તા. 1 જુલાઇ 2023થી 7 જુલાઇ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 30th June 2023 09:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ ઊર્જા તથા આત્મવિશ્વાસથી ભરપૂર સપ્તાહ. દરેક મુશ્કેલીને તમારી સૂઝબૂઝથી હલ કરી શકશો. વ્યવસાયમાં કોઈ નજીકની વ્યક્તિ સાથે ભાગીદારીની ઈચ્છા હશે તો એ હવે પૂરી થશે. નવા કોન્ટ્રોક્ટ પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં કામનું ભારણ વધતું જોવા મળે. નવું વાહન ખરીદવાના યોગ બળવાન છે. સ્વાસ્થ્યને લઈને તમારી સજાગતા વધુ પ્રબળ બનશે. જીવનસાથી સાથે તાલમેલ જળવાઈ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ થોડીઘણી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે. જોકે, તમારા નિર્ણય ઉપર અડગ રહેશો તો ફાવશો. કામની જગ્યા પર થોડું વધુ ફોકસ જરૂરી બની રહેશે. દરેક કામની જગ્યા પર થોડું વધુ ફોકસ જરૂરી બની રહેશે. દરેક પાસાંઓને બારીકાઈથી તપાસીને આગળ વધવાની સલાહ રહેશે. પરિવારજનો સાથે કોઇ મતભેદ હોય તો દૂર કરીને સંબંધોની મીઠાશ વધારવાની કોશિશ તમારે જ કરવી પડશે. વિઝાને લગતા પ્રશ્નો હવે દૂર થતાં જોવા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ કામ અને પરિવાર વચ્ચેનું સંતુલન જાળવી રાખવામાં અનુભવ ઉપયોગી થઈ પડશે. ચિંતા અને પરેશાની ઓછી થતી જોઈ શકશો. મિત્રો અને સંબંધીઓ હંમેશા સાથ નિભાવશે. નોકરીમાં બઢતી માટેની તક બળવાન બનશે. વ્યાપારિક ક્ષેત્રમાં જવાબદારી વધતી જોવા મળશે. કોઈ નવું યુનિટ શરૂ કરી શકો છો. પાર્ટનર સાથે અણબનાવ હોય તો તેને દૂર કરવાના પ્રયત્નોમાં તમે પહેલ કરી શકો છો.

• કર્ક (ડ,હ)ઃ તમારી વિનમ્રતાને કારણે સમાજમાં માન–સન્માન જળવાયેલું રહેશે. દરેક કાર્યને સમજીવિચારીને શાંતિથી પૂરું કરી શકશો. અવિવાહિત પાત્રોને વડીલોના આશીર્વાદથી યોગ્ય પાત્ર શોધવામાં સફળતા મળે. મકાનના રિનોવેશન બાબતમાં હજી વિલંબ જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા કાર્યની પ્રશંસા થતી જોઈ શકશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણા કરી શકશો. તમારી કાર્યશૈલીમાં પણ સારા એવા ફેરફાર જોવા મળે. નાણાંકીય કામગીરીની જવાબદારી તમારા શિર પર રહેશે, જેમાં પરિવારની મદદ મેળવી શકશો. વ્યવસાયમાં પરિસ્થિતિને અનુકૂળ થઈને થોડી ધીરજ રાખી કામગીરી કરવી જરૂરી. કારકિર્દી વિષયક નિર્ણય લેતાં વખતે કોઈ યોગ્ય વ્યક્તિની સલાહ લઈ આગળ વધશો તો લાભમાં રહેશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આસપાસનું વાતાવરણ તમારો ગુસ્સો વધારે, જે તમારા મન પર ભાર પણ વધારશે. જે કંઈ પણ ખોટું થયું હોય તેને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરવો. નાણાકીય રીતે થોડીઘણી રાહતવાળી પરિસ્થિતિ રહેશે. બાકી લેણાં પરત મળે. કાર્યસ્થળ ઉપર કામ કરવા માટે તમારે કોઈ નવી યોજનાઓ બનાવવી પડશે. પરિવાર સાથે વીકેન્ડ ટુરનું પણ આયોજન કરી શકો છો.
