હોસ્પિટલોને મોકલાયેલા ‘લેબલ વિનાના ફ્લુઈડ’ વિશે બેની અટકાયત

Thursday 16th August 2018 02:13 EDT
 
 

લંડનઃ હોસ્પિટલોને મોકલાયેલાં ‘લેબલ વિનાના ફ્લુઈડ’નાં ડઝનબંધ પેકેટની કાઉન્ટર ટેરરીઝમ પોલીસે ચકાસણી કર્યા બાદ ઈંગ્લેન્ડના ચીફ મેડિકલ ઓફિસર ડેમ સેલીએ NHS સ્ટાફને સતર્ક રહેવા અનુરોધ કર્યો હતો. પોલીસે બદઈરાદાપૂર્વક વાતચીતનો ગુનો આચર્યો હોવાની શંકા સાથે નોર્થ લંડનના બાર્નેટથી બ્રેન્ટના ૨૯ અને હેરોથી ૩૭ વર્ષીય પુરુષની ધરપકડ કરી હતી.

સેલીએ જણાવ્યું હતું કે સિગ્નસ પ્રોજેક્ટ તરીકે ઓળખ આપતી સંસ્થાએ તેમાં મૂકેલા સેમ્પલની ચકાસણી કરવા જણાવતી નોંધ સાથે અકારણ પેકેજિસ મોકલ્યા છે. કોઈને પણ આવા પેકેજ મળે તો તેને નાઈટ્રાઈલ ગ્લવ્સ પહેરીને કોઈના સંસર્ગમાં ન આવે તે રીતે લીકપ્રૂફ કન્ટેનરમાં મૂકવા જણાવાયું હતું. પોલીસે જણાવ્યું હતું કે લંડનની હોસ્પિટલોમાં શંકાસ્પદ પેકેજ મળ્યા હોવાના સંખ્યાબંધ રિપોર્ટ મળ્યા હતા.

એક પેકેજ મિલ્ટન કેઈન્સ યુનિવર્સિટી હોસ્પિટલ ટ્રસ્ટને મળ્યું હતું. તેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે નેશનલ ઓપરેશન્સ સેન્ટરની ચકાસણીમાં તે બિન શંકાસ્પદ અને બિનજોખમી જણાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter