વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહે ઘર તથા પરિવાર સંબંધિત ખર્ચમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. આર્થિક ખેંચતાણના કારણે થોડી અસ્વસ્થતાનો પણ અનુભવ થાય. મિત્રો અને પરિવાર સાથે બનેતેટલો સમય પસાર કરશો તો તણાવમાંથી બહાર આવી શકશો. વ્યવસાયિક રીતે સમય મધ્યમ રહેશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આપનું આ સપ્તાહ સંપૂર્ણ ઉત્સાહ તેમજ ઉર્જાથી ભરપૂર જોવા મળશે. કૌટુંબિક જીવનમાં ઘણાં સકારાત્મક પરિણામ મેળવી શકાય. આર્થિક રીતે પણ તમારું સપ્તાહ સાનુકૂળ રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતા રહેશે. નોકરી-વ્યવસાયમાં બઢતી-નફાના યોગો વધુ બળવાન બનતાં જોવાં મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહમાં કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે તમારા મનને મજબૂત રાખી તૈયાર રહેશો તો ફાવશો. કાર્યો અને વ્યવસાયના ક્ષેત્રમાં કેટલીક બાબતો તમારા નિર્ણયથી વિપરીત થઈ શકે છે, જેનું ધ્યાન રાખશો. નવી ગાડી અથવા વાહનના યોગો અહીં સફળ થતાં જોવા મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયગાળામાં કૌટુંબિક મતભેદો દૂર થતાં જોવા મળશે. સંબંધોમાં નવી મીઠાશ ભળતી જોઈ શકશો. વ્યવસાયિક દૃષ્ટિકોણથી સમય ખૂબ સારો છે. જે કાર્યોની શરૂઆત કરી છે એ તમને પ્રગતિના નવા સોપાન ઉપર લઈ જશે. આર્થિક રીતે પણ સમય ખૂબ ફાયદાવાળો જોવા મળશે. શુભ પ્રસંગોના સંજોગો બળવાન બનશે.
• સિંહ (મ,ટ): આ સપ્તાહ તમારું સ્વાસ્થ્ય, કુટુંબ અને વ્યવસાયમાં સંતુલન બનાવી રાખી આગળ વધવામાં સહાયરૂપ બનશે. મૂડીરોકાણ અથવા શેર-પ્રોપર્ટીની ખરીદી માટે પણ સમય સાનુકૂળ જણાય. માતાપિતા સાથે કોઈ નાના પ્રવાસનું આયોજન પણ કરી શકો છો. જીવનમાં કંઈક નવું કરવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહ સુખ-શાંતિમય તેમજ સ્વાસ્થ્ય સુધારાવાળું રહેશે. કોઈ સંત-મહાપુરુષના આશીર્વાદ તમારી માનસિક શાંતિમાં વધારો કરશે. વ્યાપાર-ઉદ્યોગમાં મૂડીરોકાણની વ્યવસ્થા કરવા માટેનાં તમારા પ્રયત્નો થોડી રુકાવટ બાદ સફળ થતાં જોવા મળશે. કોર્ટકચેરીના મામલા પણ હવે ઉકેલાતા જોવા મળશે.
• તુલા (ર,ત)ઃ આ સપ્તાહ થોડું વધુ વ્યસ્તતાવાળું રહેશે. કાર્યને લઈને અથવા અન્ય કોઈ કારણોસર તમારી દોડધામ વધતી જોવા મળશે. નવા પ્રોજેક્ટ્સ અથવા કામની શરૂઆત માટેની વાટાઘાટોમાં હવે સફળતા મેળવી શકશો. વિદ્યાર્થીઓને જે પરિણામની ઈચ્છા હશે તે હવે પરિપૂર્ણ થતી જોવા મળશે. યાત્રા-પ્રવાસ દ્વારા આનંદ-ઉલ્લાસનો અનુભવ કરશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં શારીરિકરૂપે પહેલાં કરતાં વધુ સ્વસ્થતા અનુભવશો. આ અઠવાડિયામાં કોઈ નવાં કામની શરૂઆત શક્ય બનશે. વ્યાપારમાં નવા રોકાણો માટે પણ સમય સારો છે. શેરસટ્ટાથી દૂર રહેવાની અહીં સલાહ રહેશે. આર્થિક સ્થિતિમાં હવે સુધારો થતો જોઈ શકશો. ભાઈબહેન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા કાર્યો પાછળ સમયની બરબાદી થતી જોવા મળે. નવી સમસ્યાઓ તમારી પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવશે. નકામા વિવાદમાં તમારો સમય બરબાદ કરશો નહીં. આર્થિક પરિસ્થિતિ યથાવત્ રહેતી જણાશે. માતાપિતાના સ્વાસ્થ્યની ચિંતા હવે હળવી થતી જણાય.
• મકર (ખ,જ)ઃ આપનો આ સમય આનંદ-ઉલ્લાસવાળો પસાર થાય. નવી પ્રવૃત્તિઓ દ્વારા તેમજ સંયુક્ત સાહસ દ્વારા તમારા કાર્યોમાં સફળતા મળતી જોઈ શકશો. ભૂતકાળમાં કરેલા રોકાણોનું ફળ હવે જોવા મળશે. શક્ય છે આ સપ્તાહમાં પરિવાર સાથે કોઈ નાની ટ્રીપનું આયોજન કરશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમે નક્કી કરેલા કાર્યો પૂર્ણ કરવા માટે ખૂબ મહેનત કરશો. અને તેનાં સારાં પરિણામ પણ મેળવશો. ખર્ચાઓ પર થોડો અંકુશ જરૂરી રહેશે. મિત્રો, પરિવાર સાથે આનંદનો સમય પસાર કરશો. વ્યવસાયિક રીતે કોઈ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે પણ તમારો અનુભવ કામ લાગશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ શારીરિક બાબતે હવે થોડી વધુ કાળજી રાખવાની જરૂરિયાત રહેશે. નિયમિત કસરત, યોગ સાથે સાથે યોગ્ય આહારનું પણ આયોજન જરૂરી છે. કોઈપણ કાર્ય ઉતાવળથી કરવું નહીં, ધૈર્યથી કામ કરવું. આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટેના આયોજન પણ હવે સફળ થતાં જોવા મળશે. મકાનની સમસ્યાઓનો અંત આવતો જણાશે.


