તા. 10 સપ્ટેમ્બર 2022થી 16 સપ્ટેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th September 2022 06:23 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન મનોસ્થિતિ સામાન્ય રહેશે. થોડીઘણી નિરાશાઓ રહેશે. આવકની સ્થિતિ સારી રહેશે. નાણાંકીય વ્યવહાર જોઈવિચારીને કરવો. સ્નેહી-સ્વજનોની મદદ મળી રહેશે. મિત્રો પર અતિ વિશ્વાસ ન રાખવો. કૌટુંબિક જવાબદારી આપના માથે રહેશે. સંતાનોની સામાન્ય ચિંતાઓ રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન મનોબળ મક્કમ રહેશે. શરૂઆતના સમયમાં ચડાવ-ઉતાર આવશે. આરોગ્ય સારું રહેશે. નાણાંકીય સુખ મધ્યમ રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચાઓ વધુ રહેશે. નોકરી-ધંધામાં સારું રહેશે. ઉચ્ચ અધિકારીઓની મદદ મળી રહેશે. પ્રવાસ-પર્યટન થશે. મિલકતની ખરીદી કરી શકશો. વિદ્યાર્થી વર્ગને સામાન્ય અવરોધો રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ દરમિયાન માનસિક સ્થિતિમાં બદલાવ આવશે. નવી આશા બંધાશે. તમારી ઈચ્છા મુજબ કાર્ય કરી શકશો. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. આવક વધારવા માટે મહેનત કરવી પડશે. ભાગીદારીથી મધ્યમ લેણું રહેશે. અવિવાહિતોની લગ્નની ઈચ્છા પૂરી થાય. વડીલોની મદદ મળી રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં ચિંતાને કારણે માનસિક શાંતિ ગુમાવશો. સ્નેહી-સ્વજનોની તબિયત અંગે થોડી ચિંતા રહેશે. આર્થિક દ્રષ્ટિએ સારું રહેશે. બીજાને આપેલા નાણાં પરત મળશે. પ્રોપર્ટીની ખરીદી કરી શકશો. ધંધાકીય પ્રવાસમાં સફળતા મળશે. સંતાનો માટે વિદેશના યોગો રહેશે. ધંધામાં ચડાવ-ઉતાર રહેશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન ચિંતાઓ દૂર થતી જણાશે. નોકરિયાત વર્ગ માટે ઉચ્ચ અધિકારીઓથી સારું લેણું રહેશે. પૈતૃક સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવશે. નવી પ્રોપર્ટી વસાવી શકશો. શુભ પ્રસંગો માટે ખર્ચ થશે. સંતાનો માટે સમય સારો રહેશે. યાત્રા-પ્રવાસના યોગો બળવાન બનશે. વડીલોની ચિંતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ આનંદમય બની રહેશે. માનસિક સંયમ અને શાંતિ રાખવી. અન્ય મૂંઝવણોનું નિરાકરણ આવશે. આપની આર્થિક સ્થિતિ સારી રહેશે. લેવડદેવડ ઉપર ધ્યાન આપવું. નોકરી અંગે થોડી તકલીફ કે બદલીના યોગો બળવાન બનશે. વ્યવસાય ક્ષેત્રે સારું રહેશે. આરોગ્ય બાબતે થોડી ચિંતા રહેશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે તમે કોઈ નવી કામગીરી કરી શકશો. માનસિક શાંતિ વર્તાશે. આર્થિક સુખ સારું રહેશે, પરંતુ મહેનત વધારે કરવી પડશે. ધંધામાં થોડું નુકસાન જવાની શક્યતા રહેશે. મિલકત અંગે થોડી સમસ્યા રહેશે. મકાનનું સુખ સારું રહેશે. વાહનની ખરીદી થઈ શકશે. બાળકોની ચિંતા રહેશે. વડીલોની મદદ મળશે. તંદુરસ્તી અંગે થોડી ચિંતા રહે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન માનસિક ચિંતાઓથી દૂર રહેશો. પુરુષાર્થ કરવાથી સફળતા મળી શકશે. આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. નાણાંકીય રીતે કાળજી રાખવી હિતાવહ રહેશે. મકાનની ફેરબદલી કરી શકશો. નવી મિલકત ખરીદી શકશો. સંતાનોના અભ્યાસની ચિંતા રહેશે. ધાર્મિક યાત્રા-પ્રવાસ થશે. નોકરિયાત વર્ગને સંઘર્ષ કરવો પડશે. તંદુરસ્તી સારી રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય દરમિયાન કોઈ નવી કામગીરી કરી શકશો, જેનાથી આર્થિક સુખાકારી સારી રહેશે. નોકરી-ધંધામાં સારું રહેશે. થોડો ચઢાવ-ઉતાર આવશે. કૌટુંબિક મદદ સારી મળી રહેશે. ભાતૃવર્ગથી પણ સારું રહેશે. વડીલોની તંદુરસ્તી અંગે થોડી ચિંતા રહેશે. સંતાનોનો અભ્યાસ સારો રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ દરમિયાન કૌટુંબિક ચિંતાઓ રહેશે. મનમાં ઉચાટ રહેશે. કેટલીક વાર વધારાના ખર્ચા રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે. નોકરિયાત વર્ગને બઢતીના યોગો રહેશે. વ્યાપાર-ધંધામાં સારો લાભ રહેશે. ભાગીદારીથી લેણું ઓછું રહેશે. જમીન-મિલકતની ખરીદી થઈ શકશે, પરંતુ કાળજી રાખવી.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહે તમારો આત્મવિશ્વાસ સારો રહેશે. નાણાંકીય રીતે મુશ્કેલી રહેશે. નોકરી-ધંધામાં સારું રહેશે. લેણી રકમ પાછી મળી શકશે. વડીલોપાર્જિત પ્રોપર્ટી મળી શકશે. આરોગ્ય સારું રહેશે. કૌટુંબિક ચિંતાઓ રહેશે. વડીલોની મદદ મળી શકશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. પ્રવાસ-યાત્રાના યોગ રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન તમારા ધારેલાં કાર્યો પૂરા થશે. થોડું માનસિક ભારણ રહેશે. નાણાંકીય સ્થિતિ સારી રહેશે. આર્થિક રોકાણ કરતાં ધ્યાન રાખવું. ભાગીદારીથી સારું લેણું રહેશે. ધંધાકીય ક્ષેત્રે સારું રહેશે, પરંતુ થોડી ચિંતા રહેશે. વડીલોપાર્જિત મિલકતનું નિરાકરણ આવશે. વડીલોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓને સારું રહેશે. સંતાનોની મદદ મળી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter