હંગામી ડોક્ટરોને વેતન મુદ્દે ચેતવણી

Wednesday 12th April 2017 07:16 EDT
 

લંડનઃ ટેક્સના નવા નિયમોના પગલે વેતનવધારાની માગણી કરતા હંગામી ડોક્ટર્સને ધ જનરલ મેડિકલ કાઉન્સિલ દ્વારા ચેતવણી અપાઈ છે. NHSને બાનમાં લેવાનું સંગઠિત અભિયાન ચલાવાશે અથવા વધુ નાણા મેળવવાના પ્રયાસમાં શિફ્ટ્સ કેન્સલ કરાશે તો કાઉન્સિલ રજિસ્ટરમાંથી તેમના નામ રદ કરાશે તેમ તેમને જણાવી દેવાયું હતું.

કેટલાક હંગામી કે બદલી ડોક્ટરોએ વેતનમાં ૫૬ ટકા વધારાની માગણી કરી છે. નવા નિયમો અનુસાર NHSએ એજન્સીઓ અથવા પર્સનલ સર્વિસીસ કંપનીઓ દ્વારા પૂરા પડાતા વર્કર્સના વેતનમાંથી ટેક્સ અને નેશનલ ઈન્સ્યુરન્સની રકમ કાપવાની રહે છે. ડોક્ટરોનું કહેવું છે કે આના પરિણામે તેમની આવકમાં ૩૦ ટકા જેટલો ઘટાડો થઈ જશે. જોકે, અન્યોનું કહેવું છે કે જો વર્કર્સ અગાઉ ઘણો ઓછો ટેક્સ ચુકવતા હશે તો જ તેમને આ અસર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter