તા. 09 ઓગસ્ટ 2025થી 15 ઓગસ્ટ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 08th August 2025 05:55 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક તાણને કારણે મનમાં બેચેની વર્તાશે. ખોટી ચિંતાને કારણે અશાંતિ રહે. અણધાર્યા ખર્ચ આવી પડશે. ધંધાકીય દષ્ટિએ વધુ સારું સપ્તાહ. નોકરીમાં બઢતીના યોગ છે. સ્થળાંતરની શક્યતા છે. જમીન-મકાનમાં નાણાં રોકતાં પહેલાં વિચાર કરવો જરૂરી. વડીલોની મદદ મળી રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આનંદમય પસાર થશે. સહનશક્તિ રાખવાથી તાણ ઘટશે. સામાન્ય નાણાકીય અવરોધો સામાન્ય રહેશે. આર્થિક સદ્ધરતા સારી રહે. મકાનની ફેર-બદલીની શક્યતા છે. સ્વજનોના આરોગ્યની ચિંતા રહે. સંતાનોની મદદ મળશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડે. વેપાર-ધંધામાં સફળતા સાંપડે.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધે. ધાર્યું કામ પાર ન પડવાથી તાણ વધશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળે. વેપાર-ધંધામાં આ સમય સારો છે. પ્રવાસના યોગો બળવાન છે. કૌટુંબિક બાબતોના કારણે વિચારોમાં મતભેદ સર્જાય. કોર્ટ-કચેરીના કામમાં વિલંબ આવે.

• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક મૂંઝવણોનો ઉકેલ આવશે. નાણાકીય સ્થિતિ સારી રહેશે. નોકરી અંગે મહત્વના નિર્ણયો લઈ શકશો. વેપાર-ધંધામાં વૃદ્ધિ થાય. કૌટુંબિક સંપત્તિનો વિવાદ ઉકેલાય. શુભ પ્રસંગોથી આનંદ મળે. વડીલોપાર્જિત સંપત્તિના યોગ છે. બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખવી. નવા કામકાજોનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે.

• સિંહ (મ,ટ): આ સમયમાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેતા જણાશે. નાણાકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. આર્થિક પરિસ્થિતિ સુધરવાના પ્રયત્નો ફળશે. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાશે. સ્નેહી-સ્વજનોનો સહકાર મળે. સંતાનોની સમસ્યા હલ થાય. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થાય. પ્રવાસના યોગો બળવાન બનશે. આકસ્મિક લાભ મળશે. વેપાર-ધંધામાં નવી તકોનું સર્જન.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે પ્રોત્સાહિત પરિસ્થિતિનું નિર્માણ થશે. તમારા માર્ગ આડે આવતાં અંતરાયો દૂર થતાં જણાય. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ મળશે. નોકરિયાતોને આર્થિક રીતે સારું રહેશે. શેરસટ્ટામાં રોકાયેલા નાણાં અટવાઇ શકે છે. અદાલતી કામોમાં સફળતા મળશે. સંતાનોની મદદ મળી રહેશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન આનંદ-ઉલ્લાસ વર્તાય. અધૂરાં કામકાજો પૂરા થશે. સામાન્ય આર્થિક તંગી વર્તાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે. વેપાર-ધંધામાં સામાન્ય અવરોધો આવશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થાય. સુખ-સગવડના સાધનોની ખરીદી થશે. ઉચ્ચ વર્ગથી સારું લેણું રહેશે. સંતાનોના મામલે મૂંઝવણ રહે. વિદ્યાર્થીઓને સફળતાના યોગ છે. પ્રવાસ કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં મનોદશા મૂંઝવણ ભરેલી રહે. નિર્ણયો લેવામાં વિલંબ થાય. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. નોકરીમાં સહકર્મચારી સાથે મનદુઃખ થાય. જમીન-પ્રોપર્ટી સુખ સારું રહેશે. વડીલોની મદદ મળે. સંતાનોની ચિંતા રહે. દેશ-વિદેશના પ્રવાસો થાય. મિત્રોની મદદ મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે નિર્ણયો લેવામાં અવઢવ જણાય. આર્થિક પરિસ્થિતિ સારી થશે, પરંતુ આવકના પ્રમાણમાં ખર્ચ વધવાના યોગ છે. આકસ્મિક ખર્ચાઓ આવી શકે છે. વડીલો સાથે વિચારોમાં મતભેદ સર્જાય. ઉતાવળા નિર્ણયો લેવાથી નુકસાન થઈ શકે છે. જીવનસાથીનો સહકાર મળશે. આરોગ્યના મામલે ચિંતા જણાશે.
• મકર (ખ,જ)ઃ આ સમય મનોબળ મક્કમ રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે ધીમો, પણ વિકાસ થતો જણાશે. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ આવશે. નોકરિયાતને બઢતી અને બદલીના પ્રસંગો આવી શકે છે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. નવા વાહનની ખરીદી માટે સમય સારો છે. પ્રિયજન અને મિત્રોનો સહકાર મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ચિંતાનો બોજ હળવો થશે. તમારો પુરુષાર્થ સફળતા અપાવશે. ખર્ચના પ્રસંગો આવશે, તેથી નાણાંકીય ભીડ જણાય. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. ધંધાકીય પરિસ્થિતિ યથાવત્ રહેશે. આળસ કરશો નુકસાન થવાના યોગો વધશે. વડીલોપાર્જિત પ્રોપર્ટીના મામલે સુખ સારું રહેશે. સંતાનોની ચિંતા થાય. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. પ્રવાસના યોગો સર્જાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહમાં માનસિક વ્યથા કે બેચેની જણાય. સતત કાર્યરત રહીને જ ચિંતામાંથી છૂટી શકશો. મકાન-મિલકતનું સુખ સારું રહેશે. પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ લાભદાયક પુરવાર થાય. નોકરિયાતોને સારો લાભ થશે. સામાન્ય અવરોધો રહેશે. સ્નેહી-સ્વજનોથી મદદ મળશે. સંતાનો મદદરૂપ બનશે. પ્રવાસના યોગો સર્જાય. વિદ્યાર્થીઓ માટે સારો સમય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter