તા. 07 માર્ચ 2026થી 13 માર્ચ 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Wednesday 04th March 2026 07:56 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન થોડી એકલતાનો અનુભવ થાય. તમારા પરિવારનો સાથ મેળવવાની ઇચ્છામાં થોડી ખોટ જણાય. વાહનથી આ સમયમાં સાચવીને રહેવું. નાણાકીય બાબતોમાં કસોટી થાય. જોતે તમારી મહેનતનું પરિણામ સકારાત્મક રહેશે. વડીલો તેમજ મિત્રોના સલાહસૂચનની વ્યવસાયમાં જરૂર પડશે. નોકરીમાં ઉપરી અધિકારી સાથે મતભેદની શકયતા રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ હવે આળસ ખંખેરી તનતોડ મહેનત કરવાની જરૂર રહેશે. આસપાસનું વાતાવરણ બદલવા પણ સલાહ રહેશે. આર્થિક રીતે આ સમયમાં આપની જરૂરત મુજબના નાણાં મેળવવામાં સફળ રહેશો. વ્યવસાયિક રોકાણો માટેની પણ જરૂરિયાત પૂર્ણ થાય. લગ્નવાંચ્છુક માટે હવે સમય આવી ગયો છે. વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી વ્યૂહરચના બનાવી જરૂરી રહેશે. તબિયત થોડી ઉપરનીચે થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આપના માટે આગામી સપ્તાહ સારું રહેશે. કેટલીક સમસ્યાનો સામનો કરવો પડે, પરંતુ દરેક કસોટી સફળતાપૂર્વક પાર પાડી શકશો. સત્તા અને સરકાર સાથે જોડાયેલા વ્યક્તિઓની આ સમયમાં કસોટી થાય. વ્યાપાર સંબંધિત કાર્યો માટે પ્રવાસ પણ કરી શકો છો, જે શુભ પરિણામ આપશે. નોકરિયાતને કોઈ મોટા પ્રોજેક્ટ્સ પર કામ આગળ વધારવાની તક મળશે.
• કર્ક (ડ,હ)ઃ બિનજરૂરી કાર્યો પર ધ્યાન આપવાનું ટાળજો, નહીંતર સમય બરબાદ થઈ શકે છે. નોકરી કે વ્યવસાયમાં આ સમય દરમિયાન થોડું સાચવીને આગળ વધવું. ખોટા નિર્ણયોને કારણે તમારી બદનામી થાય એવી શક્યતા છે. આ સપ્તાહમાં પૈસાની લેવડદેવડ કરતી વખતે પણ ખૂબ ધ્યાન રાખવી જરૂરી. મકાનમિલકતના કામકાજો હજી થોડા લંબાય. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં શુભ સમાચાર મળી શકે છે. જીવનસાથીની ભાવનાનું સન્માન કરવું જરૂરી.
• સિંહ (મ,ટ): આ સપ્તાહે સ્વાસ્થ્ય ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી. ખોરાક, વ્યાયામ, મેડિટેશનથી તમારા સ્વાસ્થ્યને સુધારી શકશો. આર્થિક ક્ષેત્રે કોઈ અણધાર્યા લાભની શક્યતા છે. કૌટુંબિક જવાબદારીને લઈને તમારી થોડી ચિંતા વધતી જોવા મળે. વ્યવસાય-ધંધામાં ભાવુક બનીને કામગીરી કરવી નહીં. કારકિર્દીમાં હવે તમારી પ્રગતિ થતી જોઈ શકશો. નવા મકાનની શોધખોળ પૂરી થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહના ગ્રહયોગો તમારા પક્ષમાં રહેશે. નવી કામગીરી હાથ ધરી શકશો. નાણાકીય મામલે આયોજન મુજબ કામ કરશો તો ફાવશો. ધંધા-વ્યવસાયમાં તેજીનો સમય આવી રહ્યો છે. પ્લાનિંગ સાથે કામગીરી આગળ ધપાવશો. ભાગીદારીના કાર્યોમાં સફળ થવાય. લગ્નપ્રસંગ કે કોઈ માંગલિક પ્રસંગને કારણે વ્યસ્તતા વધશે. નોકરીના કામથી બહાર આવવા-જવાનું થોડું વધુ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય શારીરિક રીતે તમને વધુ મજબૂત બનાવશે. સમસ્યાનો હવે અંત આવતો જણાશે. તમારા પ્રયત્નો સફળ થતાં જોઈ શકશો. કામગીરી તેમજ અંગત જીવન વચ્ચેનું સંતુલન પણ જાળવી શકશો. આર્થિક રીતે સમય થોડો ખર્ચાળ રહેશે. જોકે સામે એવી આવક પણ મેળવી શકશો. ધાર્મિક પ્રવૃત્તિમાં પણ ભાગ લઈ શકો છો. ધંધા-ઉદ્યોગમાં કોઈ ચોક્કસ ધ્યેય નક્કી કરીને આગળ વધો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ ઘણીખરી બાબતે આપના માટે ફાયદકારક રહેશે. લાંબા સમયથી અટવાયેલાં નાણાં હવે પરત મળશે. આર્થિક બાબતમાં હવે રાહત વર્તાય. પરિવારનો સાથસહકાર હંમેશાં તમારી સાથે રહેશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળે એવા ચાન્સ છે. સ્વાસ્થ્યને લઈને નાની નાની સમસ્યા રહેશે. વિદ્યાર્થીઓ માટે થોડું કપરું સપ્તાહ છે. વાહન અંગેની સમસ્યાનો ઉકેલ પ્રાપ્ત કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે કોઇ પણ કામગીરી થોડી જોઈજાળવીને કામગીરી કરવી. સહયોગીઓ સાથે સંબંધ સાચવીને આગળ કામ કરવું નહીં તો કેટલાક સ્વાર્થી વ્યક્તિ તમારા કામમાં દખલ પહોંચાડી શકે છે. આર્થિક મામલે કોઈ નુકસાની રહેશે નહીં. પરિવારને પણ હવે પૂરતો સમય આપવાની જરૂરિયાત છે. જીવનસાથી સાથેના અણબનાવ દૂર થાય. કારકિર્દીની શરૂઆત કરનારા માટે ગોલ્ડન સમય આવી રહ્યો છે.
• મકર (ખ,જ)ઃ તમારી તબિયતને લઈને ચિંતા વધતી જોવા મળશે. નકારાત્મક વિચારો વધે. થોડીઘણી પણ બેકાળજી દાખવશો તો નુકસાનના યોગ છે. આર્થિક મુદ્દે કેટલાક પડકારો આવી શકે છે. જોકે તમારા ભૂતકાળના અનુભવ કે આયોજન અહીં કામ લાગશે. વ્યવસાયિક ભાગીદારીમાં ફાયદો થાય. નવા કાર્યોની શરૂઆત કરી શકશો. વિદ્યાર્થીને પણ આ સમયમાં શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારા માટે ખૂબ ફાયદાકારક સપ્તાહ. લાંબા સમયથી વિચારો છો તે મુસાફરી - પ્રવાસ હવે થશે. સરકારી ક્ષેત્રે કાર્યરત વ્યક્તિ મહત્ત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય થકી પ્રગતિ હાંસલ કરશે. . માતાપિતા - વડીલોનો સાથસહકાર મળી રહેશે. વણઉકેલ સમસ્યાનો હવે અંત લાવી શકશો. ઉદ્યોગ-ધંધામાં કોઈ મોટાં રોકાણો કે નવી ભાગીદારીની ઇચ્છા પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય કાઢી તમારા સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું જરૂરી છે. વધુ પડતું કામ થાક અને તણાવની સ્થિતિ સર્જી શકે છે. અંગત જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીનો હવે અંત આવશે. કારકિર્દીમાં નવા મહત્ત્વપૂર્ણ બદલાવ જોવા મળશે. નોકરી-ધંધામાં સ્થિતિ તમારી તરફેણમાં બદલાતી જોઈ શકશો. પ્રવાસ-પર્યટનના યોગ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter