તા. 17 જૂન 2023થી 23 જૂન 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th June 2023 07:41 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન તમારા પાસે વધુ પડતો કામનો બોજો હોઈ શકે છે. થોડું માનસિક ભારણ પણ મહેસૂસ કરશો. વ્યક્તિગત જીવનમાં તેમજ વ્યાવસાયિક જીવન વચ્ચે બેલેન્સ જાળવી રાખવા માટે તમારે અથાગ પ્રયત્નો કરવા પડે. નોકરીના ક્ષેત્રમાં થોડું શાંત અને સાવધાનીથી કાર્ય કરવું. આર્થિક રીતે વધુ મજબૂતી મેળવશો. નવવિવાહિત યુગલોએ ખૂબ જ સમજીવિચારીને ચર્ચા-વિચારણા કરવી નહીં તો મતભેદો થકી વધુ અંતર આવી શકે છે. પ્રવાસ–પર્યટનથી થોડી ઘણી મનને શાંતિ મળશે. નવી પ્રોપર્ટીની ખરીદી શક્ય બને.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારામાં રહેલી પોઝિટિવ એનર્જી અને ઊર્જાને જો યોગ્ય દિશામાં કામે લગાડશો તો દરેક સમસ્યાઓમાંથી બહાર આવી શકશો. હાલ પૂરતી નાણાકીય જોગવાઈને ધ્યાનમાં રાખીને ભાવિ આયોજન કરશો તો નુકસાનીમાંથી બચી શકશો. વ્યવસાય કે નોકરીના ક્ષેત્રે લાગણીના આવેશમાં કોઈ પણ નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. નજીકના જ કોઈ વ્યક્તિ સાથે સામાન્ય મતભેદ સર્જાઈ શકે છે. વિદ્યાર્થીઓને પોતાના લક્ષ્ય તરફ વધુ ધ્યાન આપવાનું સલાહનીય રહેશે. માંગલિક પ્રસંગોને કારણે ઘણાં સમય પછી સુખમય વાતાવરણ માણશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ વિચારો અને અભિગમને બદલી સમય સાથે કદમ મીલાવીને આગળ વધવું જરૂરી છે. તમારા ઊગ્ર સ્વભાવને નહીં બદલો તો બિનજરૂરી સમસ્યાને આમંત્રણ આપી શકો છો. આર્થિક રીતે થોડું વધુ ભારણ મહેસૂસ કરશો. બિનજરૂરી ખર્ચાને નિયંત્રણમાં લાવવા જરૂરી. મોટા ઉદ્યોગોમાં જો રોકાણો કર્યા હશે તેનું વળતર અહીં મળતું જોવા મળે. નોકરીમાં બદલાવ ઈચ્છતા હો તો અહીં એમાં સફળતા મેળવશો. ઘણા સમયથી અટકેલાં મકાન–મિલકતના પ્રશ્નો ઊકેલાશે, જેથી લાભ પણ પ્રાપ્ત થાય.
• કર્ક (ડ,હ)ઃ ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતા અને પરેશાની અહીં દૂર થાય. તમારા કાર્યને લઈને માન–સન્માન પ્રાપ્ત કરી શકશો. સામાજિક–રાજકીય વ્યક્તિત્વ ખીલીને બહાર આવે. કામનું ભારણ હોવા છતાં પરિવાર અને કાર્ય વચ્ચે સફળતાપૂર્વક બેલેન્સ બનાવી શકશો. કોઈ જૂના મિત્રો સાથેની મુલાકાત થકી જૂની યાદો તાજા થાય. વ્યવસાયના ક્ષેત્રમાં નાણાકીય જોગવાઈની અટવાયેલી કામગીરી પૂર્ણ થાય. નોકરીમાં બઢતીની તકો છે. પ્રવાસના આયોજન શક્ય બનશે.
• સિંહ (મ,ટ)ઃ સમયની કિંમતને ઓળખવી જરૂરી છે. હાથમાં લાગેલો સમય વહી જશે તો પસ્તાવાના વારો આવી શકે છે. અનેક પ્રકારના ઉતાર–ચઢાવ બાદ સારી તકો હાથ લાગી છે, જેને વ્યર્થ ન જવા દેવાની સલાહ રહેશે. નાણાકીય તકલીફો દૂર થાય. વ્યવસાય માટે વધુ માર્કેટિંગ અથવા તો હરીફાઈમાં ટકી રહેવા બદલાવ જરૂરી રહેશે. નોકરિયાત વર્ગને સહકર્મચારી સાથે વાદવિવાદમાં ન ઉતરવું. નાની સફર આનંદની પળો આપી જાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સર્જનાત્મક પ્રતિભા અને ક્ષમતાઓને બહાર લાવવી જરૂરી રહેશે. જે તમને બધાં કરતાં અલગ પાડશે તેમજ તમારા વ્યવસાયિક જીવનમાં પણ સકારાત્મક વિકાસ લાવશે. ઉદ્યોગજગતમાં આ સપ્તાહના મધ્યમાં કેટલાક મોટા સોદા કરવા માટે સારી તકો હાથ લાગી શકે છે. જોકે, અંગત જીવનમાં થોડાં ઘણાં વિક્ષેપો આવે એવી સંભાવના રહેશે. નોકરીમાં પ્રગતિ સાધી શકશો. નોકરીમાં સ્થળાંતરના યોગ છે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ લાભદાયી રહેશે. તમારા સપનાંને સાકાર કરી શકશો. આર્થિક રીતે પણ સમય તરફેણમાં રહેશે. વ્યવસાયિક નિર્ણયો લેતી વખતે તમારી ક્ષમતાઓ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધશો તો દરેક પરેશાનીનો ઉકેલ પ્રાપ્ત કરી શકશો. પ્રોપર્ટીને લગતા વ્યાપારમાં ફાયદો થાય. વિવાહ ઈચ્છતા યુવક–યુવતીઓને યોગ્ય પાત્ર મળવાની શક્યતા રહેશે. ઘરમાં માંગલિક પ્રસંગો ઊજવાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ જવાબદારીના ભારણને કારણે મન થોડું બેચેન રહેશે, પણ જો દરેક પળને મન ભરીને જીવતાં શીખી જશો તો જીવનનો ભરપૂર આનંદ માણશો. ઘરના વડીલો સાથે પણ થોડો સમય વિતાવો. આ સમય નાણાકીય રીતે નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં પરિસ્થિતિનું સંપૂર્ણ વિશ્લેષણ કરીને આગળ વધશો તો કોઈ તકલીફ સહન કરવી પડશે નહીં. સામાન્ય શારીરિક તકલીફ આ સપ્તાહે વધતી જોવા મળે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આવેશ કે ઉશ્કેરાટ વધે તેવા પ્રસંગોથી દૂર રહેવું સલાહભર્યું છે, નહીં તો નુકસાની વેઠવી પડશે. તમારા અગત્યના કામોમાં હજી થોડો વધુ વિલંબ જોવા મળે. નોકરી - ધંધામાં સમયની અનુકૂળતા થતાં હજી વાર લાગે, જેના કારણે થોડા વધુ ભારણનો અનુભવ થાય. મકાન–સંપત્તિના પ્રશ્નો ઉકેલાતા દેખાય. આરોગ્ય બાબતની ચિંતા પણ દૂર થતી જોવા મળશે. સરકારી કામગીરીમાં હજી ગૂંચવાડા ઊભા થાય.
• મકર (ખ,જ)ઃ આ સપ્તાહ થોડા વધુ પુરુષાર્થ અને પરિશ્રમવાળો રહેશે. જોકે, તેના ફાયદા પણ જોઈ શકશો. આર્થિક રીતે સાનુકૂળતા વધે. આવકવૃદ્ધિના નવા રસ્તા મળશે. આર્થિક ચિંતાઓ ઓછી થાય. નોકરી-વ્યવસાયના કારણે મુસાફરી કે દોડધામમાં વધારો જોવા મળશે. સંતાનોની લગ્નવિષયક ચિંતા દૂર થાય. કૌટુંબિક મિલકતના પ્રશ્નો ઉકેલાતા જોવા મળે. જોકે, સ્વાસ્થ્ય સંબંધિત થોડીઘણી તકલીફોનો સામનો કરવો પડે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં તમારા માર્ગ આડેના અંતરાયો યથાવત્ જોવા મળે. વિચારોના ઘોડાને હજી કાબૂમાં નહીં લાવો તો અશાંતિ વધશે. નોકરિયાતને કામનું ભારણ વધતું જણાય. ઉપરી અધિકારીઓનું પ્રેશર આવે. જોકે, આર્થિક સંકટમાંથી બહાર આવી શકશો. વૈવાહિક બાબતો માટે પણ સમયની સાનુકૂળતા જોવા મળે. કોઈ અંગત કે પ્રિય વ્યક્તિ સાથેની મુલાકાતથી દિલ થોડું હળવું થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થશે, સાથે જ નવા કામની જવાબદારી પણ આવશે. આર્થિક રીતે આપની જે ઈચ્છા હશે એ સાકાર થતી જોવા મળશે. વ્યવસાય સંબંધિત કાર્યોમાં કોઈ સરકારી મંજૂરી લેવાની હોય તો આ સમય આપની તરફેણમાં છે. કાર્ય માટે જરૂરી નાણાકીય જોગવાઈ ઊભી કરવાના રસ્તા પણ સરળતાથી પ્રાપ્ત કરી શકશો. જોકે, કામની વ્યસ્તતાને કારણે કૌટુંબિક વ્યક્તિઓ સાથે નાનાં-મોટાં વિવાદ સર્જાય એવી શક્યતા રહેશે. એકંદરે સમય સારો પસાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter