તા. 01 નવેમ્બર 2025થી 07 નવેમ્બર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 31st October 2025 06:54 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયગાળો તમારા જીવનમાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે. આવેલી તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શીરે રહેશે. નાણાકીય રીતે થોડી ચિંતા રહેશે. ખર્ચાઓની પૂર્તિ માટે નાણાંની જોગવાઈ કરવા ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય–ઉદ્યોગમાં કોઈ પણ જાતના આર્થિક અથવા કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સફળ સમય પૂરવાર થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્યના કેટલાક કાર્યો માટેની જે શરૂઆત ઈચ્છતા હશો એ શક્ય બનશે. તમારા ફસાયેલાં નાણાં પરત મળતાં આર્થિક રીતે થોડી રાહત અનુભવશો. વ્યવસાયિક રીતે નવી ભાગીદારીથી લાભ મેળવશો. નોકરીમાં કામની થોડી વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સમય વ્યતીત કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો પરીક્ષા કરનારો જણાય, જે સમસ્યાના ઉપાય શોધવા માંગો છો એ હજી વણઉકેલ રહેશે. જોકે, કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો થોડીઘણી રાહત અનુભવશો. કાર્યક્ષેત્રે આપના પ્રયત્નો ચાલુ રાખશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિ સુધરતી જોવા મળે. જીવનસાથી સાથે મનદુઃખ હોય તો દૂર થાય.
• કર્ક (ડ,હ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા કે રાજકારણમાં હોય એવા વ્યક્તિઓ માટે થોડો વિપરિત સમય છે. થોડું ટેન્શન વધતું જોવા મળે, જેની અસર સ્વાસ્થ્ય ઉપર પણ જોવા મળે. નાણાકીય બાબતોમાં આવક-જાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય વધુ રાહ જોવી પડશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે, પરંતુ નુકશાની પણ ભોગવવી પડશે.
• સિંહ (મ,ટ): તમારા વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નિખાર લાવવા દરેક પાસાંનો યોગ્ય ઉપયોગ કરી આગળ વધશો તો સફળ થશો. સફળતા માટેની ચાવી છે પરિવર્તન, જેનો ઉપયોગ યોગ્ય સમયે કરવાથી ઈચ્છિત સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં દોડધામ વધવાથી થોડીઘણી સ્વાસ્થ્ય પર અસર જોઈ શકશો. મીડિયા તેમજ મનોરંજન સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે ખૂબ સારો સમય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ અતિવિશ્વાસુ બની કોઈપણ સાથે કામ કરશો તો તમારે જ નુકસાની ભોગવવી પડી શકે છે, જેથી કરીને કાળજી રાખવી. છેલ્લાં ઘણાં સમયથી જે કાર્ય પ્રત્યે તમે ખૂબ મહેનત કરી રહ્યાં છો એ હવે સફળતા તરફ તમને આગળ દોરી જાય. નાણાકીય મુશ્કેલી થોડા અંશે ઓછી થતી જોવા મળે. બાકી નીકળતાં પૈસા પાછાં મળતાં થોડી રાહત રહેશે. સંતાનોના અભ્યાસ વિષયક બાબતોમાં થોડી વધુ કાળજી રાખવી પડશે. મકાન-મિલકતનાં પ્રશ્નોનો ઉકેલ લાવી શકાય.
• તુલા (ર,ત)ઃ ભાવનાઓમાં આવીને તમારી અંગત વાતો કોઈની પાસે જાહેર કરતાં પહેલાં વિચારી લેજો કે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં, નહીંતર તમારે નુકસાની ભોગવવી પડશે. કસરતને દિનચર્યાનો ભાગ બનાવશો તો સ્વાસ્થ્યસંબંધી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક પાસાંઓ આ સપ્તાહ દરમિયાન તમારી ફેવરમાં જોવા મળશે. કોઈ અણધાર્યા ખર્ચાને પહોંચી વળવા માટેની જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત અને સલાહ તમારા માટે ફળદાયી રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લાં ઘણા સમયથી તમારી શક્તિ તેમજ બુદ્ધિને નકામી બાબતોમાં લગાવી સમયની બરબાદી કરી રહ્યા છો તો હવે ચેતી જજો. દરેક બાબતોમાં થોડી સુગમતા દાખવીને યોગ્ય કામ માટે તમારી એનર્જીનો ઉપયોગ કરશો તો ફાવશો. જીવનસાથી સાથે કોઈ અણબનાવ હોય તો આ સમય દરમિયાન દૂર કરી શકશો. વ્યવસાય-ધંધામાં ખાસ કરીને દેશવિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી કાળજી રાખશો. લિગલ ડોક્યુમેન્ટ્સ બાબતોમાં થોડી પણ કચાશ રાખશો નહીં. નોકરિયાત વ્યક્તિને પોતાના ઉપરી અધિકારી તરફથી પ્રશંસા મળી શકે છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ બહારનું વાતાવરણ થોડી શારીરિક મુશ્કેલી તેમજ સુસ્તી ઊભી કરી શકે છે, જેથી થોડીક કાળજી રાખવી જરૂરી. તમારા નિર્ણયો થકી મહત્ત્વપૂર્ણ કામગીરીમાં સફળતા મેળવી શકશો. વ્યવસાયિક કામગીરીમાં બીજાના મંતવ્ય પણ કામ લાગશે. નોકરિયાત વ્યક્તિએ ગુસ્સા પર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. જીવનસાથી સાથેના મતભેદમાં વધારો જોવા મળી શકે છે, જેથી ધ્યાન રાખવું.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્ર જોવા મળશે. કોઈ કામગીરીમાં સફળ મળે તો કોઈ કામો અટકતાં જોવા મળશે. જે વ્યક્તિઓ તમારા સપોર્ટમાં હોય તેઓ પણ તમારાથી નારાજ જોવા મળે. પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. આવકના સાધનો હવે આસાન થાય. વિઝાને લગતી કામગીરીમાં રાહત જોઈ શકશો. કરિયરસંબંધિત મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ લાગશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આર્થિક મામલે સપ્તાહ શ્રેષ્ઠ રહેશે. તમારા માટે કોઈ મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી પણ કરી શકશો. વ્યાપારિક કામગીરી હવે તેજીથી આગળ વધતી જોઈ શકશો. નવા પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કરી શકો છો. નોકરીના સ્થળ પર તમારી કામગીરીને કારણે સફળતા મળી શકે છે. તમારી વાહ-વાહ થાય. સંતાનોની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર કોઈ ચોક્કસ નિર્ણય પર હવે આવી શકશો. પ્રવાસ-પર્યટનથી મન પ્રફુલ્લિત જોવા મળશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ અનેક વિઘ્નોને પાર કરી તમે તમારી જાતને બીજા સમક્ષ સફળ પૂરવાર કરવામાં સક્ષમ થઈ શકશો. માન-પ્રતિષ્ઠા પ્રાપ્ત કરશો. નાણાકીય રીતે હવે સમય પોઝિટિવ રહેશે. જરૂરી નાણાંની જોગવાઈ થઈ શકશે. વ્યવસાયમાં થોડું બજેટથી બહાર કામ કરવુ પડશે પરંતુ આગળ જતાં એ ફાયદાકારક સાબિત થાય. નોકરીના સ્થળ પર હજી નાનાં વિઘ્નો જોવા મળે પરંતુ તેને તમે આસાનીથી પાર કરી શકશો. જીવનસાથી સાથે સુખદ સમય વ્યતીત કરી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter