હાર્ટ સર્જન દ્વારા પાંચ મહિલા પર જાતીય હુમલા

Wednesday 05th April 2017 07:16 EDT
 
 

લંડનઃ બ્રિટનમાં સભાન દર્દી પર સૌપ્રથમ બાયપાસ ઓપરેશન કરનારા વિશ્વખ્યાત હાર્ટ સર્જન ડો. મોહમ્મદ અમરાણીએ એક દાયકાથી વધુ સમયગાળામાં પાંચ મહિલા પર બળાત્કાર અને જાતીય હુમલા કર્યાના કેસથી સનસનાટી મચી છે. પોતાના મોભાના કારણે પીડિતાઓ મોં નહિ ખોલે તેવો તેમની માન્યતા ખોટી સાબિત થઈ છે.

ડો. અમરાણી વિરુદ્ધ ઓલ્ડ બેઈલી કોર્ટમાં ટ્રાયલ ચાલી રહી છે અને તેમણે આરોપો નકાર્યા છે. ડો. અમરાણી વેસ્ટ લંડનના હિલિંગ્ડોનની હેરફિલ્ડ હોસ્પિટલ તથા કેન્સિંગ્ટનની ક્રોમવેલ હોસ્પિટલમાં કાર્યરત હતા ત્યારે તેમણે મહિલાઓ પર જાતીય હુમલા કર્યા હતા. તેમણે સપ્ટેમ્બર ૨૦૧૩માં પોતાની ઓફિસમાં મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાએ ૨૦૧૫માં તેની ફરિયાદ કર્યા પછી ડો. અમરાણીની ધરપકડ કરાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter