તા. 10 જાન્યુઆરી 2026થી 16 જાન્યુઆરી 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th January 2026 09:03 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ નવું શરૂ થયેલું વર્ષ તમારા માટે ફળદાયી સાબિત થશે. સપ્તાહ દરમિયાન તમારું કોઈ વિશેષ કાર્ય સફળ થશે. તમારા કાર્યક્ષેત્રે તમારી આવડત અને યોગ્યતાને કારણે વાહ વાહ થાય. વ્યાપારમાં થોડી કાર્યકુશળતા વધારવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. નવા વર્ષને આનંદ-ઉલ્લાસ સાથે માણી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારા લક્ષ્યની એકદમ નજીક પહોંચી ગયા છો એવો અનુભવ આ સપ્તાહે થાય. વ્યવસ્તતામાં વધારો જોવા મળશે. પરિવારના લોકો સાથે સુખદ સમય વ્યતીત કરશો. તમારી મહેનતનું પરિણામ તમારા વ્યવસાયના ક્ષેત્રમાં પ્રાપ્ત કરી શકશો. નોકરીમાં થોડી ટેન્શનવાળી પરિસ્થિતિ રહેશે. સ્વાસ્થ્ય સંબધિત સમસ્યાનો ધીરે ધીરે ઉકેલ આવતો જણાશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ 2026નું વર્ષ આપના વ્યક્તિત્વને વધુ નિખારશે. નવી બાબતો અથવા નવા કાર્યો તરફ તમારું ધ્યાન કેન્દ્રિત થાય. વ્યવસાય-ઉદ્યોગમાં બધી જવાબદારીનો ભાર જાતે લેવાની જગ્યાએ થોડું બીજા ઉપર પણ નાંખવાની જરૂર છે. અપરિણીતોને મનગમતું પાત્ર મળવાના યોગ છે. કામની સાથે સાથે હવે તમારા સ્વાસ્થય ઉપર પણ ધ્યાન આપવાની જરૂર છે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ મોટી આર્થિક સમસ્યા ઉકેલાશે. પરિવારના સભ્યો વચ્ચે તમારું માન-સન્માન વધશે. જીવનસાથી સાથે સંબંધ સુધરતા જોવા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે કરાયેલા પ્રયાસને લીધે મનપસંદ જગ્યાએ એડમિશન મેળવી શકશો. આરોગ્યને લઈને થોડી મુશ્કેલી વધે. શરીરનો દુઃખાવો અને સ્નાયુ દર્દની સમસ્યા સતાવશે.
• સિંહ (મ,ટ): આ સમય કંઈક નવું શીખવામાં પસાર થાય. કાર્યમાં વિજય પ્રાપ્તિથી આનંદ અનુભવશો. જોકે બીજી બાજુ કંઈક અશુભ બનાવને કારણે મન થોડું બેચેન બનશે. વ્યવસાય-નોકરીમાં સહકર્મચારી સાથે સંબંધ સુધરે. તમારું પ્રભુત્વ વધે. આર્થિક રીતે કોઈ મુશ્કેલી રહેશે નહીં. છતાં ખર્ચા ઉપર કંટ્રોલ જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કોઈપણ કાર્ય અંગે આખરી નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વ્યક્તિ સાથે સલાહ-વિચારણા જરૂર કરી લેશો. તમારું ધ્યેય નક્કી કરી આગળ વધશો તો ફાવશો. કરિયર સંબંધિત મહત્ત્વપૂર્ણ મદદ પ્રાપ્ત થશે. અપરિણીતને હવે ચિંતા દૂર થતી જણાય, યોગ્ય પાત્ર મેળવશો. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતા વધતી જોઈ શકશો.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં કોઈક અંગત વ્યક્તિની સમસ્યા ઉકેલવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. આર્થિક દૃષ્ટિએ બિનજરૂરી ખર્ચને ટાળજો. વ્યાપારમાં થોડો વધુ પ્રચાર-પ્રસાર જરૂરી બને. કાર્યક્ષેત્રે હવે થોડી હળવાશ વર્તાય. કાર્યભાર ઓછો થતો જોઈ શકશો. મકાન રિનોવેશનના કામકાજમાં હજી થોડી વધુ વિલંબ જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારા કાર્યક્ષેત્રે લોકો દ્વારા થઈ રહેલા વિરોધને બાજુ પર મૂકી તમારા નિર્ણય લઈ આગળ વધશો તો અચૂક સફળ થશો. થોડી મુશ્કેલીઓ પણ વધશે, પરંતુ અનંત સુધી પહોંચવાના તમારા પ્રયત્નો સફળ થાય. જીવનમાં થોડું ડિસિપ્લીન જરૂરી રહેશે. સંબંધોમાં તમારી અપેક્ષાઓને કારણે બીજાને દુઃખ ન થાય તેનું ધ્યાન રાખજો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહ ઘરના માંગલિક પ્રસંગોના આયોજનમાં વ્યસ્ત બનતું જોઈ શકશો. ખરીદારીમાં સમય વધુ વ્યતીત થાય. સમયનો ભરપૂર ઉપયોગ કરી લેજો. વ્યવસાય-નોકરીમાં થોડું પદ્ધતિસર કામકાજ કરવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને પોતાના ઉચ્ચ અભ્યાસના ડ્રીમ પૂરા કરવા માટે થોડી વધુ દોડધામ કરવી પડશે. મહેનત પણ અહીં જરૂરી બનશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ દરમિયાન થોડી ઉતાર-ચઢાવવાળી પરિસ્થિતિ રહેશે. આર્થિક બાબતોમાં થોડું ટેન્શન વધતું જોવા મળે. કોઈ અણધાર્યા ખર્ચા આવી શકે છે. વ્યવસાયિક રીતે કોઈ પણ નિર્ણય લેતા પહેલાં એનાં ફાયદાઓ પણ ચકાસી લેજો. લગ્નજીવનમાં મધુરતા લાવવા માટે પાર્ટનર સાથે ચર્ચાવિચારણા કરવી આવશ્યક બનશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહ વારસાગત સંપત્તિને લગતા વિવાદોમાં ઉકેલ લાવનાર સાબિત થાય. થોડું નુકસાન પણ ભોગવવું પડે, પરંતુ સમસ્યાનો ઉકેલ લાવી શકશો. કાર્યક્ષેત્ર ઉપર વાતચીતમાં અથવા તો તમારી વાણી ઉપર કંટ્રોલ રાખજો. વ્યાપારમાં વર્તમાન સ્થિતિ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરવાથી ફાયદો થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ વ્યક્તિગત તેમજ સામાજિક જીવન વચ્ચે સંતુલન જાળવી રાખજો, નહીં તો નુકસાની તમારે જ વેઠવી પડશે. વ્યવસાયમાં તમારા નિર્ણયોને સ્પષ્ટ રીતે રજૂ કરવા પડે. નોકરિયાત વર્ગને આ સમયમાં થોડી રાહત રહેશે. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આર્થિક સ્થિતિ સુધારતી જોવા મળે. વાહન ખરીદીની ઇચ્છા પૂર્ણ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter