પ્રતિ
સી બી પટેલ
એશિયન બિઝનેસ પબ્લિકેશન્સ લિમિટેડ
યુનિટ 207-208 હેરો બિઝનેસ સેન્ટર
429-433 પિન્નેર રોડ
મિડલસેક્સ HA1 4HN
આદરણીય શ્રી સી બી પટેલ,
નમસ્તે, જય સ્વામિનારાયણ, ઓમ નમઃ શિવાય
BAPS સ્વામિનારાયણ સંસ્થામાં અમે સહુ ગુજરાત સમાચાર યુકેને સમાજને વાસ્તવમાં સ્મરણીય સીમાચિહ્ન સમાન ઉજ્જવળ સેવાના 50થી વધુ વર્ષ પૂર્ણ કરવા બદલ અમારા હાર્દિક અભિનંદન પાઠવવા ઈચ્છીએ છીએ.
ગુજરાત સમાચાર યુકે તલસ્પર્શી ન્યૂઝ રિપોર્ટિંગ તેમજ હિન્દુઓ અને સામાન્યતઃ હિન્દુત્વ સંદર્ભે મજબૂત સમર્થન મારફત યુકેમાં રહેતા હિન્દુઓને ભારતમાં આપણા મૂળિયાં સાથે જોડવામાં સેતુરુપ બની રહેલ છે.
ગત 50થી વધુ વર્ષના સમયગાળામાં આપણા વિશ્વમાં પ્રચંડ પરિવર્તન જોવાં મળ્યું છે આમ છતાં, આપણી હિન્દુ આસ્થા સાતત્યપૂર્ણ રહી છે અને આપણે ભવિષ્ય તરફ નજર કરી રહ્યા છીએ ત્યારે સુસંવાદિતા અને પારસ્પરિક આદર આપણે જે કાંઈ હાંસલ કર્યું છે તેનું આધારરૂપ સમર્થન કરશે. આથી જ પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં તમામ આસ્થાઓ અને કોમ્યુનિટીઓમાં સુસંવાદિતા અને શાંતિના પ્રસાર અર્થે મંદિરોના નિર્માણની પ્રેરણા કરી હતી.
અમે બ્રિટિશ હાઉસ ઓફ લોર્ડ્સ ખાતે આયોજિત કરાનારા ઉજવણીના ઈવેન્ટ માટે આપને સંપૂર્ણ સફળતાની શુભકામના કરીએ છીએ.
અમે આપની અને ગુજરાત સમાચાર ખાતે તમામની સતત સફળતા માટે તેમજ આપના સારા અંગત સ્વાસ્થ્ય માટે ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ છીએ.
આપ સહુ આગામી ઘણા દાયકાઓ દરમિયાન ગુજરાત, ભારત, બ્રિટિશ હિન્દુઓ અને વૈશ્વિક હિન્દુત્વની સેવા કરતા રહેશો તેવી પ્રાર્થનાઓ અને શુભકામનાઓ સાથે,
સાધુ કેશવજીવનદાસ
(પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ)


