તા. 12 જુલાઇ 2025થી 18 જુલાઇ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 11th July 2025 07:14 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ તમારો આધ્યાત્મિક તેમજ ધર્મકાર્યો પરત્વેનો રસ થોડો વધતો જોઈ શકશો. તમારા વ્યક્તિગત જીવનમાં પોઝિટિવ પરિવર્તન આવશે. આર્થિક મામલે તમારી જરૂરતોને પહોંચી વળવાની જોગવાઈ આસાનીથી કરી શકશો. કામગીરીના ક્ષેત્રમાં તમારા સહકર્મચારી સાથેનો તણાવ હવે ઓછો થતો જણાય. ધંધા-વ્યવસાય માટેની નાણાંની જરૂરિયાત બેંક લોન અથવા બીજી કોઈ સંસ્થાની મદદ દ્વારા પૂર્ણ કરી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ સ્વાસ્થ્યની દૃષ્ટિએ આ સપ્તાહ ઘણું સારું રહેશે. તમે ઘણી એવી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક રીતે થોડું બેલેન્સ જાળવવું જરૂરી રહેશે. નકામાં ખર્ચાઓ ટાળવાની જરૂરિયાત રહેશે. શિક્ષણના ક્ષેત્રે આ સમય ખૂબ લાભકારક સાબિત થશે. પારિવારિક સમસ્યાઓનું સમાધાન લાવવા માટેની પહેલ તમારા તરફથી કરવી પડશે. વ્યવસાય-નોકરીમાં સ્થિતિ યથાવત્ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારાં વાણી-વર્તન અને સ્વભાવ થકી ઘણાં અટવાયેલાં કામને પૂર્ણ કરી શકો છો. તમારા જૂના મિત્રો સાથે આ સપ્તાહમાં મુલાકાત થઈ શકે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ સામાન્ય તકલીફ રહેશે. આર્થિક રીતે આ સપ્તાહમાં કોઈ મોટો આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. અહીં એ ધ્યાન રાખવું કે પૈસાનું યોગ્ય જગ્યાએ રોકાણ કરી શકો. નોકિરયાત વર્ગને ભાવુક થઈ કામગીરી કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે જેથી કાળજી રાખવી.
• કર્ક (ડ,હ)ઃ તમારી જો કોઈ ખરાબ આદત હોય તો હવે એને છોડવાની જરૂર છે. અન્યથા એ તમારા માટે જ નુકસાનદાયક સાબિત થશે. વાહનથી સંભાળવું. નાણાકીય મામલે સ્થિતિમાં ખાસ ફેરફાર જણાતો નથી, છતાં ખર્ચાને કાબૂમાં રાખવા સલાહ રહેશે. ઘણી વખત તમારા સ્વભાવને કારણે પરિવારમાં ટેન્શન ઊભું થઇ શકે છે. ધંધા-ઉદ્યોગમાં એક લક્ષ્ય રાખીને એ દિશામાં આગળ વધવાથી ફાયદો થાય.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન આપના ગ્રહોની સ્થિતિ અને દિશા ઘણા અંશે તમારી તરફેણમાં રહેશે. જે દરેક કાર્યોને અણધારી સફળતા અપાવશે. આર્થિક રીતે સ્થિતિ વધુ મજબૂત બનતી જોવા મળશે. નોકરીમાં બાકી રહેતાં કામકાજોને પૂરા કરી શકશો, જેના કારણે પ્રમોશનના પણ યોગ બને છે. વ્યવસાયિક દૃષ્ટિએ ઘણાખરા ફેરફાર જરૂરી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે થોડીઘણી માનસિક સમસ્યાઓ વધી શકે છે. જે આપના શારીરિક સ્વાસ્થ્ય ઉપર નકારાત્મક અસર ઊભી કરી શકે છે. નાણાકીય રીતે આ સમય દરમિયાન સાવચેતી રાખવી જરૂરી છે. કોઈને પણ ઉછીના પૈસા આપવાનું પહેલાં વિચારવું. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ બમણાં ઉત્સાહભર્યું પુરવાર થશે.
• તુલા (ર,ત)ઃ આગામી દિવસો આપના ઘણા વ્યસ્ત પસાર થાય. કામકાજનું ભારણ વધશે. જોકે સામે ઉત્તમ પરિણામ પણ મેળવશો. આપના ઉમંગ-ઉત્સાહમાં વધારો થાય. આર્થિક રીતે આ સમયમાં અટવાયેલા નાણાં પરત મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં આપણા કાર્યોની પ્રસંશા થાય. સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઉર્જાથી ભરી લો તેમજ સકારાત્મક રહેશે. જે તમારા કાર્યમાં પણ સફળતા અપાવશે. કારકિર્દીની રીતે જોતાં આ સમયમાં શુભ પરિણામ પ્રાપ્ત થવાની સંભાવના રહેશે. વ્યવસાયિક કામગીરીમાં તમારા વિરોધીઓ સામે વિજયી ડંકો વગાડવામાં સફળ થયો. નોકરીમાં થોડુંઘણું વિવાદિત વાતાવરણ તેમજ કામનું ભારણ તમને બેચેન બનાવી શકે છે. કોર્ટના કાર્યોમાં આપનો વિજય થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી અંગત મુશ્કેલીઓને તમારા કાર્યને દૂર રાખશો તો ફાવશો નહીં તો ન ઘરના કે ન ઘાટના જેવી પરિસ્થિતિમાં મૂકાઈ જશો. પાછલી ભૂલોમાંથી બહાર આવીને નવા જોશ અને હોંશથી કામગીરી કરવી જરૂરી રહેશે. આર્થિક રીતે હજી સમય તમારા પક્ષમાં નથી. તેમ છતાં કોઈ મુશ્કેલી રહેશે નહીં.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહના ગ્રહયોગની અનુકૂળતાઓ તમારા તરફેણમાં રહેશે. જે પણ નવી કામગીરી હાથ ધરવાનું વિચારી રહ્યા હશો એમાં અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. ફાઈનાન્સિયલી પણ આ સમય ખૂબ હકારાત્મક સાબિત થાય. કૌટુંબિક જવાબદારીમાં પણ વધારો જોવા મળશે. માંગલિક પ્રસંગોને કારણે વ્યસ્તતામાં વધારો થાય. નોકરીમાં પ્રગતિકારક સમય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ અઠવાડિયું શારીરિક રીતે તમને વધુ સ્વસ્થ અને મજબૂત બનાવશે. ઘણા સમયથી ચાલતી સમસ્યાઓનો હવે અંત આવતો દેખાય. તમારા પ્રયત્નો સફળ થતા જોવા મળે. કરિયરલક્ષી નિર્ણયો લેવામાં વડીલોની સલાહથી આગળ વધવું હિતાવહ રહેશે. આર્થિક રીતે મધ્યમ સમય છે. ધંધાકીય કામગીરીમાં ચોક્કસ નીતિ બનાવીને આગળ વધવું.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈના પણ ઉપર વધુ પડતો વિશ્વાસ બનીને કામગીરી કરશો તો નુકસાની ભોગવશો. આથી કાળજી રાખવી જરૂરી છે. નાણાકીય વ્યવહારોમાં શક્ય હોય એટલી સાવચેતી રાખીને આગળ વધવું આવશ્યક. નોકરિયાત વર્ગને વૃદ્ધિ કે ઉચ્ચ હોદ્દાની જગ્યા માટે તનતોડ મહેનત કરવી પડે. વિદ્યાર્થી વર્ગને થોડું સંભાળીને આગળ વધવું. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યોમાં થોડો વધુ સમય બરબાદ થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter