હે હાલોને આનંદ મેળે: આરોગ્ય અને પ્રોપર્ટી માટે મુલાકાત લો

Tuesday 15th May 2018 11:46 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું શાનદાર આયોજન થઇ રહ્યું છે. જેમાં એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮ અને આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો' નો વિનામુલ્યે લાભ મળશે.

આ વખતે આનંદ મેળાના કો સ્પોન્સરર તરીખે બેન્ક અોફ બરોડા છે. આપ સૌ જાણો જ છો કે બેન્ક અોફ બરોડા યુકેમાં બચત અને કરન્ટ એકાઉન્ટ્સ, ટર્મ ડિપોઝિટ્સ, રેમિટન્સ, એસએમઇ અને કોર્પોરેટ બૅન્કિંગ સર્વિસીસ, ઈન્ટરનેટ બેન્કિંગ, કોન્ટેક્ટલેસ ડેબિટ કાર્ડ અને અન્ય બૅન્કિંગ સર્વિસીસ સહિતની નાણાકીય પ્રોડક્ટ્સ અને સેવાઓની વિશાળ શ્રેણી આપે છે. બેન્કની શાખાઅો લંડન, વેમ્બલી, સાઉથોલ, કેન્ટન, ટૂટિંગ, અોલગેટ ઇસ્ટ, ઈલ્ફર્ડ, લેસ્ટર, બર્મિંગહામ અને માન્ચેસ્ટર ખાતે આવેલી છે. બેન્ક એફસીએ અને પીએઆરએ દ્વારા અધિકૃત છે.

એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો ૨૦૧૮

ભારતમાં ઘરનું ઘર વસાવવા તેમજ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગતા સૌ કોઇ માટે આ વર્ષે આનંદ મેલામાં 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'એસેટ્સ ઇન્ડિયા પ્રોપર્ટી શો'માં ગુજરાત સહિત ભારતના વિવિધ રાજ્યોના વિખ્યાત અને પ્રતિષ્ઠીત ડેવલપર તરફથી ફ્લેટ, પેન્ટ હાઉસ, હાઉસ, વિલા, પ્લોટ સહિત વિવિધ પ્રોપર્ટીઅો રજૂ કરવામાં આવશે. અહિં વિવિધ સ્ટોલ્સ પરથી રહેવા માટેની તેમજ રોકાણ માટેની પ્રોપર્ટીઝ અંગે એસેટ ઇન્ડિયાના ભારતના પ્રોપર્ટી સ્પેશ્યાલીસ્ટની સેવા અને સલાહનો લાભ મળશે. આપ જો પ્રોપર્ટી માટે લોન લેવા માંગતા હશો તો તે અંગેની સલાહ પણ મળશે.

આરોગ્યની જાળવણી માટે 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'

સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે ખાસ Meditouriaના સહયોગથી 'આનંદ મેલા હેલ્થ અને વેલનેસ એક્સ્પો'નું આયોજન કરાયું છે. જેમાં ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યોની સુવિખ્યાત સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ્સ અને વિવિધ પ્રકારની આરોગ્ય સેવા આપતા સેન્ટરના નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. ભારતમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં વિશ્વસ્તરની આધુનિક સુખ-સગવડો અને અદ્યતન મશીનરી સાથેની હોસ્પિટલોમાં ત્વરીત અને સુયોગ્ય સારવાર કિફાયતી ભાવે મળી રહે છે. Meditouria યુકેની અગ્રણી હોસ્પિટલો અને હેલ્થ કેર સર્વિસ પ્રોવાઈડર્સ સાથે સંપર્ક ધરાવે છે અને સ્થાનિક તબીબો સાથે કાર્ય કરી સેવા આપે છે. વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ www.meditouria.com ની વિઝીટ કરો.

આવો આનંદ મેળામાં

આનંદ મેળામાં લંડન તેમજ નજીકના નગરોમાંથી મોટી સંખ્યામાં સ્થાનિક, સામાજીક, ધાર્મિક સંસ્થાઅોના સદસ્યો મોટી સંખ્યામાં કોચ લઇને ભાગ લેનાર છે. આ વર્ષે પણ કેટલાક સંગઠનો તેમના વિશાળ સદસ્યોના સમુહ સાથે કોચ લઇને આનંદ મેળામાં આવનાર છે. જો આપ પણ આનંદ મેળામાં કોચ લઇને કે અન્ય વાહનો મારફતે આવવા માંગતા હો તો અમને આગોતરી જાણ કરવા વિનંતી છે જેથી આપના માટે જરૂરી વ્યવસ્થા કરી શકાય.

આનંદ મેળાનું આકર્ષણ હોય છે ખાણી-પીણી. આપ સૌને અસ્સલ પારંપરિક અને સ્વાદિષ્ટ ભારતીય વાનગીઅો અને વ્યંજનોનો રસથાળ પિરસવામાં આવશે. જેમાં પાવ ભાજી, વડા પાવ, ફરસાણમાં સમોસા, મસાલા મોગો, ચાટમાં ભેલપુરી, આલુ ટીક્કી ચાટ અને આપણો સૌનો મનપસંદ પાપડીનો લોટ અને અવનવી વાનગીઅોની મોજ માણવા મળશે. આ ઉપરાંત ગરમીમાં લહેજત આપે તેવો ફાલુદો અને આઇસ ક્રિમ સૌનુ મોજ કરાવશે અને વિવિધ પ્રકારના સોફટ ડ્રિંક્સ અને પીણાં આપણી તરસ છિપાવશે.

વેપાર ધંધાના વિકાસ માટે સોનેરી તક:

ઘરેથી કે દુકાનમાંથી નાનો - મોટો વેપાર કરતા વેપારસાહસિકો માટે હંમેશા આનંદ મેલા સર્વશ્રેષ્ઠ સ્થળ સાબીત થયું છે. આનંદ મેળામાં વેપારના પ્રસાર અને માર્કેટીંગ માટે પ્રોત્સાહન તો મળે જ છે સાથે સાથે બ્રાન્ડ નેમ પણ બને છે, તમારા વેપારની અોળખ સેંકડો લોકો સુધી પહોંચે છે. જો તમે પણ ઘર સજાવટની વસ્તુઅો, સાડી-ડ્રેસ, નવરાત્રી માટે ચણીયા ચોળી, સ્ત્રી-પુરૂષો માટે વેડીંગ કોસ્ચ્યુમ, મોદી સ્ટાઇલ જેકેટ, જ્વેલરી, મહેંદી, કપડા, પેક ફરસાણ, નાસ્તા, મેરેજ બ્યુરો, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ-બેન્કિંગ અને ઇન્સ્યુરંશ સહિત વિવિધ ક્ષેત્રના લોકો માટે આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. સ્ટોલ કરીને તમે નવા ગ્રાહકો તો મેળવશો જ સાથે સાથે બિઝનેસની જાહેરાત કરવાની અમુલ્ય તક મળશે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળામાં ઉપસ્થિત રહેતા વિશાળ સમુદાય સુધી આપ પહોંચી શકશો. સૌના આકર્ષણનું કેન્દ્ર બનતા આનંદ મેળામાં આપનો સ્ટોલ બુક કરાવવા આજે જ ફોન કરો. સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે હમણાં જ ફોન કરો 020 7749 4080.

સંપર્ક: કમલ રાવનો ઇમેઇલ [email protected] / 07875 229 211.

કોકિલાબેન પટેલ [email protected] / 07875 229 177

કિશોરભાઇ પરમાર [email protected] / 07875 229 088.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter