લંડનઃ સરકારે અસ્પષ્ટ કોવિડ નિયમો બાબતે સ્પષ્ટતા કરવા સાથે હજારો લગ્નો ભયમાં આવી પડ્યા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે સત્તાવાર રોડમેપમાં ૧૫ મહેમાનો સાથે લગ્ન સમારંભો યોજી શકાશે તેમ જાહેર કરાયું હોવાં છતાં, બહુમતી લગ્નો ૧૨ એપ્રિલથી યોજી શકાશે નહિ.
ઈંગ્લેન્ડમાં લગ્ન સમારંભો અને રિસેપ્શનોને આગામી મહિનાથી પરવાનગી અપાશે પરંતુ, તેની શરત એ છે કે આવા કાર્યક્રમ ધર્મસ્થળો, જાહેર ઈમારતો અથવા આઉટડોર સેટિંગ્સમાં યોજાવા જોઈએ. જોકે, યુકેમાં ૭૧ ટકા લગ્નો અન્ય લાઈસન્સ ધરાવતા સ્થળોએ યોજાય છે જેમને તમામ ઈનડોર હોસ્પિટાલિટી સેટિંગ્સ મે મહિનામાં ખુલે ત્યાં સુધી ખોલવાની પરવાનગી નથી.
સરકારી પ્રવક્તાએ જણાવ્યું હતું કે રોડમેપ અનુસાર સ્ટેપ-૨માં ખુલવાની પરવાનગી હોય તેવા સ્થળોએ ૧૫ મહેમાન સુધીની હાજરી સાથે લગ્નો, રિસેપ્શન્સ અને શ્રદ્ધાંજલિ કે સ્મરણ કાર્યક્રમો યોજી શકશે. આનો અર્થ એ છે કે ૧૨ એપ્રિલથી વહેલા ન હોય તેમ ખોલવાની પરવાનગી હોય અથવા પૂજાસ્થળો કે હોટેલના પંક્શન સ્યૂટ્સ જેવા સ્થળોએ માફી અપાઈ હોય ત્યાં લગ્નો યોજી શકાશે. વેડિંગ રિસેપ્શન મા૬ ખુલ્લામાં યોજી શકાશે. આ પ્લાનમાં કોઈ ફેરફાર નથી.

