હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ) દ્વારા રવિવાર 25 જાન્યુઆરી 2026ના રોજ વેમ્બલીના સ્ટેન્લી એવન્યુની એલ્પર્ટોન કોમ્યુનિટી સ્કૂલ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ગર્વ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિર્મલાબહેન પટેલ અને સમર્પિત કમિટીની રાહબરી હેઠળના કાર્યક્રમમાં બ્રેન્ટના મેયર, પાર્લામેન્ટના મેમ્બર્સ, કાઉન્સિલરો, કોમ્યુનિટી અગ્રણીઓ તેમજ પ્રતિનિધિઓ અને કોમ્યુનિટીના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીપપ્રાગટ્ય અને ધ્વજારોહણ સાથે ઉજવણીનો આરંભ કરાયો હતો. દેશભક્તિના ગીતો, નૃત્યો અને પ્રેરણાદાયી સંબોધનો પછી ડિનર યોજાયું હતું. આ ઈવેન્ટમાં હિન્દુ કાઉન્સિલ (બ્રેન્ટ)ની દીર્ઘ સેવા અને સમર્પણ બદલ કમિટીના ત્રણ સભ્ય- અરવિંદભાઈ ધીતિઆ, ઉપેન્દ્રભાઈ સોલંકી અને ભરતભાઈ પટેલને સન્માનિત કરવામાં આવ્યા હતા.


