૧૧૫ લોર્ડ્સે મૌન રહીને પણ £૧.૩ મિલિયન ક્લેઈમ કર્યા

Saturday 23rd September 2017 07:58 EDT
 
 

લંડનઃ પ્રેશર ગ્રૂપ ધ ઈલેક્ટોરલ રીફોર્મ સોસાયટીના અભ્યાસ મુજબ બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સના ૧૧૫ સભ્યોએ નવ મહિનાના ગાળામાં ગૃહની ચર્ચાઓમાં કશું જ બોલ્યા ન હોવાં છતાં સંયુક્તપણે ૧.૩ મિલિયન પાઉન્ડનો ક્લેઈમ કર્યો છે. જૂન ૨૦૧૬થી એપ્રિલ ૨૦૧૭ના ગાળામાં આ દરેક સભ્યે સરેરાશ ૧૧,૦૯૧ પાઉન્ડ કલેઈમ કર્યા છે. સોસાયટીએ લોર્ડ્સની સંખ્યા ઘટાડવા માગણી કરી છે. જોકે, હાઉસ ઓફ લોર્ડ્સના પ્રવક્તાએ જણાવ્યું છે કે સોસાયટીએ ઉમરાવોના અન્ય મહત્ત્વના કાર્યોને ધ્યાને લીધાં નથી.

સોસાયટીએ ૭૭૯ લોર્ડ્સના મતદાન, સંબોધન અને ખર્ચના રેકોર્ડ્સનું વિશ્લેષણ કર્યાનો દાવો કર્યો છે. ગત વર્ષમાં પાંચ વખત કે તેથી ઓછું બોલનારા ૨૭૭ ઉમરાવોએ ૪,૦૮૬,૦૦૦ પાઉન્ડ, જ્યારે ૧૦ વખત કે તેથી ઓછું બોલીને ૩૯૪ ઉમરાવોએ ૭,૩૨૧,૦૦૦ પાઉન્ડ ક્લેઈમ કર્યા હતા. બીજી તરફ, ૧૦ વખત કે તેથી ઓછું બોલનારા અને મતદાન કરનારા ૧૩૧ ઉમરાવોએ ૬૫૮,૦૦૦ પાઉન્ડ ક્લેઈમ કર્યા હતા. સૌથી વધુ સક્રિય ઉમરાવોએ ખર્ચના અડધા જ ક્લેઈમ કર્યા હતા.

લોર્ડ્સના પ્રવક્તાએ જણાવ્યા અનુસાર લોર્ડ્સ કમિટીઓમાં સેવા, કાયદામાં સુધારા અને લેખિત પ્રશ્નો સહિતના અન્ય કાર્યોમાં ભાગ લે છે. પાર્લામેન્ટના ૩૨૦થી વધુ સભ્યોએ ગત સત્રમાં સિલેક્ટ કમિટીઝમાં સેવા આપી હતી. ઉમરાવો ઉપલા ગૃહમાં ચર્ચાખંડમાં હાજરી આપી દૈનિક ૩૦૦ પાઉન્ડ ક્લેઈમ કરી શકે છે પરંતુ, આ એલાવન્સ માટે તેમાં ભાગ લેવો કે મત આપવો જરૂરી ગણાતો નથી. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter