તા. 16 માર્ચ 2024થી 22 માર્ચ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 15th March 2024 05:06 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન માનિસક તાણને કારણે મન બેચેની અનુભવશે. ખોટી ચિંતાને કારણે વધુ અશાંતિ રહેશે. અણધાર્યા ખર્ચ આવી શકશે. ધંધાકીય દૃષ્ટિએ વધુ સારું રહેશે. નોકરીમાં બઢતી રહેશે. સ્થળાંતરની શક્યતા રહેશે. જમીનમાં મૂડીરોકાણ કરતાં પહેલાં વિચાર કરવો. વડીલોની મદદ મળી રહેશે. સામાન્ય શત્રુભય રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં માનસિક મૂંઝવણ વધશે. ધાર્યું કામ પાર ન પડવાથી તાણ વધે. નોકરિયાત માટે મહત્ત્વની સમસ્યાનો ઉકેલ મળશે. વેપાર–ધંધાના ક્ષેત્રે આ સમય સારો રહેશે. પ્રવાસના યોગો બળવાન બનશે. કૌટુંબિક બાબતોના કારણે વિચાર મતભેદ સર્જાય. કોર્ટ–કચેરીના કાર્યોમાં વિલંબ થાય. વેપાર-ધંધામાં ઉતાર–ચઢાવ રહે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય આનંદમય પસાર થશે. સહનશક્તિ રાખવાથી તણાવ ઓછો થશે. સામાન્ય નાણાકીય અવરોધો રહેશે. આર્થિક સદ્ધરતા સારી રહેશે. મકાનની ફેરબદલીની શક્યતા રહેશે. સ્વજનોના આરોગ્યની ચિંતા રહેશે. સંતાનોની મદદ મળી રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી પડશે. વેપાર–ધંધામાં સફળતા મળશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન માનસિક મૂંઝવણોનો ઉકેલ આવશે. આપની નાણાંકીય સ્થિતિ સારી રહેશે. નોકરી અંગે મહત્ત્વના નિર્ણયો લઈ શકશો. વેપાર–ધંધામાં સારું રહેશે. કૌટુંબિક સંપત્તિનો ઉકેલ આવશે. શુભ પ્રસંગોથી આનંદ મળે. વડીલોપાર્જિત સંપત્તિના યોગો રહેશે. બાળકોના સ્વાસ્થ્યની કાળજી રાખી. નવા કામકાજનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળે.
• સિંહ (મ,ટ): સપ્તાહ દરમિયાન પ્રોત્સાહક પરિસ્થિતિનું નિર્માણ થશે. તમારા માર્ગ આડેના અંતરાયો દૂર થતાં જણાશે. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ આવશે. નોકરિયાતોનો સમય આર્થિક રીતે સારો રહેશે. શેરસટ્ટામાં રોકાયેલાં નાણાંમાં મુશ્કેલી આવવાની શક્યતા રહેશે. અદાલતી કામોમાં સફળતા સાંપડશે. સંતાનોની મદદ મળી રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે તમારા ગૂંચવાયેલા પ્રશ્નો યથાવત્ રહેશે. નાણાકીય પરિસ્થિતિ મધ્યમ રહેશે. આર્થિક પરિસ્થિતિ સુધારવાના પ્રયત્નો ફળશે. મકાન–મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. સ્નેહી-સ્વજનોનો સહકાર સારો રહેશે. સંતાનના પ્રશ્નોનો ઉકેલ આવશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં પ્રગતિ હાંસલ કરશે. પ્રવાસના યોગો બળવાન બનશે. આકસ્મિક લાભ મળશે. ધંધા-વેપારમાં નવી તકો મળશે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન આપની મનોસ્થિતિ શાંત રહેશે. અધૂરાં કામકાજો પૂરાં થશે. સામાન્ય આર્થિક તંગી રહેશે. આવકના પ્રમાણમાં ખર્ચ વધુ રહેશે. વેપાર–ધંધામાં સામાન્ય અવરોધો રહેશે. પ્રોપર્ટીમાં રોકાણ કરવાથી લાભ થાય. સુખ–સગવડના સાધનોની ખરીદી થશે. ઉચ્ચ વર્ગથી સારું લેણું રહેશે. સંતાનોના મામલે મૂંઝવણ રહેશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળી રહે. યાત્રા-પ્રવાસ થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં આપની મનોદશા મૂંઝવણભરી રહેશે. નિર્ણયો લેવામાં વિલંબ થશે. નિરાશા અને બેચેનીનો અનુભવ થશે. નોકરીમાં સહકર્મચારી સાથે મનદુઃખના પ્રસંગો બનશે. વેપાર-ધંધામાં સારું રહેશે. આર્થિક સુખાકારી સારી રહેશે. જમીન–પ્રોપર્ટી સુખ સારું રહેશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનોની ચિંતા રહેશે. દેશ–વિદેશના પ્રવાસ થાય. મિત્રોની મદદ મળી રહેશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સપ્તાહે માનસિક સ્વસ્થતા વર્તાશે. નિર્ણયો લેવામાં અવરોધો આવશે. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે. જોકે, આવકના પ્રમાણમાં ખર્ચ રહેશે. આકસ્મિક ખર્ચા આવી પડશે. વડીલો સાથે સામાન્ય વિચારભેદ રહેશે. ઉતાવળે નિર્ણયો લેવાથી નુકસાન થવાના યોગો રહેશે. જીવનસાથીનો સારો સાથસહકાર મળશે. આરોગ્યની ચિંતા રહે.
• મકર (ખ,જ)ઃ આપનો આ સમય માનસિક રાહત માટે સહાયક બનશે. ધંધા-વેપારના ક્ષેત્રે ધીમો વિકાસ થતો જણાશે. નાણાકીય મૂંઝવણોનો ઉકેલ આવશે. નોકરિયાતને બઢતી અને બદલીના પ્રસંગો બળવાન બનશે. પ્રોપર્ટી સુખ સારું રહેશે. નવા વાહનની ખરીદી માટે સમય સારો છે. પ્રિયજન અને મિત્રોનો સાથસહયોગ મળશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સપ્તાહે માનસિક બોજ હળવો થાય. તમારો પુરુષાર્થ જ તમને સફળતા અપાવશે. આકસ્મિક ખર્ચના પ્રસંગો બનશે તેથી નાણાકીય ભીડ વર્તાશે. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. ધંધા-વેપારની પરિસ્થિતિ યથાવત્ રહેશે. આળસ કરવાથી નુકસાન થવાના યોગો બળવાન બનશે. વડીલોપાર્જિત પ્રોપર્ટી સુખ સારું રહેશે. વડીલોની મદદ મળી રહેશે. સંતાનોની ચિંતા રહેશે. વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવી જરૂરી. પ્રવાસના યોગ રહેશે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયમાં કેટલાક કારણોસર માનસિક વ્યથા કે બેચેની રહેશે. માનસિક ચિંતામાંથી છૂટવા સતત કાર્યરત રહેવું જરૂરી છે. કૌટુંબિક કાર્યો માટે નાણાકીય ખર્ચ રહેશે. મકાન–મિલકતનું સુખ સારું રહેશે. પ્રોપર્ટીમાં નાણાં રોકવાથી લાભ છે. નોકરિયાતને સારો લાભ રહેશે. સામાન્ય અવરોધો રહેશે. સ્નેહી-સ્વજનોની મદદ મળી રહેશે. સંતાનો મદદરૂપ થાય. પ્રવાસ-યાત્રાના યોગ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter