તા. 07 જૂન 2025થી 13 જૂન 2025 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 06th June 2025 09:01 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ અઠવાડિયું તમારા જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવી શકે છે. આ અઠવાડિયામાં પરિણીતોને સાસરિયાથી આર્થિક લાભ મળશે. આ સમય મિત્રો-સ્વજનો સાથે પિકનિક પર જવા માટે ઉત્તમ છે. નોકરિયાત પગારવધારાના સારા સમાચાર પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહે તમારે સારા સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત રહેવાની જરૂર રહેશે. બહારનું ભોજન ટાળીને ઘરનું પૌષ્ટિક ભોજનને પ્રાધાન્ય આપશો તો સ્વાસ્થ્ય સાચવી શકશો. પરિવારમાં મતભેદો હશે તો દૂર થશે. ભાગીદારી માટે વધુ ફળદાયી સમય. ઉચ્ચ શિક્ષણ મેળવવાનું વિચારતા હો તો વધુ મહેનત કરવી પડશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં તમારે સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી બનશે. ભાગ્ય તમને સાથ આપશે. ધૈર્યથી કામ કરવું અને જીવનની પ્રક્રિયા પર આધાર રાખીને નાણાંનું રોકાણ કરવું. આર્થિક રીતે આ સમય સારો રહેશે. વિદ્યાર્થી માટે ઉત્તમ સપ્તાહ.
• કર્ક (ડ,હ)ઃ આ અઠવાડિયે તમે ખૂબ ભાવનાત્મક બનશો. તમારા માટે લાગણીઓને કાબૂમાં રાખવાનું મુશ્કેલ બનશે. પૈસા કમાવવાની ઘણી તકો મળશે. તમારા માન-સન્માનમાં પણ વધારો થશે. શારીરિક સ્વાસ્થ્યની કાળજી લેવી વધુ યોગ્ય રહેશે.
• સિંહ (મ,ટ): શારીરિક અને માનસિક રીતે તમે સારું અનુભવશો. શિસ્તનું પાલન કરો અને આરોગ્યની બાબતમાં પણ સ્વસ્થ રહો. શાળા-કોલેજ જતી વખતે ખાસ કાળજી જરૂરી. આર્થિક રીતે થોડી મૂંઝવણ રહેશે. નોકરી-ધંધાવાળાઓએ ધ્યાનથી કામ કરવું.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં તમે કસરત કરીને શારીરિક સ્વાસ્થ્ય જાળવી શકશો. મનોરંજન અને સુંદરતા વધારવા પાછળ જરૂર કરતાં વધારે ખર્ચ કરશો નહીં. આ સમયમાં વધુ ફોનનો વધુ પડતો ઉપયોગ ટાળવો. મિત્રો સાથે ટ્રીપ પર જવાના યોગ છે.
• તુલા (ર,ત)ઃ આ અઠવાડિયે વડીલોને સ્વાસ્થ્ય વિશે સાવચેતી રાખવા સલાહ છે. આ સપ્તાહે સ્વજનો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત બની શકે છે. વિદ્યાર્થીઓ માટે મિશ્ર પરિણામ આપનારું સપ્તાહ. આપનો વિકેન્ડનો સમય ખૂબ સારો રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ અઠવાડિયે સ્વાસ્થ્યમાં સકારાત્મક પરિવર્તન અનુભવશો. સામાજિક જીવનમાં માનપાનમાં વધારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડશે. આ સમયમાં ટ્રીપ પર જવાના યોગો મજબૂત. તમારી વ્યક્તિગત બાબતોને ખુલ્લી કરવાની ટાળો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ અઠવાડિયે આરોગ્યની કાળજી જરૂરી. વધારે જમવાની ટેવ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અતિશય બહાર ખાવાના કારણે ફૂડ પોઈઝનિંગ થવાની શકયતા છે. આર્થિક સ્થિતિ થોડી નબળી રહેશે. આ સમયમાં ઘણા ઘરેલું મુદ્દાઓ તમારા મગજ પર પ્રભુત્વ જમાવશે.
• મકર (ખ,જ)ઃ માતા-પિતાને અઠવાડિયાની શરૂઆતથી જ તેમના સંતાનોની વિશેષ કાળજી લેવાની સલાહ છે. આરોગ્યની ઉપેક્ષા ખર્ચાના ખાડામાં ઉતારી શકે છે. આ અઠવાડિયે મિત્રોનો સાથસહકાર ખૂબ સારો મળશે. મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો ગુમાવી શકો છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમને શરદી-જુકામ વગેરે નાનીમોટી સમસ્યાઓ થઈ શકે છે. તમે સામાજિક કાર્યોમાં મદદરૂપ થઈ શકો છો. તમારા પ્રેમીનો સ્વભાવ વધુ અસ્થિર બની શકે છે. પરિવાર સાથે સારો સમય નીવડશે. લડાઈ-ઝઘડાનો અંત આવશે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં કાળજી લેવી જરૂરી.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે તમારે લાગણીઓને કાબૂમાં રાખવી પડશે. કોઈ લેણદાર તમારી પાસે નાણાંની ઉઘરાણી કરી શકે છે. માનસિક ચિંતાનો બોજ રહેશે. આ અઠવાડિયે તમારા પર એક કરતાં વધારે કાર્યો માટે જવાબદારી લેવી પડશે. શિક્ષણ ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને મહેનત કરવાથી શ્રેષ્ઠ પરિણામ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter