તા ૨૫-૪-૧૫થી ૧-૫-૧૫ સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ભરત વ્યાસ Wednesday 22nd April 2015 09:03 EDT
 

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારે કેટલાક પડકારોનો સામનો કરવો પડશે. તમારા પ્રયત્નો કે કામગીરીઓ મુજબ યશ કે લાભ ન મળવાથી મન ઉદ્વિગ્ન બનશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડશે. આ સમય નાણાકીય રીતે એક યા બીજી બાબતે ચિંતાપ્રદ બનશે. નોકરિયાત માટે આ સમય આશાજનક સંજોગો સૂચવે છે. અગત્યના કામકાજોમાં સફળતા હાંસલ કરી શકશો. વાદ-વિવાદોને ટાળવા વધુ હિતાવહ છે. વેપાર-ધંધામાં નવા લાભની તક ઊભી થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહમાં સરકારી કાર્યો અંગે પ્રતિકૂળતા જણાશે. લાંબા સમયથી હાથ ધરેલા કાર્યોમાં સફળતા દૂર ઠેલાતાં માનસિક અશાંતિ સર્જાશે. નવી આવકથી કેટલીક રાહત મળશે. નાણાકીય મુશ્કેલીઓનો માર્ગ મેળવી શકશો. નોકરિયાતો અને વ્યવસાય કરતી વ્યક્તિઓએ સાચવીને સાહસ કરવા જરૂરી છે. કોઇ પણ પ્રકારના ઉતાવળા નિર્ણયોથી દૂર રહેજો. અંગત આરોગ્ય સાચવવું જરૂરી છે.

મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય એકંદરે મિશ્ર પ્રકારનો નીવડશે. લાભદાયી તક મળશે. સાધન- સુવિધામાં પણ વધારો થશે. નોકરી-ધંધાના ક્ષેત્રે પણ આ સમય સિદ્ધિ આપનાર નીવડશે. નોકરિયાતોને બદલી અને બઢતીની શકયતાઓ છે. વેપાર-ધંધામાં વિકાસની યોજનાઓ સફળ નીવડશે. એકંદરે વ્યવસાયિક ક્ષેત્રે પ્રગતિ જણાશે. જોકે આર્થિક ક્ષેત્રે હજી તંગી વર્તાશે. કરજ વધશે. ખર્ચાઓ પણ ઊભા રહે.

કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહના પ્રારંભે વૃશ્ચિક રાશિમાં માઘ ચંદ્રગ્રહણ થાય છે. તેથી તમારે વ્યય, ચિંતા, વિવાદથી સંભાળવું પડે. કોર્ટ-કાર્યવાહી, સરકારી કામમાં સાવધ રહેવું જરૂરી. આંખ, પગ, કમરમાં દર્દ-પીડા અનુભવાય. નોકરી-ધંધામાં આર્થિક બોજ વધી ગયો હોય તેમણે વધુ સાવચેતી રાખવી જરૂરી. વાહન ચલાવવામાં કાળજી રાખવી જરૂરી છે. જેમની જન્મકુંડળીમાં બંધનયોગ, ઋણયોગ, વિવાદયોગ ચાલતો હોય તેમને નોકરી-ધંધામાં મળેલી તક સરકી જાય.

સિંહ (મ,ટ)ઃ પ્રયત્નો ધીમે ધીમે સફળ, લાભકર્તા બનતા આશા-ઉમંગ વધશે. તકો મળશે, જેને ઝડપી લેજો. માનસિક બોજ હળવો થશે. નાણાકીય પરિસ્થિતિ સમતોલ કરી શકશો. એકાદ-બે લાભની તકો મળશે. સરકારી કામો કે ઉઘરાણીના કામકાજો પાર પડશે. શેર-સટ્ટામાં પડવું નહિ. પસ્તાવાનો વારો આવશે. નોકરિયાતોને તેમના પ્રયત્નોનું શુભ ફળ મળશે. અવરોધમાંથી નીકળાશે.

કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહમાં ગમેતેટલા પ્રતિકૂળ કે વિપરિત સંજોગો જણાય પરંતુ માનસિક બળ સ્વસ્થતા ટકાવી શકશો. ધીરજ જાળવશો તો લાભમાં રહેશો. મનની લાગણી દુભાવવાના પ્રસંગોમાં પણ સંયમ દાખવી શકશો. ખર્ચના પ્રસંગો વધશે. લોન-કરજ વધશે. નુકસાનથી બચશો. ધીરેલા નાણાં હજુ મળે નહીં. નોકરિયાત માટે આ સમય એકંદરે ઠીકઠીક સાનુકૂળ છે. ધંધા- વેપારના ક્ષેત્રે પણ પરિસ્થિતિનો લાભ લઈ શકશો.

તુલા (ર,ત)ઃ તમારા મનના આવેગો શાંત થતા જણાશે. બેચેની અસ્વસ્થતા દૂર થાય. આશાસ્પદ વાતાવરણ સર્જાતું જોવા મળશે. અવરોધો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણના પ્રસંગો બાબતે કોઈને કોઈ પ્રકારે ઉકેલ મળશે. મુશ્કેલીમાંથી બહાર નીકળી શકશો. લાભની તકો પણ મળશે. સારા માર્ગે ખર્ચ થાય. નોકરિયાતો માટે રચનાત્મક કાર્ય સફળ થાય. કામગીરીની કદર થતી જણાશે.

વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ માનસિક દૃષ્ટિએ લાભકારક પુરવાર થશે. મનનો બોજ હળવો થતો જણાશે. નવા કામકાજોમાં જણાતી પ્રગતિ ઉત્સાહ વધારશે. નાણાકીય બાબતોનો ઉકેલ મળવામાં વિલંબ થાય. આવક કરતાં ખર્ચનું પલ્લું વિશેષ નમતું રહેવાના કારણે બચત થવાના યોગ નથી. ધનલાભનો યોગ થતો નથી. નોકરિયાતોની સમસ્યા ઉકેલાશે. વિરોધીઓ, હિતશત્રુઓની કોઇ કારી ફાવશે નહીં. ધંધા-વેપારનાં ક્ષેત્રે સફળતા લાભ જણાશે.

ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારે નાની-મોટી ચિંતાઓના કારણે અશાંતિ, ઉદ્વેગ વર્તાશે. બેચેની અને અસ્વસ્થતાને કારણે ધાર્યું કામ પાર પડશે નહીં. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધુ રહેતા મૂંઝવણ રહેશે. આર્થિક આયોજન પાર પાડવા માટે ભારે મહેનત કરવી પડશે. નોકરિયાતો માટે આ સમયના યોગ પ્રગતિકારક અને આશાજનક છે. અગત્યના કામોમાં સફળતા મળશે. વિવાદમાંથી બહાર નીકળી શકશો.

મકર (ખ,જ)ઃ અનુકૂળ અને ઇચ્છિત તક મળતા આનંદ-ઉલ્લાસ વધશે. નવા સંબંધો લાભકારક પુરવાર થશે. પરિવર્તનની તકો સાંપડશે. માનસિક તંગદિલી હળવી બનશે. આર્થિક બાબતો તરફ ધ્યાન આપવું જરૂરી છે. યોગ્ય આયોજન થકી આર્થિક લક્ષ્ય મેળવી શકશો. એકાદ-બે ખર્ચના પ્રસંગો આવે. જૂની ઉઘરાણી થકી આવક થાય. એકંદરે સારું ફળ મળશે. નોકરીના ક્ષેત્રે વાતાવરણ યથાવત્ રહે. વેપાર-ધંધામાં વિકાસનો માર્ગ રુંધાશે.

કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી રચનાત્મક પ્રવૃત્તિઓની વિકાસ થશે. બૌદ્ધિક કામગીરીમાં સફળ થશો. માનસિક ઉમંગ-ઉત્સાહ અનુભવશો. તમારું ધ્યેય સિદ્ધ થવાથી સાનુકૂળતા વધશે. આ સમયમાં આર્થિક તંગીનો સામનો કરવો પડશે. આવક અને ખર્ચ વચ્ચેનો તફાવત મોટો રહેતા આર્થિક આયોજન ખોરવાશે. નિર્ધારિત કાર્યો પાર પાડવા માટે વધુ પ્રયત્ન કરવા પડશે.

મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયના ગ્રહયોગો કેટલીક સાનુકૂળ અને પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થતાં વિકાસ સૂચવે છે. માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાશે. મહત્ત્વની પ્રવૃત્તિઓથી આનંદ થશે. આર્થિક બાબતો અંગે જણાતી મુશ્કેલીઓમાંથી માર્ગ મેળવી શકશો. નોકરિયાતોને સફળતા અને પ્રગતિની તકો વધશે. સંજોગો સાનુકૂળ થાય. ધંધાકીય ક્ષેત્રે પણ હવે મુશ્કેલીઓ દૂર થવાથી રાહત વધે. લાભદાયી કાર્ય પાર પડે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter