અમદાવાદમાં આવેલા સ્વામિનારાયણ મણિનગર ગાદી સંસ્થાનમાં ઘનશ્યામ મહારાજના 82મા પાટોત્સવ પ્રસંગે ત્રિદિવસીય મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમોમાં ભક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો ત્રિવેણીસંગમ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મહંત સદગુરુ ભગવતપ્રિયદાસજી કહ્યું કે 82 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે પંચમૃત અભિષેક, આરતી, અન્નકૂટ અને મહાપૂજાનું આયોજન થયું હતું.


