૮૮ વર્ષના સૌથી લાંબા લગ્નજીવન બાદ પતિની ૧૦૬ વર્ષે વિદાય

Wednesday 08th August 2018 03:10 EDT
 
 

લંડનઃ બ્રિટનના સૌથી લાંબો સમય ૮૮ વર્ષનું લગ્નજીવન ધરાવતા યુગલમાંથી પતિ મૌરિસ કેયનું નિધન થતાં તે ખંડિત થયું છે. આ તસવીર તેઓ જ્યારે તેમની ૮૪મી લગ્નતિથિ ઉજવવાની તૈયારી કરતા હતા તે સમયની છે. તે પછી કેય બીમાર પડ્યા હતા અને ૧૦૬ વર્ષની વયે તેમનું નિધન થયું છે.

કેય ઈસ્ટ લંડનમાં ઉછર્યા હતા અને તેઓ તેમના ભાવિ પત્ની હેલનને ૧૯૩૦માં મળ્યા હતા. હેલન કેય છ વર્ષના હતા ત્યારે વોરસોથી ઈંગ્લેન્ડ આવ્યા હતા. મૌરિસ ટ્રાવેલિંગ સેલ્સમેન હતા અને હેલનને તેમના પિતાના વિમેન્સવેરના બિઝનેસના સ્થળે જોયા હતા. બન્નેના લગ્ન ૧૯૩૪માં થયા હતા અને યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે મૌરિસ કેય લશ્કરમાં જોડાયા હતા. પરંતુ, ડી - ડે પહેલા જ સાઉથ લંડનમાં આવેલા તેમના મકાન પર બોંબ ઝીંકાયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter