સ્વામિનારાયણ હિન્દુ મંદિરના પ્રવેશની નિશાની માટે પિટિશન

Wednesday 08th June 2022 02:38 EDT
 

લંડનઃ A40 માર્ગ પર આવેલા અનુપમ મિશન સ્વામિનારાયણ હિન્દુ મંદિર માટે 25 વર્ષથી પ્રવેશની સાઈને્જ પ્રદર્શિત કરાતી રહી હતી. જોકે, તાજેતરમાં હાઈવેજ એજન્સીએ આ નિશાની દૂર કરવા જણાવ્યું હતું. આ નિશાની દૂર કરાવાયા પછી ઘણા મુલાકાતીઓ પ્રવેશદ્વાર શોધી શકતા નથી અથવા તો ડાબો ટર્ન લેવા અચાનક વાહન ધીમું પાડવાની ફરજ પડે છે અને નવા મુલાકાતીઓને ઝડપી હેરફેરવાળા A40 પરથી મંદિર શોધવામાં મુશ્કેલી પડી રહી છે.

મંદિર દ્વારા દિવાળી અને નવા વર્ષ, જન્માષ્ટમી તેમજ કથા અને ભજનો. સાપ્તાહિક પ્રાર્થનાસભાઓ, હિન્દુ લગ્નો અને શોકસભાઓ સહિત અનેક હિન્દુ ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. મંદિર સ્થાનિક હિન્દુ કોમ્યુનિટી માટે પૂજાપ્રાર્થનાનું રજિસ્ટર્ડ સ્થળ છે.

પ્રવેશદ્વાર માટેની સ્પષ્ટ નિશાની મંદિરમાં આવતા મુલાકાતીઓ કે સભ્યો માટે જ નહિ, સપ્લાયર્સ, ડિલિવરી નકરનારાઓ તેમજ માર્ગના અન્ય વપરાશકારોની માર્ગ સલામતી માટે અતિ આવશ્યક છે. અનુપમ મિશન મંદિરના પ્રવેશદ્વાર માટેની સાઈનેજ પુનઃસ્થાપિત કરાવવા આપનો સાથ અને સહકાર ઈચ્છે છે. આ માટે https://tinyurl.com/AMUKSignagePetitionઓનલાઈન પિટિશનમાં સાથ આપવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter