હવે બીજો બાબર કે મહંમદ ગઝની ન થવો જોઈએ

વિનુ ગજ્જર સચાણીયા Wednesday 05th August 2020 09:53 EDT
 

શ્રી રામ મંદિર નિર્માણના શ્રીગણેશ થઈ ગયા. રામ મંદિર માટે રથયાત્રા સાથે ૨૩ ઓકટોબર ૧૯૯૦ના રોજ ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીની ધરપકડ થઈ હતી. તેના વિરોધમાં ગુજરાતમાં ઠેર ઠેર જાહેરસભાઓ યોજાઈ હતી. જામનગરના ચાંદીબજાર ચોકમાં પણ આવી સભા યોજાઈ હતી. તેનું સંચાલન ભાજપના મહામંત્રી તરીકે મેં કર્યું હતુ. લોકો ઓટલા ઉપર, દુકાનો ઉપર અને અગાસીમાં આવી ગયા હતા અને મને એક બે મિનિટ બોલવાની તક મળે ત્યારે અખાના ચાબકાની જેમ આપણી નબળાઈઓ જણાવી હતી. તેમાં મુખ્ય વક્તા હાલ રાજ્યસભાના સાંસદ તરીકે ચુંટાયેલા અભય ભારદ્વાજ હતા. રામમંદિર આંદોલન દરમિયાન મારી સાથે અનેક લોકોની ધરપકડ થઈ હતી. મારા જીવનમાં રામમંદિર બને તે માટે મેં આપેલા યોગદાનનો મને ખૂબ આનંદ અને સંતોષ છે.

જેણે બલિદાન આપ્યું તે તો શ્રીરામ ચરણ પામ્યા અને ૫૦૦ વર્ષથી બલિદાન આપી રહેલા અનેક લોકોને નમન. સૌએ બલિદાનની આ જ્યોતિ કાયમ માટે ઝળહળતી રહે તે માટે શું કરવું તેના માટે પોતાનો અંતરાત્મા ઢંઢોળવો જોઈએ. હવે કોઈ બાબર કે મહંમદ ગઝની આવવો ન જોઈએ કે થવો જોઈએ નહી. પાણીપતનું યુધ્ધ દૂર રહીને જોનારાને કારણે હાર્યા હતા. હવે આવા ડરપોક અને માયકાંગલા ન થઈએ, રાજકારણમાં રસ લેવાનો સંકલ્પ કરવાનો દિવસ એટલે ૫.૮.૨૦૨૦નો રામમંદિરના શિલાન્યાસનો દિવસ.

-


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter