તા. 15 એપ્રિલ 2023થી 21 એપ્રિલ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th April 2023 12:56 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ મિશ્ર પરિણામવાળું રહેશે. ધાર્મિક – આધ્યાત્મિક કાર્યક્રમોમાં સમય વધુ પસાર થાય. કોઈ કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ મેળવવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. નાણાકીય રીતે કોઈ પણ નિર્ણયો લેતાં પહેલાં થોડું ચિંતન આવશ્યક રહેશે. ધંધા-ઉદ્યોગમાં અતિ વિશ્વાસુ બનીને કોઈ પણ નિર્ણયો બીજાને સોંપશો નહીં. ભાગીદારો સાથે મતભેદ ટાળશો. નોકરિયાત વર્ગને થોડી રાહતવાળી સ્થિતિ અનુભવાય. માંગલિક પ્રસંગોને કારણે મન આનંદ અનુભવશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં જે પણ કોઈ કામ હાથ ધરો તેને સફળતાપૂર્વક પાર પાડી શકશો. વ્યાપારિક કાર્યો પણ તમારી યોજના પ્રમાણે પૂર્ણ કરી શકશો. નવી પ્રોપર્ટીની કામગીરીમાં થોડીઘણી અડચણને બાદ કરતાં બાકીનું કાર્ય પૂર્ણ થાય. નાણાકીય રીતે ફાયદો થાય. નોકરિયાત વ્યક્તિઓને પોતાની જગ્યાની ફેરબદલી કે નવી જગ્યાએ કામ મેળવવામાં સફળતા પ્રાપ્ત થાય. નાની ટ્રિપ પણ કરી શકો છો. કોર્ટ–કચેરીમાંથી હવે છૂટકારો મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ સફળ રહેશે. શૈક્ષણિક અને બીજી નાની-મોટી કામગીરી માટે ક્યાંક સફર કરી શકો છો. સર્જનાત્મક કાર્યો પ્રત્યેની રૂચિ હવે વધુ નિખરતી જોઈ શકશો. આર્થિક મુશ્કેલી ઓછી થાય. કોઈ ફસાયેલાં નાણાં પાછા મેળવી શકશો. જીવનસાથી સાથે થોડા અણબનાવની પરિસ્થિતિ રહેશે. કૌટુંબિક જવાબદારીમાં પણ વધારો થાય.
• કર્ક (ડ,હ)ઃ લાંબા સમયની ચિંતા અને તણાવ હવે દૂર થાય. સપ્તાહ દરમિયાન થોડું વધુ ધ્યાન વ્યક્તિગત કાર્યો માટે લગાવવું જરૂરી રહેશે. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ જોઈ શકશો. આયોજનથી ચાલશો તો કોઈ મુશ્કેલી આવશે નહીં. ધંધા-વ્યવસાયમાં પ્રોપર્ટીને લગતા પ્રશ્નો હવે દૂર થાય. વિદ્યાર્થીને હવે સારી એવી તકો પ્રાપ્ત થાય.
• સિંહ (મ,ટ)ઃ સપ્તાહ દરમિયાન પરિવારના સભ્યો સાથે કોઈ ખાસ યોજનાને લગતી ચર્ચા-વિચારણા થશે. તમારી કાર્યશૈલીમાં પણ સારા એવા ફેરફાર જોવા મળે. નાણાકીય કામગીરીની જવાબદારી તમારા શિરે રહેશે, જેમાં પરિવારની મદદ મેળવી શકશો. વ્યવસાયમાં પરિસ્થિતિને અનુકૂળ થઈને થોડી ધીરજ રાખી કામગીરી કરવી. કારકિર્દી વિષયક નિર્ણય લેતી વખતે યોગ્ય વ્યક્તિની સલાહ લઈ આગળ વધશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આસપાસનું વાતાવરણ તમને અકળાવી દે, જે તમારા મન પર ભારણ વધારશે. જે પણ કંઈ ખોટું થયું હોય તેને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરવો. નાણાકીય રીતે થોડીઘણી રાહતજનક પરિસ્થિતિ રહેશે. આપના બાકી લેણાં પરત મળે. કાર્યસ્થળે કામ કરવા માટે કોઈ નવી યોજના કરવી પડશે. પરિવાર સાથે બે-ત્રણ દિવસના પ્રવાસનું પણ આયોજન કરી શકો છો.
• તુલા (ર,ત)ઃ સ્વાસ્થ્યને સંબંધિત સમસ્યાનો હવે અંત આવશે. મુશ્કેલીનો સમય હવે દૂર થતો જોઈ શકશો. આર્થિક રીતે પરિસ્થિતિનું બેલેન્સ બનાવવામાં સફળ થવાય. કોઈ મોટી ખરીદીનું આયોજન વિચારતા હો તો થોડી રાહ જોવી. નોકરી-વ્યવસાયમાં તમારા વિરોધી હવે શાંત થાય. સમયનો સાથ મેળવી શકશો. આધ્યાત્મિક વિચારસરણી પર ધ્યાન આપશો તો બાકીની સરળતા આપોઆપ થશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ શારીરિક અને માનસિક રીતે સમય સારો છે. શિસ્તબદ્ધ જીવન રાખશો તો દરેક કાર્યમાં સફળ થઈ શકશો. આર્થિક ખર્ચાને પહોંચી વળવાના નવા રસ્તા શોધવામાં સફળ થશો. થોડું આયોજનપૂર્વક ચાલશો તો કોઈ મુશ્કેલી રહેશે નહીં. વ્યવસાયમાં થોડીઘણી કાળજી રાખવી નહીં તો કોર્ટ–કચેરીમાં ફસાવવાનો ભય રહેશે. નોકરિયાત વ્યક્તિને બઢતીના ચાન્સ રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય ખાસ કરીને પરિવાર સાથે તેમજ ધાર્મિક – આધ્યાત્મિક કાર્યોમાં પસાર થાય, જે તમારામાં નવી ઊર્જાનો સંચાર કરશે. આર્થિક પ્રગતિના તમારા પ્રયત્નો હવે સફળ થાય. નોકરીના સ્થળ પર અતિ વિશ્વાસુ બનીને કામગીરી કરશો નહીં. પતિ-પત્ની વચ્ચેના સંબંધો સુધરતા જોવા મળે. તમારા મનની ઈચ્છા પૂરી કરી શકશો. સંતાનોની થોડી ચિંતા રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમય રચનાત્મક પ્રવૃત્તિમાં પસાર થાય. ખાસ તો કામગીરીની દૃષ્ટિએ કોઈ નવીન યોજનાઓ પર કામ શરૂ કરી શકશો. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેશે. ઘરમાં કોઈ નવા સાધનો વસાવવાની ઈચ્છા હવે પૂરી સાકાર થશે. વ્યવસાયમાં તમારા લક્ષ્યને પહોંચી વળવા માટે ખૂબ મહેનત જરૂરી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય કોઈ સારા સમાચાર લઈને આવશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય લાભકારક છે. કોઈ પણ કાર્ય હાથ ધરશો એમાં સફળતા મેળવશો. મકાન–મિલકતને લગતા વિવાદોનો અંત આવશે. જે તમારા માટે લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિમાં અણધાર્યા ફેરફાર જોઈ શકશો. નોકરી-વ્યવસાયમાં તમારી કામગીરીના વખાણ થાય. તમારી સૂઝબૂઝ અને આવડતથી સફળતા પ્રાપ્ત કરી શકશો. પ્રવાસ– પર્યટનનું આયોજન પણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેશો. તમારું ધ્યેય નક્કી કરીને તેના ઉપર કામગીરી કરવી ફાયદાકારક રહેશે. નાણાકીય રીતે સારા એવા લાભ મેળવશો. જમીન–મકાનની ખરીદી બાબતે પણ સારો સમય રહેશે. વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકાય. સંતાનોની લગ્નવિષયક બાબત પર ચર્ચા આગળ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter