૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોનું તા. ૧૨મી એપ્રિલના રોજ પ્રેેસ્ટનમાં સન્માન

Tuesday 31st March 2015 13:39 EDT
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી, પ્રેસ્ટનના સહકારથી આગામી તા. ૧૨મી એપ્રિલ, ૨૦૧૫ રવિવારના રોજ બપોરના ૧૨-૦૦થી બપોરના ૩-૦૦ દરમિયાન પ્રેસ્ટનના ગુજરાત હિન્દુ સોસાયટી, - સનાતન મંદિર, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે આપણા સમુદાયના મોભી અને આપણી સૌની પ્રગતિ તથા વિકાસમાં મહામુલો ફાળો આપનાર ૮૦ વર્ષ કરતાં વધુ વયના વડિલોના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમને ટૂંક જ સમયમાં ખૂબ જ સુંદર સહકાર સાંપડ્યો છે અને વીસ કરતા વધારે વડિલોએ પોતાના ફોર્મ મોકલી અપ્યા છે. વાચક મિત્રો, આપને જાણીને આનંદ થશે કે આ અગાઉ અમે લેસ્ટરમાં ૧૦૦ કરતા વધારે વડિલોના અને લંડનમાં યોજાયેલા ત્રણ કાર્યક્રમોમાં સો કરતા વધારે વડિલોના સન્માન કરવામાં સહભાગી થયા છીએ. આગામી જુલાઇ માસમાં અમે માંચેસ્ટર જૈન સમાજના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન માંચેસ્ટર ખાતે કરનાર છીએ. 

આપના ઘરમાં, મિત્રવર્તુળમાં કે સગા સ્નેહીજનોમાં કોઇ વડિલ ૮૦ વર્ષ કરતા વધુ વય ધરાવતા હોય તો તેમનું નામ, સરનામુ, જન્મ તારીખ કે ઉંમર, જન્મ સ્થળ, મૂળ વતન, ટૂંકો બાયોડેટા, તાજેતરનો ફોટો તેમજ ઉપસ્થિત રહેનાર વ્યક્તિઅોની કુલ સંખ્યા સાથેની સંપૂર્ણ માહિતી તા. ૫ એપ્રિલ ૨૦૧૫ પહેલા ફેક્સ નંબર 020 7749 4081 દ્વારા અથવા તો ઇમેઇલ : [email protected] કે પછી પોસ્ટ દ્વારા કમલ રાવ, ગુજરાત સમાચાર, Karmayoga House, 12, Hoxton Market, London N1 6HW ખાતે મોકલી આપવા નમ્ર વિનંતી છે. જરૂર પડે આ માટેનું ફોર્મ ઇમેઇલ દ્વારા મોકલી આપવામાં આવશે અથવા તો ગુજરાત હિન્દુ સોસાયટી - મંદિર ખાતેથી પણ મળશે. વધુ માહિતી માટે સંપર્ક: શ્રી કમલ રાવ 020 7749 4001 / 07875 229 211 અથવા ગુજરાત હિન્દુ સોસાયટી 01772 253 901.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter