વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આપનું આ સપ્તાહ પ્રગતિકારક પુરવાર થશે. તમે જવાબદારીઓ સારી રીતે અદા કરી શકશો. સંતાનોના પ્રશ્નો અને પરેશાનીઓને હલ કરવામાં તમારું માર્ગદર્શન મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નાણાકીય રીતે જોતાં આ સમયમાં સમતુલા જાળવવી જરૂરી રહેશે, નહીં તો ખોટા ખર્ચાઓના ખાડામાં ઉતરી જશો. નોકરિયાત વર્ગને પોતાના કાર્યક્ષેત્રે વધુ પરિશ્રમ કરવો પડશે. ધંધાકીય ક્ષેત્રે આ સમયમાં સારી એવી તકો હાથ લાગશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ સપ્તાહ દરમિયાન આપ સામાજિક ગતિઓમાં વધુ પડતા વ્યસ્ત રહેશો. જમીન-મકાનને લગતી સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે વધુ દોડધામ કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક રીતે કામની ગુણવત્તાને સુધારવાની જરૂરિયાત રહેશે. નોકરીને લગતી સમસ્યાઓનું અહીં સમાધાન થતું જોવા મળશે. નવી જગ્યાએથી કામની ઓફર મેળવી શકશો. સ્વાસ્થ્ય બાબતે વધુ કાળજી જરૂરી છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન નકારાત્મક અથવા નેગેટિવ એનર્જીવાળા લોકોથી દૂર રહેવું સલાહભર્યું રહેશે. સાથે ખોટી જીભાજોડીમાં ન ઉતરવાની સલાહ છે. નોકરી કરનાર વ્યક્તિઓને પોતાના કામ પ્રત્યે વધુ કૃતજ્ઞતાની ભાવના જાળવે તે જરૂરી છે. વ્યવસાયિક ક્ષેત્રે મહત્ત્વના સોદાઓ સાકાર થાય એવી સંભાવના રહેશે. ફાઈનાન્સના મામલે પણ આપને ક્યાંકથી મદદ પ્રાપ્ત થઈ શકશે.
• કર્ક (ડ,હ)ઃ આળસ ખંખેરીને હવે કામ પર લાગી જવાનો સમય છે. દરેક કાર્યોમાં ઉમંગ-ઉલ્લાસ સાથે આગળ વધશો તો સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક મામલે તમારો સમય તમારો નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે. નોકરી-ધંધામાં નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક પ્રાપ્ત કરી શકશો. પારિવારિક શુભ પ્રસંગોને કારણે ખુશાલીનો અનુભવ કરશો. સ્વજનો સાથેના સંબંધો વધુ ઘનિષ્ઠ બનશે.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્રે હરીફાઈ તેમજ સ્પર્ધકો તરફથી થોડી સમસ્યા થઈ શકે છે. મુશ્કેલીનો સામનો મજબૂત મનોબળ રાખીને કરવો જરૂરી રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે. કરિયર મામલે કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધવાથી સફળતા મેળવી શકશો. જીવનસાથી સાથેના સંબંધોમાં મતભેદ હશે તો દૂર થશે. જમીન-મકાનના પ્રશ્નો થોડીઘણી અડચણ બાદ હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે નવા કાર્યોની શરૂઆત માટે સમય યોગ્ય રહેશે. કોઈ મોટી તક હાથ આવે તો ઝડપી લેશો. વ્યાપાર-ધંધામાં નાણાકીય સહાય મેળવવામાં સફળ થઈ શકશો. વિદેશમાં ઉચ્ચ શિક્ષા માટેની વિદ્યાર્થીઓની ઇચ્છા હવે પૂર્ણ થતી જોવા મળે. નોકરિયાત વર્ગને કામમાં થોડી રાહત મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજયપ્રાપ્તિના યોગ છે. નાના પ્રવાસનું આયોજન સફળ થાય.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન તમારી અંદર ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ કરશો. કોઈ સુખદ સમાચાર પ્રાપ્ત થાય. સમયનો ભરપૂર ઉપયોગ સફળતા અપાવશે. નોકરી-વ્યવસાયમાં ન ધારેલા કાર્યો પૂર્ણ કરી શકશો. નાણાકીય રીતે સમય ઘણો સારો રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખમય બનતું જોવા મળે. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. પારિવારિક સંપત્તિના મામલે મતભેદ હોય તો હલ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારી મહેનત અને ભાગ્ય આ સમયમાં તમને ભરપૂર સાથ આપશે. વડીલોના અનુભવ અને માર્ગદર્શનથી આગળ વધશો તો અવશ્ય ફાવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે થોડી કાળજી રાખશો. શેરબજાર સંબંધિત કાર્યોમાં સાવચેતી આવશ્યક છે. જમીન-મકાનના સોદાથી ફાયદો થાય. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમયમાં માનસિક રીતે થોડી હળવાશ અનુભવાય. સ્વસ્થતા અને સક્રિયતામાં પોઝિટિવ ફેરફાર જોઈ શકશો. નોકરિયાત વ્યક્તિઓએ થોડું સાવધ રહીને કામગીરી કરવી હિતાવહ રહેશે, નહીં તો થોડીઘણી નુકસાની વેઠવી પડે. વ્યવસાયમાં ભાગીદારીથી લાભ રહેશે. સામાજિક કાર્યમાં જોડાયેલી વ્યક્તિઓ માટે થોડો વ્યસ્ત સમય પસાર થાય. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ આવશે. આરોગ્ય સાચવવું.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહે ભાવનાઓમાં વહી જઈને કોઈની વાતોમાં આવશો નહીં. તમે જાતે પણ થોડું વિચારીને આગળ વધશો. નાણાકીય ખર્ચાઓ વધતા જોવા મળશે. વ્યવસાયિક કાર્યોમાં તમારા નિર્ણયો થકી લાભ થાય. નોકરી-કરિયરની બાબતમાં તમે જેટલું ધારો છો એટલું સરળતાથી કામ પાર પડશે નહીં. જોકે નિરાશ થવાની જરૂર નથી. પ્રયત્નો ચાલુ રાખશો. કુટુંબ સાથે થોડો સમય વિતાવશો તો હળવાશ અનુભવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો ઉદાસીનતાવાળો જણાય. તમારા ધ્યેયને પહોંચી ન વળતાં થોડી હતાશાનો અનુભવ થાય. નકારાત્મકતાથી દૂર રહેશો તો થોડીઘણી સ્વસ્થતતા પ્રાપ્ત કરી શકશો. નાણાકીય રીતે થોડી શાંતિ રહેશે. લાંબા સમયથી અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. વાહન-મિલકત અંગેની સમસ્યાઓનો ઉકેલ મળતાં હજી થોડી વાર લાગશે. વ્યવસાયિક ક્ષેત્રમાં થોડાઘણાં વિઘ્નોને બાદ કરતાં તમારા કાર્યો પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવતો જણાય. મન થોડી હળવાશ અનુભવશે. તમારી યોજનાઓ સફળ થતી જોઈ શકશો. આર્થિક સ્થિતિમાં પણ સુધારો જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા ધારેલા કાર્યોને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. વ્યાપારમાં નવા યુનિટની શરૂઆત કરવા માટેની આર્થિક સહાયતા મેળવશો. પ્રવાસ-પર્યટનના આયોજન સફળ બનાવી શકશો.