વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ સુખ અને દુઃખ જીવન નામના એક સિક્કાની બે બાજુ છે. દરેક પરિસ્થિતિનો સામનો મક્કમતાથી તેમજ ધીરજથી કરશો તો દુઃખમાંથી પણ કંઈક શીખીને એમાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે તેથી કાળજી રાખવી. વ્યવસાયિક જીવનમાં કેટલીક નવી સિદ્ધિઓ સર કરી શકશો. નોકરીમાં કામનું ભારણ વધતું જોવા મળશે. કોર્ટ-કચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ થોડી સૂઝબૂઝ સાથે આગળ વધવા સલાહ આપે છે. સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિએ થોડી હોંશિયારી દાખવવી પડશે. તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત માંગી લેશે. વ્યવસાયિક સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. આર્થિક મોરચે થોડી રાહત જોવા મળશે, પરંતુ ખર્ચાઓ પર કંટ્રોલ અનિવાર્ય રહેશે. મેનેજમેન્ટ તેમજ મેડિકલના વિદ્યાર્થીઓને શુભ સમાચાર મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ થોડાઘણા અંશે મિશ્ર પરિણામવાળું રહેશે. કામકાજના સ્થળે ફાયદો થવાના યોગ છે. સરકારી લાભ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહ્યા કરશે. કારકિર્દીની શરૂઆતમાં થોડીઘણી અડચણો જોવા મળશે, પરંતુ તમારા ધ્યેયને વળગીને આગળ વધતા રહ્યા તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન તમારા માટે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તકનો લાભ લેશો તો ફાવશો. આર્થિક તંગીમાંથી બહાર આવવા માટેના રસ્તાઓ ખૂલતાં જણાશે. નોકરી-વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કોર્ટ-કચેરીના કાર્યો હજી થોડાં વિલંબમાં પડશે. વાહન ખરીદીની ઇચ્છા સાકાર થતી જોવા મળશે.
• સિંહ (મ,ટ): આ સમય આપના માટે મિશ્ર પરિણામ આપનારો છે. કોઈક વાર અશાંતિ - બેચેનીનો પણ અનુભવ થાય. કામકાજનું ભારણ વધે. આર્થિક રીતે બેલેન્સ જાળવવું જરૂરી. ધંધાકીય મૂડીરોકાણની જોગવાઈ માટે થોડી વધુ દોડધામ કરવી પડે. જોકે એમાં સફળતા પણ મેળવી શકશો. જમીન-મકાનના કાર્યોમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં ચર્ચા આગળ વધતી જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ રોજિંદી જીવનશૈલીમાં બદલાવ જરૂરી રહેશે. આર્થિક રીતે આ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા ખર્ચા આવી શકે છે. જોકે સામે આવકની જોગવાઈ પણ કરી શકશો. કૌટુંબિક રીતે કોઈ વિવાદોમાં ઘેરાયેલા હશો તો એમાંથી હવે બહાર નીકળી સકશો. બિલ્ડીંગ વ્યવસાયમાં તેમજ રસાયણ કે પ્રવાહી વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે તેજીનો સમય પુરવાર થાય. નોકરીમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે.
• તુલા (ર,ત)ઃ સ્વાસ્થ્ય સંબંધિત થોડીક સમસ્યાઓ આ સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે. જોકે યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ તમને એમાંથી બહાર લાવી શકશે. નાણાકીય મામલે વિચારીને આગળ વધશો. નાહકના ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી. વાહન ચલાવતા વેળા સાવધાની જરૂરી. વ્યવસાયિક કામગીરીમાં નવા મૂડીરોકાણ તેમજ નવા પ્રોજેક્ટથી ફાયદો થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય દરમિયાન તમે મન શાંતિ રાખીને તેમજ દૃઢતાથી આગળ વધશો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે સક્ષમ બની શકશો. આવકની રીતે હવે થોડી ઘણી રાહત રહેશે. જરૂરી નાણાકીય જોગવાઈ કરવા માટે યોગ્ય રસ્તા મળી રહેશે. જો આ સમય દરમિયાન ઘર કે કોઈ પ્રોપર્ટી ખરીદી રિલેટેડ વાતો ચાલી રહી હશે તો આપ ફાયદામાં રહેશો. વ્યવસાય-રોજગાર સંબંધિત કામગીરીમાં થોડી મહેનત વધારવી જરૂરી રહેશે. કોર્ટ-કચેરીમાં વિજય મેળવશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે આપના ગ્રહયોગોને આધિન ભાગ્યોદય જોઈ શકાય. નસીબ સાથ આપતું જોવા મળે. આપના દ્વારા નિવેશ કરેલા નાણાં થકી સારોએવો ફાયદો જોઈ શકશો, જે તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો કરે. નોકરીના ક્ષેત્રમાં થોડાઘણો નકારાત્મક પ્રવાહ જોઈ શકશો. જોકે હિંમત હાર્યા વગર તમારી મહેનત અને લગનથી કાર્ય કરે રાખશો તો અંતમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ખનીજ-પેટ્રોલ તેમજ સોના-ચાંદીના વ્યાપારમાં તેજી જોવા મળે.
• મકર (ખ,જ)ઃ બીજાને ખુશ કરવામાં તમે તમારી પોતાની ખુશીને બરબાદ ન કરશો. એવું કોઈ પ્રોમિસ કરશો નહિ જે તમે પાળી ન શકો. આર્થિક રીતે ફાયદો થાય, પરંતુ તમારી અપેક્ષા કરતાં ઓછો હશે. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો થકી પરિસ્થિતિમાં થોડોઘણો સુધાર લાવી શકશો. સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહેશે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર આપને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અઠવાડિયા દરમિયાન મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. તમારા ભૂતકાળના અનુભવો અહીં કામ લાગે. નાણાકીય રીતે મહદઅંશે સમસ્યાઓ મહદઅંશે દૂર થાય. નવા રોકાણો કરવાના વિચારો હજી માંડી વાળવો પડે. વ્યવસાયમાં તમારા ભાગીદાર સાથે સંબંધોમાં ખેંચતાણ જોવા મળે. નોકરીયાત વ્યકિતને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરવી પડશે. સંયમ જાળવીને કાર્ય કરે રાખશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહે આરોગ્યની દૃષ્ટિએ થોડીઘણી રાહત વર્તાશે. માનસિક રીતે પણ શાંતિનો અનુભવ કરશો. આર્થિક રીતે સ્થિતિ વધુ સારી બને. લોન માટે એપ્લિકેશન કરી હોય તો એ મંજૂર થવાના યોગ છે. વ્યવસાય-ધંધામાં જરૂરી આર્થિક જોગવાઈ ઉભી કરી શકશો. નોકરીમાં તમારા હિતશત્રુઓથી સાવધાન રહેશો. વિદ્યાર્થીઓ માટે થોડાઘણા અંશે મુશ્કેલીવાળો સમય છે.