• તુલા (ર,ત)ઃ સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા હશે તો તેનો હવે અંત આવશે. મુશ્કેલીનો સમય હવે દૂર થતો જોઈ શકશો. આર્થિક મામલે બેલેન્સ બનાવવામાં સફળ થશો. જો કોઈ મોટી ખરીદી કરવાનું વિચારતા હો તો થોડી રાહ જોવી જરૂરી. નોકરી- વ્યવસાયમાં તમારા પ્રતિસ્પર્ધીઓ હવે શાંત થાય. સમયનો સાથ મેળવી શકશો. થોડી અધ્યાત્મિક વિચાસરણી ઉપર પણ ધ્યાન રાખશો તો બાકીની સરળતા આપોઆપત થતી જણાશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ શારીરિક અને માનસિક રીતે આ સમય સારો છે. શિસ્તબદ્ધ જીવન રાખશો તો દરેક કાર્યમાં સફળ થઈ શકશો. આર્થિક ખર્ચાને પહોંચી વળવા માટેના નવા રસ્તા શોધવામાં સફળ થશો. થોડુંક આયોજનથી ચાલશો તો કોઈ મુશ્કેલી રહેશે નહીં. વ્યવસાયમાં થોડીઘણી કાળજી રાખવી જરૂરી, નહીં તો કોર્ટ–કચેરીના ચક્કરમાં ફસાવાનો ભય રહેશે. નોકરિયાત વ્યક્તિઓને બઢતીના ચાન્સ રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન આપ સફળતા પ્રાપ્ત કરી શકશો. જે તમારો ઉત્સાહ તેમજ કામનો જોશ પણ વધારે. અગત્યના નાણાકીય પ્રશ્નો પણ હલ થતાં જોવા મળે. લેણાંદેણાં હવે સરભરી કરી શકશો. નોકરિયાત વર્ગને પ્રગતિ આડેના અંતરાયો દૂર થાય. તમારી મહેનત સફળ થતી જોવા મળે. ધંધા-ઉદ્યોગ જગતમાં કોઈ મોટાં પ્રોજેક્ટ્સ હાથ લાગશે. ઘરમાં માંગલિક પ્રસંગોને કારણે હલચલ વધે.

• મકર (ખ,જ)ઃ આ સમય ઉદ્વેગ અને ઉચાટ વધારતો જોવા મળશે. વિચારોને થોડા કાબૂમાં રાખવા જરૂરી રહેશે. જોકે, નાણાંકીય દૃષ્ટિએ વાતાવરણ સાનુકૂળ બનતું જોવા મળે. વ્યાપાર–ધંધામાં પરિસ્થિતિમાં થોડુંક ઉપર–નીચે થાય, પરંતુ કોઈ નુકસાન રહેશે નહીં. નોકરીમાં નવી જગ્યાએ એપ્લિકેશન કરી હશે તો એના સકારાત્મક પરિણામ જોઈ શકશો. લગ્નવિષયક બાબતોની ચિંતાઓ દૂર થાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારી મહત્ત્વકાંક્ષાઓ પૂરી થતી જોઈ શકશો, જે તમારી અંદર ઉત્સાહ અને સ્વસ્થતામાં વધારો કરશે. ધારેલી યોજનાઓ પરિપૂર્ણ થાય. જરૂરી આર્થિક વ્યવસ્થા માટેના તમારા પ્રયત્નો સફળ થાય. ધંધાકીય વ્યવહારોમાં પણ સાનુકૂળતા થતી જોવા મળે. અટકેલા કામકાજ કે કાયદાકીય ગૂંચવણ દૂર કરી શકાશે. નોકરિયાત વર્ગને કોઈ સમસ્યાઓ હશે તો એ દૂર થાય. બઢતી મળવાના પણ ઉજળા સંજોગો છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ચિંતાના વાદળો હવે દૂર થતાં તેમજ સમયની સાનુકૂળતાને કારણે માનસિક સ્થિતિ હળવી બને. હવે તમે કોઈ નવા કાર્યોની શરૂઆત કરી શકશો. આર્થિક જવાબદારીમાં તમારી મૂંઝવણો દૂર થાય. આવકના નવા સાધનો પ્રાપ્ત થઈ શકશે. નોકરી-ધંધામાં પણ પરિસ્થિતિ સાનૂકૂળ બનતી જોઈ શકશો. ઈમિગ્રેશનને લગતાં કામકાજો જો અટવાયેલાં હશે તો હવે એમાં પણ સફળતા પ્રાપ્ત કરી શકશો. નાના પ્રવાસનું આયોજન શક્ય બનશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter