વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં અકારણ ચિંતા મનને અસ્વસ્થ બનાવશે. નિર્ણયો લેવામાં ઉતાવળા થશો નહીં. વ્યાપાર-ધંધાના ક્ષેત્રમાં મહત્ત્વની તકો આવશે, જેમાં સૂઝબૂઝ અને બુદ્ધિથી આગળ વધશો તો ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. આ સમયમાં તમારા પૈસાનો યોગ્ય ઉપયોગ કરશો તો ભવિષ્યમાં સારો ફાયદો મેળવશો. નોકરિયાત વર્ગે વિરોધીથી સાવધાન રહેવું જરૂરી. સ્વાસ્થ્ય સંબંધી થોડીઘણી મુશ્કેલીઓ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ કારકિર્દીને અનુલક્ષીને આ સમય ખૂબ સારો છે. નવીન કાર્યો શરૂઆતના દોરમાં જ ઘણા સારા પરિણામ અપાવે. ધંધા-ઉદ્યોગમાં રોકાણો માટે ઉત્તમ સમય છે, ભાગ્યની સુસંગતતામાં તમારો સમય પ્રગતિકારક સાબિત થાય. નોકરીના ક્ષેત્રમાં થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. વિવાહિત જીવનમાં થોડી સમસ્યા હજી યથાવત્ રહેશે. વિદ્યાર્થી વર્ગ મહત્ત્વપૂર્ણ પરિણામ મેળવી શકશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમયમાં મહત્ત્વના નિર્ણયો લેવા માટે ઉત્તમ યોગ છે. આર્થિક સ્થિતિમાં અચાનક મહત્ત્વના ફેરફારો જોવા મળે છે, જે ફાયદાકારક હશે. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પ્રગતિના યોગ છે. આ સમયમાં આપના સંતાનોના વિવાહિત જીવનના પ્રશ્નોનો હલ મળશે. કોર્ટ-કચેરીના અટવાયેલા કાર્યો પૂર્ણ થાય. કૌટુંબિક સંપત્તિનો ભાગ મળવાથી આર્થિક સ્થિતિ બદલાય. પ્રવાસ-પર્યટન શક્ય બનશે.
• કર્ક (ડ,હ)ઃ આ સપ્તાહે અકારણ માનસિક ઉશ્કેરાટ કે ઉગ્રતામાં વધારો જોવા મળે. સંયમિત વર્તન રાખશો તો પરિસ્થિતિને બગડતી અટકાવી શકશો. આપના નાણાકીય આયોજનને વ્યવસ્થિત નહીં રાખો તો આર્થિક ભીંસ સહન કરવાનો વારો આવી શકે છે. ખોટા ખર્ચા ટાળશો. કૌટુંબિક જવાબદારીનું ભારણ વધતું જણાય. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા પર સારા એવા ખર્ચા કરવા પડે. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
• સિંહ (મ,ટ): ગમેતેવા સંજોગો ઉભા થાય, પણ જો એનો સામનો સૂઝબૂઝથી કરશો તો દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. તમારી ફરજ પૂર્ણ કરવાનો સમય છે. સખત મહેનત અને એકાગ્રતાથી આપનું કાર્ય કરશો. વ્યવસાય-ઉદ્યોગના ક્ષેત્રમાં ઘણાં મહત્વના નિર્ણયો લેવા પડશે. બીજાની ગેરસમજ દૂર કરવામાં પોતાનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખશો. વ્યવસાયિક કામગીરી અર્થે પ્રવાસનાં આયોજન થાય. વિદ્યાર્થીઓને માટે સમયની સાનુકૂળતા સારાં પરિણામો લાવશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમય ખાસ ઉતાર-ચઢાવવાળો રહેશે. વ્યવસાયિક કાર્યોમાં ઉપરી અધિકારીઓ તમારા ઉપર દબાણ લાવી શકે છે. આવા સમયે આપ મહેનત સાથે આગળ વધ્યા રહેશો તો સારાં પરિણામ પ્રાપ્ત કરી શકશો. આર્થિક મામલે કોઈ ખાસ બદલાવ જણાતો નથી. વિદ્યાર્થીઓને ખૂબ મહેનત કરવી પડે તો જ સફળતાના યોગ છે, નહીં તો નુકસાની ભોગવવી પડે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ થાય.
• તુલા (ર,ત)ઃ આપના માટે સંગ તેવો રંગ ઉક્તિ જેવી પરિસ્થિતિ ઊભી થાય. જો સારી સંગતમાં રહેશો તો ફાયદો નક્કી છે, નહીં તો કહેવાતા મિત્રો જ આપના પીઠમાં છરો ભોંકવાનું કામ કરશે. આ સપ્તાહે ખૂબ સાવચેતી દાખવશો. વ્યવસાયિક ક્ષેત્રમાં પણ કુશળતાપૂર્વક નિર્ણયો લેવાની સલાહ છે. વિદ્યાર્થીઓ ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શકશે. મકાન-સંપત્તિના પ્રશ્નોનું નિરાકરણ આવતું દેખાય. સ્વાસ્થ્ય સંબંધી બાબતો ખૂબ કાળજી માંગી લેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં તમારી સહનશક્તિની પરીક્ષા થાય. કુટુંબમાં કોઈ વિવાદ ન થાય તેની સઘળી જવાબદારી તમારા ઉપર જ રહેશે. વાણી-વર્તન મહત્ત્વના સાબિત થાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ ખૂબ સમજી વિચારીને આગળ વધવું હિતકારી સાબિત થાય. સંતાનોના અભ્યાસ બાબતે થોડીઘણી ચિંતા વધે. એડમિશન અંગેની કામગીરી માટે દોડાદોડી કરવી પડે. અવિવાહિત વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર છે, લગ્નની શહેનાઈ સંભળાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય સફળતાસૂચક અને મહત્ત્વનો પુરવાર થાય. તમારો પુરુષાર્થ ફળે, મહત્ત્વના નિર્ણયો તમારી તરફેણમાં પરિવર્તિત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય. વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થીમિત્રો મહત્ત્વના પરિણામો પ્રાપ્ત કરશે. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થવાના યોગ છે.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો મિશ્રભાવ વાળો રહેશે. ક્યાંક ખુશીની લહેર દોડશે તો ક્યાંક ગમગીન વાતાવરણ ઊભું થાય. જોકે આ દરેક પરિસ્થિતિનો સામનો કુશળતાપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય પરિવર્તનનો યોગ લઇને આવી રહ્યો છે. આપનો ઉમંગ-ઉત્સાહ વધે. કોઈ મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ મળશે. નોકરીમાં બઢતીનો સમય આવે. વ્યાપાર-ધંધામાં નવા રોકાણો માટે સારીએવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો છે. શારીરિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય ઘણાં અવરોધો લાવશે, પણ સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો એ દરેક અવરોધોનો સામનો દૃઢતાથી કરી શકશો. અને સારા પરિણામ પણ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે, આપની ક્ષમતાની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નો ઉકેલાય, જેના કારણે માનસિક ચિંતા થોડીક ઓછી થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો કે નહીં નુકસાનવાળો રહેશે.


