા ચાણક્ય એપનો સમાવેશ થાય છે.

ઈવેન્ટમાં નવા કમિટી સભ્યોની જાહેરાત કરાઈ હતી. પ્રેસિડેન્ટ અનિલ પૂરીએ નવા ત્રણ કમિટી સભ્યો- કે. શંકર (નેશનલ કોઓર્ડિનેટર), રાજેશ સિંહ (માર્કેટિંગ કોઓર્ડિનેટર) અને મિલન પટેલ (નેટવર્કર)ના નામ જાહેર કર્યા હતા.

WHEF 2023@Bangkok: ત્રીજી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (WHC)ના ભાગરૂપે વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમ (WHEF) દ્વારા થાઈલેન્ડના બેંગકોક ખાતે 24થી 26 નવેમ્બર, 2023ના દિવસોએ WHEF 2023@Bangkokનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઈવેન્ટ માટેનું થીમ ‘જયસ્યા આયત્નામ ધર્મઃ’ એટલે કે ‘ધર્મ વિજયનું નિવાસસ્થાન - Dharma, the Abode of Victory ’ છે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter