વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં આશાસ્પદ સંજોગો પેદા થતાં માનસિક અને શારીરિક શાંતિનો અનુભવ થશે. કાલ્પનિક ચિંતાઓને મનમાં ઘર કરવા ન દેશો. તમારી રચનાત્મક વૃત્તિને વેગ મળશે. આપના લાંબા સમયથી અટવાયેલાં લેણાંનો સારો ઉકેલ મળશે. આવકવૃદ્ધિના પ્રયત્નો સફળ થશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં કોઈને કોઈ પ્રકારની અશાંતિ તથા વિવાદોના પ્રસંગો આવશે, જેથી શાંતિ અને માનસિક સંયમ જાળવી રાખજો. લાગણીઓ પર કોઈ પણ બાબતની અસર થવા દેશો નહીં. શક્ય તેટલા વ્યવહારુ બનશો. નાણાકીય દૃષ્ટિએ આ સમય મુશ્કેલીઓમાંથી બહાર લાવનાર છે. પ્રવાસની યોજના બનાવી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહે મહત્ત્વનું કામ સફળતાપૂર્વક પાર પાડતાં આનંદ થશે. ઉમંગ-ઉલ્લાસમાં વધારો થશે. મિત્રો-સ્નેહીજનોનો સાથ-સહકાર મળતાં સાનુકૂળતા વર્તાશે. વેપાર-ધંધાના ક્ષેત્રે જણાતી નાણાકીય સમસ્યાઓ સુખદ રીતે ઉકેલી શકશો.
• કર્ક (ડ,હ)ઃ આ સમય આપના માટે પડકારોનો સામનો કરવો પડે તેવો છે. તમારા પ્રયત્નો કે કામગીરી મુજબ લાભ ન મળવાથી મનમાં ઉદ્વેગ રહેશે. વ્યથાના કડવા ઘૂંટ પીવા પડે. આ સમય નાણાકીય દૃષ્ટિએ એક યા બીજી રીતે ચિંતા રખાવશે. તમારી ધારેલી આવક કે લાભ ન મળે. નોકરિયાતો માટે હવે સમય સારો આવશે. વિકાસ આડેના અવરોધો દૂર થતા જણાય.
• સિંહ (મ,ટ): અંગત બાબતોના કારણે અજંપો-વ્યથાનો અનુભવ થાય. અગમ્ય બેચેની જણાશે. મનને સક્રિય રાખશો તો વધુ નિરાશામાંથી ઉગરી શકશો. આવકમાં હાલ વૃદ્ધિને અવકાશ જણાશે નહીં. નોકરિયાતોએ વિરોધીઓથી સાવધ રહેવું જરૂરી છે. ઉતાવળા નિર્ણયો ન લેવા સલાહ છે. ભાડે આપેલી મિલકત અંગે સમસ્યા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ મકાન તથા મિલકત સંબંધિત પ્રશ્નો આ સમયગાળામાં હલ થાય. લાંબા સમય સુધી જોયેલી રાહ લાભકારક પુરવાર થશે. સ્વજનોનો સહકાર મળી રહેશે. ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરી શકશો. નવી ચીજવસ્તુની ખરીદી થશે. પ્રિય પાત્રોની હૂંફ મળશે. આત્મીયતા વધશે. વાણી-વર્તન ઉપર કાબૂ રાખવો જરૂરી.
• તુલા (ર,ત)ઃ આયોજન વગરના કામ કરતા પહેલાં સો વાર વિચાર કરજો. તમારી લાગણીઓની કદર થશે, પરંતુ વધુ પડતી લાગણી દુર્ભાવના પેદા કરશે તેનું ધ્યાન રાખજો. આર્થિક સ્થિતિ સુધરશે. કામની રુકાવટ હવે ઓછી થશે. પ્રવાસના યોગ બળવાન છે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ છે. ધર્મલાભ મેળવશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહે વિચારોમાં અણધારી અદલાબદલી કરવી પડે તેવી પરિસ્થિતિ સર્જાય, પણ તમે મક્કમ રહીને પ્રશ્નો ના ગૂંચવાય નહીં તેની કાળજી રાખશો. અસ્થિર વિચારો અને મનનું ટેન્શન ખોટા નિર્ણય તરફ દોરી ના જાય તે જોવું રહ્યું. સંતાન તરફથી અવરોધો સહન કરવા પડશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ગ્રહો સારા હોવા છતાં પણ તમારે કડવા અનુભવો સહન કરવા પડશે. તમારી ઉદારતાનો લાભ બીજા લઈ જશે અને તમારે બદનામી સહન કરવી પડશે. નોકરીમાં સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. પ્રવાસ માટે સમય સારો.
• મકર (ખ,જ)ઃ સતત કામના લીધે સપ્તાહમાં મન પર ભારણ અનુભવાશે. આ સમયમાં બીજાના કારણે લીધેલો બોજ નુકસાનકારક જણાશે. તમારી નાણાકીય સ્થિતિ મુજબ વ્યવહાર કરવો હિતાવહ રહેશે, નહીંતર દેવું થવાના ચાન્સ છે. કુંવારા માટે પાત્રની પસંદગીમાં પણ ધ્યાન રાખવું પડશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આત્મબળથી અનેક કાર્યો સફળ થાય તે ઉક્તિ આપ કામે લગાડી શકશો. સ્વશક્તિથી આગળ વધવાના પ્રયત્ન સફળ થશે. બીજા ઉપરના વિશ્વાસે કામ બગડતું જણાશે. કૌટુંબિક વ્યવહાર સાચવવો જરૂરી. આરોગ્યની ચિંતાઓ તમને સતાવશે. નાણાં વ્યવહાર યથાવત્ જણાશે. નોકરીમાં પણ રાહત રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સામાજિક અને રાજકીય કામોને લીધે દોડધામ રહેશે. તમારી તંદુરસ્તી બાબતે કાળજી લેવી રહી. ક્યારેક વધુ પડતો શ્રમ મન બેચેન બનાવશે. જોઈજાળવીને કરેલી કામગીરી સફળતા અપાવશે. સંતાનોનો સહયોગ મળી રહેશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ.