તા. 15 જુલાઇ 2023થી 21 જુલાઇ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 14th July 2023 07:32 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય દરમિયાન અધૂરા કામકાજ પૂર્ણ કરી શકશો. સતત પ્રવૃત્તિશીલ અને સક્રિય રહેશો. વ્યવસાયના કામકાજો તેજી પકડશે. નાણાકીય મદદ મેળવશો. પરિવારના સભ્યો તરફથી જરૂરી સહાય મેળવશો. નોકરીમાં આપના કામની નોંધ લેવાય. પ્રગતિકારક તકો હાથ લાગશે. મકાનના રિનોવેશનની ઇચ્છાઓ હવે પૂર્ણ થતી જોવા મળશે. માહોલને અનુકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ ગ્રહયોગો આપની કામગીરીને વધુ સરળ બનાવશે. પ્રગતિ અને સફળતા કદમ ચૂમે. વ્યાપારિક ક્ષેત્રમાં સફળતાના નવીન શીખરો સર થાય તેવી તકો મળશે, જેને હાથમાંથી જવા દેશો નહીં. ભાગીદારીમાં પણ સફળતા મળતી જોવા મળે. કોર્ટ-કચેરીના અટવાયેલા કામકાજો હવે પૂરા થતાં જોઈ શકશો. કારકિર્દીને અનુલક્ષીને કોઈ સારા સમાચાર મેળવશો. આર્થિક પરીસ્થિતિમાં સુધારો જોઈ શકાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ થોડી વધુ હિંમત રાખીને કામગીરી કરવી આ સમયમાં હિતાવહ રહેશે. મનને મક્કમ અને દૃઢ બનાવી આગળ વધશો તો ફાવશો. પૈસાની તકલીફ હવે ઓછી થતી જોઈ શકાય. જોકે હજી ધારેલી સફળતા માટે થોડી રાહ જોવી પડશે. નોકરી-વ્યવસાયમાં મહેનત ખૂબ કરવી પડશે. વાહનથી થોડું સંભાળવું. પ્રવાસ-પર્યટનમાં સ્વાસ્થ્યની કાળજી રાખવી હિતાવહ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમય દરમયાન અંગત સમસ્યાઓ અને મૂંઝવણોમાંથી છૂટકારો મેળવી શકશો. કામગીરી ઘણા ઉત્સાહ સાથે આગળ વધારી શકશો. વ્યવસાયિક કામગારીમાં સફળતાના નવા શીખરો સર કરી શકાય. નોકરિયાત વ્યક્તિઓને નવી જગ્યાએ થોડું સહન કરવું પડે. જોકે તમારી સૂઝબૂઝથી કામગીરી આગળ વધારી શકશો. મકાન-પ્રોપર્ટીની સમસ્યાઓ હવે દૂર થાય. નવીન ખરીદી શક્ય બને.
• સિંહ (મ,ટ)ઃ કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેશો તો જીવનમાં ઘણી બધી સરળતા થતી જોઈ શકશો. વ્યવસાય-ધંધામાં થોડી પ્રતિકૂળ સ્થિતિમાંથી પસાર થવું પડે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થતો જોઈ શકશો. પાર્ટનર તરફથી કોઈ નાની સરપ્રાઈઝ પણ મળશે. સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા દાખવવાની સલાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય.

• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો સ્વભાવ કેટલીક વાર તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. આથી કાળજી રાખવી. સમય સાથે થોડું લેટ ગો કરીને આગળ વધશો તો ફાવશો. વ્યવસાયિક રીતે કેટલાક કઠોર નિર્ણયો લેવા પડશે તે સમયે જો ભાવુક બનશો તો નુકસાન તમારે જ ભોગવવું પડે. નોકરીમાં બઢતી માટેના ઉજળા સંજોગો રહેશે. સંતાનોના અભ્યાસ માટેની થોડીઘણી ચિંતાઓ રહેશે. કોર્ટ-કચેરીના ચક્કરમાંથી હવે છૂટકારો મળે એવા યોગો છે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન કામકાજનું ભારણ વધતું જવા મળશે. અંગત અને વ્યવસાયિક કાર્યો વચ્ચે બેલેન્સ બનાવવું થોડું મુશ્કેલભર્યું લાગે. અહીં તમારી ધીરજની પણ કસોટી થાય. વ્યવસાય-નોકરીમાં આક્રોશમાં આવીને કોઈ પણ નિર્ણય લેશો નહીં. આર્થિક સ્થિતિમાં સારો એવો ફેરફાર જોઈ શકશો. તહેવારોની ઉજવણીમાં પરિવાર સાથે સમય વિતાવવા માટેનું આયોજન સફળ થાય. ધાર્મિક કાર્યમાં પણ મન પરોવાય.

• વૃશ્ચિક (ન,ય)ઃ તમારો આત્મવિશ્વાસ કોઈ પણ જાતના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ બનશે. કોઈ મિત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં હજી થોડી વધારે મહેનત જરૂરી રહેશે. કોઈ પણ જાતના દબાણ વગર તમારી કામગીરી ચાલુ રાખશો. જીવનસાથી સાથે તાલમેલ જાળવવામાં તમારે પહેલ કરવી પડશે. બાળકો પ્રત્યેની જવાબદારી સારી રીતે પૂરી કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વના કામકાજો સાથે સાથે વ્યવહારમાં પણ ખર્ચ વધતા જોઈ શકશો. આથી થોડું આયોજન આવશ્યક રહેશે. જરૂર પડે વડીલોની સલાહ પણ લઈ શકો છો. વ્યવસાયિક ભાગીદારીમાં ગેરસમજ ઊભી ન થાય તેની તકેદારી લેવી પડશે. સંતાનોના અભ્યાસ વિષયક ચિંતા રહેશે. તેમની કેરિયરને લઈને પણ થોડી મૂંઝવણ લાગે. હવાઈ મુસાફરી - પરદેશ પ્રવાસ માટેના યોગો બળવાન રહેશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં આર્થિક પ્રશ્નો થોડાં જટિલ બનતાં જોવા મળે. કૌટુંબિક વિવાદનો અંત લાવવા માટે વાતચીત જરૂરી રહેશે. મિલકતના પ્રશ્નો શાંતિથી ઉકેલશો તો ફાયદામાં રહેશો. નોકરિયાત વર્ગને જવાબદારી અને કામનું ભારણ વધતું જોવા મળે. વ્યવસાય-ઉદ્યોગમાં લોનની વ્યવસ્થા કરવામાં હજી થોડો સમય લાગશે. જોકે કામગીરી અટકશે નહિ. નવવિવાહિતો માટે શુભ સમય રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારો પુરુષાર્થ ફળતો જોવા મળશે. સફળતા અને સાનુકૂળતા સર્જાતા મન પ્રફુલ્લિત બનશે. ઉત્સાહ પણ વધતો જોઈ શકશો. નાણાકીય પ્રશ્નોનો હલ કાઢી શકશો. નવી આવક ઊભી કરવા માટેના વિકલ્પ મળશે. ધંધા-વ્યવસાયમાં અગત્યના નિર્ણયો લેવામાં સરળતા જોઈ શકાય. જમીન-મકાનને લઈને કોઇ વિવાદ હશે તો હવે તેનો ઉકેલ મળશે. સ્વજનો સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. વિદ્યાર્થીઓને પ્રગતિના યોગ છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને પરિસ્થિતિને અનુકૂળ બનીને કામગીરી કરશો તો દરેક મુશ્કેલીનો સરળતાથી ઉકેલ મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં એકબીજા સાથે હળીમળીને કામગીરી કરવાથી લાભ થાય. નોકરિયાત વ્યક્તિઓને બઢતી મળવાની તક રહેશે. સમસ્યાઓનો ઉકેલ મેળવવા માટે પરિવારના સભ્યો સાથે મન ખુલ્લુ રાખીને વાતચીત કરો. સંતાનોના કામકાજ માટે પણ સાથ-સહકારની જરૂર રહેશે. નવી મુલાકાત લાભદાયક રહેશે. એકંદરે સમય સારો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter