તા. 12 નવેમ્બર 2022થી 18 નવેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Thursday 03rd November 2022 07:30 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક તાણને કારણે મન બેચેની અનુભવશે. ખોટી ચિંતાને કારણે વધુ અશાંતિ રહેશે. અણધાર્યા ખર્ચ આવી પડશે. ધંધાકીય દૃષ્ટિએ વધુ સારું રહેશે. નોકરીમાં બઢતીના યોગ છે. સ્થળાંતરની શક્યતા રહેશે. જમીન-મકાનમાં નાણાં રોકતાં પહેલા વિચાર કરવો. વડીલોની મદદ મળી રહેશે. શત્રુવર્ગથી થોડી તકલીફ રહે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય આપનો આનંદમય પસાર થશે. સહનશક્તિ કેળવશો તો તાણ ઓછી રહેશે. નાણાંકીય અવરોધો સામાન્ય રહેશે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. મકાનની ફેરબદલીની શક્યતા રહેશે. સ્વજનોના આરોગ્ય અંગે ચિંતા રહેશે. સંતાનોની મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વેપાર-ધંધામાં સફળતા મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધશે. ધાર્યું કામ પાર ન પડવાથી તાણ વધશે. નોકરિયાતને મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળશે. વેપાર-ધંધાના ક્ષેત્રે આ સમય સારો રહેશે. પ્રવાસ-યાત્રાના યોગો બળવાન બનશે. કૌટુંબિક બાબતોના કારણે વિચારોમાં મતભેદ સર્જાશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ થાય. વેપાર-ધંધામાં ઉતાર-ચઢાવ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન મનોમૂંઝવણ ઉકેલાશે. નાણાંકીય સ્થિતિ સારી રહશે. નોકરી અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. વેપાર-ધંધામાં સારું રહેશે. કૌટુંબિક સંપત્તિનો ઉકેલ આવશે. શુભ પ્રસંગોથી આનંદ મળશે. વડીલોપાર્જિત સંપત્તિના યોગો રહેશે. બાળકોના સ્વાસ્થ્યની કાળજી જરૂરી. નવા કામકાજોનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે.
• સિંહ (મ,ટ)ઃ આ સમયમાં તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેશે. નાણાંકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે. મકાન-મિલકતના પ્રશ્નો હલ થશે. સ્નેહી-સ્વજનોનો સહકાર સારો રહેશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ થશે. પ્રવાસના યોગો બળવાન બનશે. આકસ્મિક લાભ મળશે. ધંધા-વેપારમાં નવી તકો મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન પ્રોત્સાહિત સંજોગો સર્જાશે. તમારા માર્ગ આડે આવતા અંતરાયો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ આવશે. નોકરિયાતોને આર્થિક રીત સારું રહેશે. શેર-સટ્ટામાં રોકાયેલાં નાણાં જોખમમાં પડવાની શક્યતા રહેશે. અદાલતી કામોમાં સફળતા મળશે. સંતાનોની મદદ મળશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહે અધૂરાં કામકાજો પૂરા થશે. સામાન્ય આર્થિક તંગી રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે. વેપાર-ધંધામાં સામાન્ય અવરોધો રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થાય. સુખ-સગવડના સાધનોની ખરીદી થશે. ઉચ્ચ વર્ગથી સારું લેણું રહેશે. સંતાનોની મૂંઝવણ રહેશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળી શકશે. પ્રવાસ-યાત્રા કરી શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આપની મનોદશા મૂંઝવણભરી રહેશે. નિર્ણયો લેવામાં વિલંબ થશે. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. વેપારમાં સારું રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે. જમીન-પ્રોપર્ટીનું સુખ સારું રહેશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનોની ચિંતા રહેશે. દેશ-વિદેશના પ્રવાસો થાય. મિત્રોની મદદ મળી રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સપ્તાહે આપ માનસિક રીતે સ્વસ્થ રહેશો. નિર્ણયો લેવામાં અવરોધો આવશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. આકસ્મિક ખર્ચા આવી શકે છે. વડીલો સાથે સામાન્ય વિચાર મતભેદ રહેશે. ઉતાવળા નિર્ણયો લેવાથી નુકસાન થવાના યોગો છે. જીવનસાથીનો સહકાર મળી રહેશે. આરોગ્યની ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય માનસિક રાહત માટે સહાયરૂપ બનશે. ધંધા-વેપારના ક્ષેત્રે ધીમો વિકાસ થતો જણાશે. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ આવશે. આ સમયમાં બઢતી અને બદલીના પ્રસંગો બળવાન બનશે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. નવા વાહનોની ખરીદી માટે સમય સારો છે. પ્રિયજન અને મિત્રોનો સહકાર મળી શકશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સમયમાં માનસિક ચિંતાઓ હળવી થતી જણાશે. તમારો પુરુષાર્થ સફળતા અપાવશે. ખર્ચના યોગ હોવાથી નાણાકીય ભીડ રહેશે. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. ધંધાની પરિસ્થિતિ યથાવત્ રહેશે. આળસ કરવાથી નુકસાન જવાના યોગો બળવાન બનશે. વડીલોપાર્જિત પ્રોપર્ટી સુખ સારું રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી જરૂરી. પ્રવાસના યોગો રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં અગત્યના કારણોસર માનસિક વ્યથા કે બેચેની વર્તાશે. ચિંતાના ચક્કરમાંથી છૂટવા સતત કાર્યરત રહેવું જરૂરી. કૌટુંબિક કાર્યો પાછળ નાણાકીય ખર્ચ થશે. મકાન-મિલકતનું સુખ સારું રહેશે. પ્રોપર્ટીમાં નાણાં રોકવાથી લાભ થશે. નોકરિયાતોને સારો લાભ રહેશે. સામાન્ય અવરોધો રહેશે. સ્નેહી-સ્વજનોની મદદ મળી રહેશે. સંતાનો મદદરૂપ થઈ શકશે. પ્રવાસના યોગો રહેશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter