તા. 11 ફેબ્રુઆરી 2023થી 17 ફેબ્રુઆરી 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 10th February 2023 04:53 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. થોડી સૂઝબૂઝ વાપરીને આગળ વધશો તો ફાવશો. નોકરી-ધંધામાં સખત મહેનત જરૂરી. આર્થિક રીતે થોડી રાહત થાય. ઉઘરાણીના નાણાં પરત મળશે. ખર્ચાઓ પણ ઓછા થાય. વ્યવસાયિક ભાગીદારીના સંબંધોમાં સુધારો જોવા મળશે. મેડિકલના વિદ્યાર્થીઓ સારા સમાચાર મેળવશે. માંગલિક પ્રસંગોને કારણે દોડધામ થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ થોડી પરિસ્થિતિ વિકટ બનતી જોવા મળશે. અલબત્ત, જો મન મક્કમ રાખીને તેનો સામનો કરશો તો પરિણામ સુખદઃ મેળવી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થાય. વ્યવસાય–ધંધામાં નવી સિદ્ધિ સર કરી શકશો. નોકરિયાત વર્ગને જવાબદારી સાથે સાથે કામનું પણ ભારણ વધતું જોવા મળશે. નવા મકાનમાં રહેવા જવાનું સપનું હવે પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય મિશ્ર રહેશે. આપના કાર્યક્ષેત્રમાં તેમજ સરકારી કામ કરતાં વ્યક્તિઓને ફાયદો - લાભ પ્રાપ્ત થાય. નવી કારકિર્દીમાં ડગ માંડતા વ્યક્તિઓને પોતાના લક્ષ્યને વળગીને આગળ વધવાની અહીં સલાહ રહેશે. કાયદાકીય દાવપેચમાંથી હવે રાહત મળતી જોઈ શકશો. નાણાકીય સ્થિતિમાં સુધરો થથાં જોવા મળશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહ દરમિયાન સારી એવી તકો હાથ લાગશે, જેનો લાભ અચૂક લેજો. આર્થિક મુશ્કેલીઓમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ હવે ખૂલતાં જોઈ શકશો. સ્વાસ્થ્યને લગતી થોડી ઘણી ચિંતાઓ રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. કોર્ટ–કચેરીના કાર્યોમાં હજી થોડી ઘણી અડચણો આવશે. વિદ્યાર્થીઓને સમયની સાનુકૂળતા જોવા મળે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતે ચિંતા રખાવશે સાથે કામનું ભારણ પણ વધે. જોકે, તમારી મહેનત અને કામ પ્રત્યેની લગન રંગ લાવશે. કોઈ ખાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ રહે. પારિવારિક વાતાવરણમાં બદલાવ જોવા મળે. વાહનની ખરીદીની શક્યતા રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ છેલ્લા ઘણા સમયથી અટકેલાં કાર્યો અથવા પ્રોજેક્ટ્સ પર હવે કામ શરૂ કરી શકાય. વ્યવસાયિક રીતે કોઈ મોટા રોકાણો માટેની વ્યવસ્થા કરવા માટે થોડી દોડધામ કરવી પડશે. નોકરિયાત વર્ગને કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયોથી કામની સરળતા થતી જોવા મળે. રિલેશનશિપની બાબતમાં કોઈ ખુશખબર પ્રાપ્ત થાય. મકાન રિપેરિંગ કે બદલવાની ઈચ્છાઓ હવે પૂર્ણ થાય. પ્રવાસનું આયોજન શક્ય બનશે.
• તુલા (ર,ત)ઃ તમારો આત્મવિશ્વાસ થોડો ડગમગતો જોવા મળે, પરંતુ વિચારને કાબૂમાં રાખશો તો થોડી રાહત અનુભવશો. તમારી આસપાસનું વાતાવરણ મનોબળ અને જુસ્સો વધારવામાં મદદરૂપ થાય. નોકરીના કામથી થોડી દોડધામ વધતી જોવા મળે. નાણાંકીય રીતે હવે રાહત થાય. નવી કોઈ કિંમતી વસ્તુની ખરીદી શક્ય બનશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ વાણી અને વર્તન થોડું સંભાળીને રાખજો. કોઈ પણ કામગીરી કરતાં પહેલાં એના દરેક પાસાં ચકાસીને આગળ વધશો તો નુકસાથીની બચી શકશો. પારિવારિક સમસ્યાઓનો વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરશો તો સફળ થઈ શકશો. કુંવારા પાત્રોને હવે જીવનસાથીની શોધ પૂરી થાય. નોકરી - વ્યવસાયમાં તમારા કાર્યોની પ્રસંશા થતી જોવા મળશે. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી સામે આવેલા પડકારોને સ્વીકારી મક્કમતાથી આગળ વધશો તો અચૂક સફળ થશો. બાળકોની થોડી ચિંતા રહેશે. નોકરિયાત વર્ગને પોતાના સહકર્મચારીની મદદરૂપતા તેમજ કાર્યમાં માન–સન્માન પ્રાપ્ત કરી શકશે. વ્યવસાયિક ભાગીદારીમાં થોડું સાચવીને આગળ વધવું સલાહભર્યું રહેશે. જૂના મિત્રો સાથેની મુલાકાત એક સંભારણું બની રહેશે.
• મકર (ખ,જ)ઃ કામનું ભારણ વધતું જોવા મળશે. પરિણામે ગુસ્સો-બેચેની અને થોડી અસ્વસ્થતા જેવું લાગશે. સમયને થોડો સાચવી લેજો. આર્થિક સંકટમાંથી બહાર નીકળવા માટે થોડા વધુ પ્રયાસ કરવા જરૂરી છે. ધંધા-વ્યવસાયમાં જો કોઈ કાનૂની સમસ્યા હોય તો તેનો અંત આવશે. નોકરિયાત વર્ગ નવા વિકાસલક્ષી કાર્યોમાં કામગીરી આગળ વધારી શકશે. જમીન–મકાના સોદામાં હમણાં કોઈ ઉતાવળ કરશો નહીં.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન થોડી દોડધામ વધતી જોવા મળશે. પારિવારિક જવાબદારી પણ વધતી જોઈ શકશો. નાણાકીય રીતે બાકી નીકળતાં પૈસા પાછા મળશે. નોકરી-વ્યવસાયમાં પ્રગતિના નવા માર્ગો ખુલતાં જોવા મળશે. કુંવારા લોકો માટે જીવનસાથીની શોધ હવે પુરી થાય. વિદ્યાર્થીઓને આ સમય દરમિયાન કોઈની સાથે નક્કામી રકઝકમાં ઉતરવું નહીં તો નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન આપનો કાર્ય પ્રત્યેનો જુસ્સો વધતો જોઈ શકશો. પરિણામે દરેક મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટેના દ્વાર ખુલતાં જોઈ શકશો. નાણાકીય રીતે કોઈ વિશેષ લાભ પ્રાપ્ત કરી શકાય. નોકરી-વ્યવસાયમાં નવી ટેકનોલોજી સાથે નવા યુનિટની સ્થાપના કરવામાં સફળતા પ્રાપ્ત કરશો. જમીન -મકાનની લે-વેચના સોદામાં પણ ફાયદો થાય. પરિવાર સાથે આનંદની ક્ષણો વ્યતીત કરી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter