ગ્રંથરત્ન શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દિલ્હીસ્થિત મંદિરનો 47મો પાટોત્સવ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીની અધ્યક્ષતામાં ઉજવાયો હતો. મહંત ભગવત્પ્રિયદાસજીએ જણાવ્યું કે આ પ્રસંગે મહાપૂજા, ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ, અબજીબાપાની સમૂહ પારાયણ, કીર્તન, ઓચ્છવ, સમૂહ રાસ, પાટોત્સવ વિધિ, અન્નકૂટ, આરતી, બાળકોના સત્સંગનું વક્તવ્ય સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સ્વામી મહારાજે જણાવ્યું કે જે મનુષ્યમાં કથાવાર્તા, સત્સંગનું અંગ હશે તો તે મનુષ્ય જીવનમાં ઉન્નતિ સાધી શકશે.