તા. 06 સપ્ટેમ્બર 2025થી 12 સપ્ટેમ્બર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 05th September 2025 05:46 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ કોઈપણ કાર્ય શરૂ કરતાં પહેલાં તેની નેગેટિવ અને પોઝિટિવ બાજુઓ ચકાસી લેશો. અજાણ્યા લોકો ઉપર તુરંત વિશ્વાસ મુકવાનું ટાળશો. નાણાકીય જોગવાઈ કરવા માટે થોડી દોડધામ વધારે કરવી પડે. વ્યાપારની વિસ્તાર માટેની યોજના વિચારતા હો તો હવે સમયની સાનુકૂળતા થાય. પારિવારિક વાતાવરણ ખુશમિજાજ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ જે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છો એમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ શોધવામાં હવે સફળતા મળે. જે વ્યક્તિઓ સાથે કામકાજ કરી રહ્યા છો એ કદાચ તમને સાથ ના આપે પરંતુ તમારું કાર્ય પૂર્ણ કરી શકશો. સ્વાસ્થ્યની બાબતમાં આંખ સંબંધિત તકલીફ જોવા મળે. નોકરી-વ્યવસાયમાં નાની-નાની દરેક બાબતોને ધ્યાનમાં રાખીને કામગીરી કરવી. જીવનસાથી સાથે સુખદ પળો વિતાવી શકશો. નાના પ્રવાસના પણ યોગ છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કોઈ કારણથી તમારું મન મૂંઝાયેલું રહે. અસુરક્ષા અનુભવાય. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે કોઈ અંગત વ્યક્તિની મદદ લઈ શકો છો. તમારા મનની વાત કોઈની સાથે શેર કરો. નોકરીમાં કોઈ ખાસ પ્રોજેક્ટ્સ પર તમારા મંતવ્યો અને કૌશલ્ય બતાવી શકો છો. આર્થિક સ્થિતિ હવે વધુ સદ્ધર બનતી જોઈ શકશો. ઈમિગ્રેશનને લગતી બાબતોમાં કોઈના પર એકદમ વિશ્વાસ મૂકીને કામગીરી કરવી નહીં.
• કર્ક (ડ,હ)ઃ માનસિક સુખ-શાંતિ જળવાયેલાં રહે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ વધુ મજબૂત બનાવી શકશો. કોઈ ખાસ કાર્યોમાં પણ સફળતા મેળવી શકશો. ભાઈ-બહેનો સાથે ખુશીની પળો માણી શકશો. આર્થિક બાબતોમાં તમારી ચિંતાઓ હવે દૂર થાય. આમ છતાં સમજીવિચારીને ખર્ચ કરશો. નોકરિયાત વ્યક્તિઓને નવી જગ્યાઓ પર પોતાનું કૌશલ્ય બતાવવાની તક પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં પાર્ટનરશિપથી સાચવજો. નુકસાન નથી, પરંતુ કોઈ ખોટા વિવાદમાં ફસાઇ ન જવાય તેની સાવચેતી જરૂરી.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન કાર્યક્ષેત્રે હરીફાઈ તેમજ સ્પર્ધકો તરફથી થોડી સમસ્યા ઊભી થઈ શકે છે. જેનો સામનો મજબૂત મનોબળ રાખીને કરવો જરૂરી રહેશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનતી જોવા મળશે. કરિયર સંબંધિત કોઈ અનુભવીની સલાહ લઈને આગળ વધશો તો અવશ્ય સફળતા મેળવશો. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો આવશે. જમીન-મકાનના પ્રશ્નો થોડીઘણી અડચણ બાદ હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન નવા કાર્યોની શરૂઆત માટે સમય યોગ્ય છે. કોઈક મોટી તક હાથ આવે તો ઝડપી લેશો. વ્યાપાર-ધંધામાં નાણાકીય સહાયતા મેળવવામાં સફળ થઈ શકશો. વિદેશમાં ઉચ્ચ શિક્ષા માટેની વિદ્યાર્થીઓની ઈચ્છા હવે પૂર્ણ થતી જોવા મળે. નોકરિયાત વર્ગને કામમાં થોડી રાહત મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય મળે. નાના પ્રવાસનું આયોજન સફળ થાય.