લંડનઃ મૃત્યુ પામેલા અથવા યુકેમાં ન રહેતા હોય તેવા ૩.૬ મિલિયન લોકો ફેમિલી ડોક્ટર્સ સાથે નોંધાયેલા હોવાનું બહાર આવ્યા બાદ ચેતવણી જારી કરવામાં આવી હતી. આવા ભૂતિયા દર્દીઓની સંખ્યામાં દર અઠવાડિયે ૬,૦૦૦નો વધારો થતો જાય છે.
ઈંગ્લેન્ડમાં પ્રેક્ટિસ કરતા GP ને દર્દી એપોઈન્ટમેન્ટ લે અથવા ન લે તો પણ દર્દી દીઠ સરેરાશ ૧૫૧ પાઉન્ડ ચૂકવાતા હોય છે. લેબર સાંસદ અને કોમન્સ પબ્લિક એકાઉન્ટ કમિટીના ચેરમેન મેગ હિલિયરે જણાવ્યું હતું કે GP ના રજિસ્ટરમાં ભૂતિયા દર્દીઓ માટે ખોટી રીતે ઓછામાં ઓછાં ૫૫૦ મિલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા હતા.


