વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સમયની સાથે વિચારો બદલવા પડશે. જિદ્દીપણું અને ગુસ્સો આપને નુકસાન કરી શકે છે. દેવું થાય તેવો ખર્ચ આ સમયે ન કરવા હિતમાં રહેશે. વેપાર-ધંધામાં થોડી મંદી રહે. નવીન કાર્યોના વિચારો મૂંઝવણ ઊભી કરશે. નોકરીમાં વિચારીને જવાબદારી સ્વીકારશો. સંતાનોની બાબતમાં કાળજી લેવી પડશે. નાણાકીય ચિંતા રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ દાંપત્યજીવનમાં બીજી વ્યક્તિઓની અદેખાઈનો ભોગ ન બનાય તે જોશો. અંગત બાબતો બીજાને કહેતાં ખાસ વિચારશો. મિત્રો તથા સ્વજનો તરફથી મતભેદો ઊભા થાય. નાણાં બાબતે વ્યવહાર સાચવવો હિતાવહ રહેશે. લેણાં પરત મળતાં વાર લાગશે. કુંવારા ભાઈ-બહેનો માટે આ સમયમાં માંગું આવવાની શક્યતા છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ચિંતાઓ અને મૂંઝવણો યથાવત્ રહેશે. વગર કારણે લીધેલી જવાબદારીને લઈને ભારણ પડે. નવી ઓળખાણમાં ક્રમશઃ આગળ વધશો તો લાભમાં રહેશો. પ્રવાસમાં થોડી વધારે કાળજી લેવી. મિલકતના પ્રશ્નોમાં અવરોધો આવશે છતાં સમય જોઈને ચાલશો. કુંવારા પાત્રોએ માત્ર વાતોથી સંતોષ માનવો પડશે, નક્કી થતાં વાર લાગશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે વિરોધીઓ આપને નીચા પાડવા પ્રયત્ન કરશે પણ ફાવશે નહીં. સગાંસંબંધીને મદદ કરવી પડશે. બચેલાં નાણાં ખર્ચાઈ જવાની સંભાવના છે. આપની સ્થાવર-મિલકત નવી ખરીદવાનો સમય હવે પાકી ચૂક્યો છે. જૂની હશે તો રિનોવેશન માટે ખર્ચ કરવો પડશે. જમીન-ફેક્ટરી વગેરેની ઈચ્છાઓને બળ મળશે. ધાર્મિક લાભ થશે.
• સિંહ (મ,ટ): તંદુરસ્તી બાબતે આ સમય ધ્યાન રાખવા જેવો છે. વાહનનું ડ્રાઈવિંગ કરતી વખતે કાળજી લેવી સલાહભર્યું રહેશે. નવી પ્રોપર્ટી ખરીદતાં પહેલાં સાવચેતી જરૂરી. દસ્તાવેજ, લોન અને ઈચ્છીત નાણાં મેળવવામાં વિલંબ થાય. લગ્નઈચ્છુકો માટે આ સમય અવરોધભર્યો રહેશે. ધર્મ-લાભથી શાંતિ મળશે. સંત-મહાપુરુષોની મુલાકાત આત્મબળ વધારશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આયોજન વગરનું કામ કરતાં પહેલાં કાળજી લેશો. આ સમયે આળસ છોડીને કામગીરી કરશો તો વધુ સફળતા મળશે. આ સમયમાં કૌટુંબિક કામોમાં વધારે દોડધામ રહેશે. મિલકત ખરીદી બાબતે નવા વિચારો આવશે. અન્ય કાર્યો માટે જવાબદારી લેવી પડશે. મિત્રોનો સહયોગ મળી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે.
• તુલા (ર,ત)ઃ સમયની સાથે વિકાસ થશે, પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે. અટકેલાં કામો અને મનદુઃખ થયેલી વ્યક્તિઓ સાથે મનમેળ થશે. માનપાન મેળવશો. વધારે વાંચન અને મનન-ચિંતનનો યોગ છે. પ્રવાસની શક્યતા છે. દાંપત્યજીવન સુખદ રહેશે. તંદુરસ્તી બાબતે થોડી ચિંતા રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ માનસિક અશાંતિનું મૂળ છે વગરની કારણની ચિંતાઓ. આ મામલે હવે સાચવવું પડશે. બીજાની ચિંતાઓ વધુ તકલીફ ઊભી કરશે. મન વ્યથિત રહ્યા કરશે. નાણાભીડ યથાવત રહેશે. લગ્નવાંચ્છુને મનગમતા પાત્ર સંદર્ભે ચર્ચા - વાતચીતનો દોર લંબાશે, પરંતુ સફળતા સાંપડશે. પ્રિય પાત્રો નજીક આવશે. વેપારમાં ઉતાર-ચઢાવનો સમય રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં અતિ મહત્વપૂર્ણ ખરીદી કરવાનો અવસર મળે, છતાં સાચવીને કામગીરી કરવી. કાર્યસ્થળે લાભ થવાનો યોગ બળવાન છે. અધૂરાં કાર્યો પૂરાં થતાં જણાશે. વિદ્યાર્થીઓ માટે આનંદમય સમય રહેશે. દાંપત્યજીવનમાં ઉતાર-ચઢાવ આવવાની શક્યતા. સ્વાસ્થ્યની પૂરતી કાળજી લેવી જરૂરી.
• મકર (ખ,જ)ઃ પ્રવાસની ઈચ્છા પરિપૂર્ણ થાય. તંદુરસ્તી બાબતે ચિંતા ઓછી થાય. ગુપ્ત ચિંતાથી મુક્તિ મળશે. હવે બીજાના દબાણમાં કામગીરી કરવાના વિચારો ખંખેરાઈ જશે. સ્વવિચારોથી આગળ વધવાની તકો પ્રાપ્ત થાય. મન ટેન્શનથી મુક્ત રહેશે. સંતાનોની ચિંતા ઓછી રહેશે. વાહન ખરીદવા માટે સારો સમય છે. મિત્રો તરફથી લાગણી પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ ધાર્મિક તથા સામાજિક કાર્યોને લઈને થોડી ચિંતા રહેશે. જોકે, સંતો-મહાપુરુષોના મિલનનો આનંદ પણ મળશે. વિદ્યાર્થીઓએ મહેનત વધુ કરવી પડશે. પ્રવાસના યોગો છે. દાંપત્યજીવન સુખદ રહેશે. કાર્યસ્થળે પ્રગતિના યોગ છે. નવી નોકરીની તકો વધશે. ઈલેક્ટ્રિક વસ્તુ અંગે કાળજી રાખવી જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સ્વજનો તથા મિત્રો દ્વારા ઈચ્છિત કાર્યોને વેગ મળશે. જુદા જુદા કાર્યોમાં મન સતત વ્યસ્ત રહેશે જેથી આરામની જરૂરત વર્તાય. તંદુરસ્તી માટે કાળજી લેવી હિતાવહ જરૂરી. સંતાનો બાબતે ચિંતા ઓછી થતી જણાશે. કૌટુંબિક જીવન શાંતિભર્યું રહેશે. ધંધામાં પ્રગતિ થશે. મિલકતમાં વધારો થશે. નવી વસ્તુ લાવવા માટે તકો સારી રહેશે.