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન ભરપૂર આત્મવિશ્વાસનો અનુભવ થાય. કોઈક સુખદ સમાચાર પ્રાપ્ત થાય. સમયનો ભરપૂર ઉપયોગ સફળતા અપાવશે. નોકરી-વ્યવસાયમાં અણધાર્યા કાર્યો પૂર્ણ થાય. નાણાકીય રીતે સમય ઘણો સારો રહેશે. ઘરનું વાતાવરણ પણ સુખમય બનતું જોવા મળે. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. પારિવારિક સંપત્તિની સમસ્યાઓ હલ થતી જણાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારી મહેનત અને ભાગ્ય આ સમયમાં તમને ભરપૂર સાથ આપશે. વડીલોના અનુભવ અને માર્ગદર્શનથી આગળ વધશો તો ફાવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતી વખતે થોડી કાળજી રાખવી જરૂરી. શેરબજાર સંબંધિત કાર્યોમાં સાવચેતી આવશ્યક. જમીન-મકાનના સોદાથી ફાયદો થાય. પ્રવાસ-પર્યટનથી લાભના યોગ છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ જીવનમાં ઘણાં ચઢાવ-ઉતાર પછી હવે થોડો સ્થિર સમય જોઈ શકશો. માનસિક શાંતિ સાંપડે. તમારા કેટલાક મુખ્ય કાર્યો હવે સફળતાપૂર્વક ઉકેલી શકશો. આર્થિક સ્થિતિ ધીરે ધીરે મજબૂત બનતી જોવા મળે. જોકે, ખર્ચા પર થોડો કાબૂ જરૂરી. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્ય સાથે કોઈ છેડછાડ કરશો નહીં. કોર્ટ-કચેરીના કાર્યોમાં હવે રાહત મળશે.
• મકર (ખ,જ)ઃ સ્વાસ્થ્યને કારણે હવે દિનચર્યામાં થોડોક ફેરફાર જરૂરી રહેશે. નિયમિત કસરત, યોગ્ય આહાર તેમજ ચિંતન-મનન થકી પરિસ્થિતિમાં સુધાર લાવી શકાય. વધુ પડતું કામનું ભારણ હવે છોડી દેજો. નાણાકીય રીતે કોઈ મુશ્કેલી જણાતી નથી. પરિવાર સાથે વધુમાં વધુ સમય પસાર કરો. વ્યાપારમાં કોઈ નવી યોજના હમણાં શરૂ કરશો નહીં. જે કામગીરી પેન્ડિંગ છે તે પૂર્ણ થયે ભાવિ આયોજન કરશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મનની ઈચ્છાઓને બહાર લાવો. મનમાંને મનમાં મૂંઝાશો નહીં. નકારાત્મક વિચારસરણી હવે બદલવી જરૂરી. નાણાકીય રીતે હવે તમારી મુશ્કેલીઓ દૂર કરવા જરૂરી પગલાં લેવા રહ્યા. આગળનું વિચારીને ખર્ચ કરશો. વ્યાપાર-નોકરીમાં તમારી કામગીરીમાં વધુ ચોકસાઇ આવશ્યક.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ નાણાકીય ચિંતાઓને કારણે કેટલાંક નિર્ણયો લેવામાં મુશ્કેલી વર્તાય. મિલકત સંબંધિત વ્યવહારોને સાચવીને કરશો તો આ મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. નવી નોકરીની શોધખોળ હવે પૂરી થાય. કોઈ સારી ઓફર મળશે. વ્યવસાયિક કામગીરી હવે પૂરા જોરમાં આગળ વધી શકશે. પારિવારિક અને વ્યવસાયિક બાબતોને એકબીજાથી દૂર રાખશો તો શાંતિ જળવાઈ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter