તા. 16 ઓગસ્ટ 2025થી 22 ઓગસ્ટ 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th August 2025 06:44 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આપની મનની મુરાદ મનમાં રહેતી જણાય. માનસિક અશાંતિ રહે. નાણાકીય પરિસ્થિતમાં સુધારો થાય. નોકરી-ધંધામાં સાનુકૂળ તક મળે. મહત્ત્વના કાર્યો આગળ વધારી શકશો. વિરોધીઓના હાથ હેઠા પડશે. મકાન-મિલકત અંગે સારા યોગો છે. સંતાનોના પ્રશ્નો અંગે ચિંતા રહેશે. પ્રવાસ-પર્યટનથી આનંદ અનુભવશો. વિદ્યાર્થી વર્ગને આ સમયમાં થોડું માનસિક ટેન્શન રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ આવે. ભાગીદારીમાં વેપાર-ધંધો હોય તો થોડા મતભેદ રહેશે. સાંસારિક જીવનમાં શાંતિ અનુભવાય. આર્થિક સુખાકારી સારી રહેશે. જોકે આવકના પ્રમાણમાં ખર્ચ પણ રહેશે. મિત્રો તેમજ વડીલોની મદદ મળી રહેશે. ધાર્મિક કાર્યનું આયોજન થશે. મિલકતની લે-વેચના કામમાં સફળતા મળશે. વાદવિવાદથી દૂર રહેવું હિતાવહ રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહમાં માનસિક શાંતિ રહેશે. નાણાકીય રીતે આ સમય મધ્યમ રહેશે. કોઈના વિશ્વાસે રહેવાથી નાણાં ડૂબે નહીં તેનું ધ્યાન રાખવું. વેપાર-ધંધામાં વધુ મહેનતનો સમય. કેટલાક મહત્ત્વના કાર્યો આગળ વધતા જણાશે. નોકરિયાત વર્ગને સારી તકો મળશે. સરકારી કે કોર્ટકચેરીના કાર્યોમાં વિલંબ થાય. સંતાનોની મદદ મળી શકશે.
• કર્ક (ડ,હ)ઃ આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળતો જણાશે. નોકરિયાત વર્ગને ઉપલા વર્ગથી સાવચેત રહેવું જરૂરી. કોઈના વિશ્વાસે કામ કરવું નહીં. અભ્યાસમાં વિદ્યાર્થીઓને મધ્યમ ફળ મળે. સંતાનોની તબિયતની ચિંતા રહેશે. ભાઇભાંડુથી સહકારનું વલણ રહેશે. કૌટુંબિક સંપત્તિ મામલે મહત્ત્વના નિર્ણય લઈ શકશો. ધંધામાં સારી પ્રગતિના યોગ છે. પ્રિયજનથી મિલન થાય.
• સિંહ (મ,ટ): મનની શાંતિ મેળવવા તમારે કાર્યશીલ રહેવું પડશે. નોકરિયાત વર્ગને પરિવર્તનના યોગ બળવાન છે. આર્થિક રીતે સારો લાભ થાય. અટવાયેલા કાર્યોનો ઉકેલ આવતો જણાશે. મકાન-મિલકતને લગતા કાર્યોમાં આપને ધાર્યું પરિણામ ન મળે. ધીરજ ધરવાથી સફળતા મળે. સામાજિક પ્રસંગોનું આયોજન થાય. પ્રવાસના યોગો બળવાન બનશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સમયમાં મળતી નવીન તકો મનને આનંદિત કરશે. તમારી મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ થાય. ધંધા-વેપારમાં ધીમે ધીમે સમસ્યા હલ થતી જણાશે. સંતાનને લગતી સમસ્યાનો ઉકેલ આવશે. નાણાકીય મામલે સપ્તાહ સારું રહેશે. નોકરિયાત માટે આ સમય લાભદાયી નીવડશે. નવી નોકરીના ચાન્સ સારા રહેશે. સંપત્તિ સંબંધિત પ્રશ્નો ઉકેલાશે.
• તુલા (ર,ત)ઃ આપના માટે આ સમય લાભકારક નીવડશે. નાણાકીય પ્રશ્નોનો ઉકેલ મળશે. શેરસટ્ટાથી દૂર રહેવું. નોકરિયાત વર્ગને કામ વધતાં માનસિક ટેન્શન રહેશે. દામ્પત્યજીવનમાં આનંદ અને ઉત્સાહ રહેશે. આરોગ્ય અંગે થોડી કાળજી રાખવી જરૂરી છે. ગુસ્સા પર કાબુ રાખવો. આર્થિક રીતે સારું રહેશે. ધંધા-વેપારમાં ધાર્યા કાર્ય પાર પાડી શકશો. વિદ્યાર્થી વર્ગને મહેતના પ્રમાણમાં ફળ મળશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહ આર્થિક રીતે સારું રહેશે. જોકે આવકના પ્રમાણમાં જાવક વધારે રહેશે. નોકિરયાતોને આ સમયમાં મહત્ત્વની તક મળે. સરકારી કામકાજો વિલંબથી થાય. સંતાનોના પ્રશ્નોને લીધે થોડી ચિંતા રહેશે. મિત્રો-સ્વજનોનો સાથસહકાર મળી રહેશે. પ્રોપર્ટી અંગેના પ્રશ્નોનો ઉકેલ આવે. તબિયતની ચિંતા દૂર થશે. વેપારી વર્ગ માટે સફળતા અને વિકાનો સમય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ પરેશાનીનો અંત આવતો જણાશે. મહત્ત્વની તક મળતા વિકાસ થતો જણાશે. નાણાકીય મૂંઝવણનો ઉકેલ આવશે. કોઈની મદદ તમારી ચિંતા દૂર કરશે. કૌટુંબિક જવાબાદરી વધશે. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોમાં રુકાવટ આવે એવી સંભાવના રહેશે. મિલકતમાં મૂડીરોકાણથી નુકસાનના યોગ છે. નોકરિયાતને અગત્યના કાર્યોમાં સફળતા મળશે. નવા પરિચય બંધાશે.
• મકર (ખ,જ)ઃ સપ્તાહમાં માનસિક ટેન્શન ઓછું થતું જણાશે. સારી તક મળે. નાણાકીય કામકાજો આડેના અવરોધો દૂર થાય. આવકમાં વૃદ્ધિ થાય. ધંધા-વેપારમાં પ્રગતિ રહેશે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીઓથી સાચવવું જરૂરી. વિવાહની વાતચીતમાં સફળતા મળે. આરોગ્ય અંગે કાળજી રાખવી. પ્રવાસ-યાત્રાના યોગો બળવાન બને. મકાન બદલવાની ઈચ્છા પૂરી થાય. સંતાનો મદદરૂપ બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં ચિંતાઓ દૂર થાય. ઉત્સાહપૂર્વક આગળ વધી શખશો. સપ્તાહ દરમિયાન આર્થિક મુશ્કેલીનું નિવારણ મળે. નોકરિયાત માટે આ સમય સારો છે. બદલી-બઢતીના સંજોગો ઊભા થાય. વેપારી વર્ગ સાવચેતી રાખવી જરૂરી. મકાન સંપત્તિની બાબતે પરિસ્થિતિ યથાવત્ રહેશે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ મળે. લગ્નવાંચ્છુઓ માટે સમય સાનુકૂળ રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ અગત્યના પ્રશ્નોનું નિરાકરણ આવે. લાંબા ગાળાથી અટવાયેલા કાર્યોનો નિકાલ આવે. આર્થિક સ્થિતિ સારી રહેશે. નાણાંભીડ ઓછી થશે. નોકરીમાં સારી તકો મળશે. વેપારી વર્ગ તેમજ ધંધાર્થી માટે સફળતા અને વિકાસનો સમય રહેશે. સંપત્તિમાં વૃદ્ધિ થશે. કોર્ટ-કચેરીના નિર્ણયો મહત્ત્વના જણાશે. આરોગ્યના મામલે થોડી ચિંતા રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter