‘જો બોલે સો નિહાલ...’ના ગગનભેદી જયકારા સાથે રવિવારે હેમકુંડ સાહિબના કપાટ વિધિવિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. પંજ પ્યારેના નેતૃત્વમાં પાંચ હજારથી વધુ શ્રદ્ધાળુ આ પળોના સાક્ષી બન્યા. સવારે નવ વાગ્યાના સુમારે પંજ પ્યારેના નેતૃત્વમાં સચખંડથી ગુરુગ્રંથ સાહિબને દરબારા સાહિબમાં લાવવામાં આવ્યા હતા. શબદ કીર્તન પછી સાડા બાર વાગે હેમકુંડ સાહિબમાં પ્રથમ અરદાસ થઈ હતી.


