વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...
• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ થોડું ઉતાર-ચઢાવવાળું રહેશે. થોડી સૂઝબૂઝ વાપરીને આગળ વધશો તો ફાવશો. નોકરી-ધંધામાં સખત મહેનત માંગી લેતો સમય. આર્થિક રીતે થોડી રાહત થાય. ઉઘરાણીના નાણાં પરત મળશે. ખર્ચાઓ પણ ઓછા થાય. ભાગીદારોના સંબંધોમાં સુધારો જોવા મળશે. મેડિકલના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મેળવશે. માંગલિક પ્રસંગોને કારણે દોડધામ થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ થોડી પરિસ્થિતિ વિકટ બનતી જોવા મળશે પરંતુ, જો મન મક્કમ રાખીને સામનો કરશો તો પરિણામ સુખદ મેળવી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થાય. વ્યવસાય ધંધામાં નવી સિદ્ધિ સર કરી શકશો. નોકરિયાત વર્ગને જવાબદારી સાથે સાથે કામનું પણ ભારણ વધતું જોવા મળશે. નવા મકાનમાં રહેવા જવાનું સપનું હવે પૂર્ણ થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ મિશ્ર પ્રતિભાવ આપનારો સમય. કાર્યક્ષેત્રે તેમજ સરકારી કામ કરતી વ્યક્તિઓને ફાયદો-લાભ પ્રાપ્ત થાય. નવી કારકિર્દીમાં ડગ માંડતા વ્યક્તિએ પોતાના લક્ષ્યને વળગીને આગળ વધવાની સલાહ રહેશે. કાયદાકીય દાવપેચમાંથી હવે રાહત મળતી જોઈ શકશો. આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન સારી એવી તકો મળશે, જેનો લાભ અચૂક લેજો. આર્થિક મુશ્કેલીમાંથી બહાર નીકળવાના રસ્તા હવે ખૂલતા જોઈ શકશો. સ્વાસ્થ્યને મામલે થોડીઘણી ચિંતા રહેશે. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણો માટેની વ્યવસ્થા કરવામાં સફળતા મળશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી અડચણો આવશે. વિદ્યાર્થીઓને સમય સાનુકૂળ થતો જોવા મળશે.
• સિંહ (મ,ટ): જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરવાથી શાંતિની અનુભૂતિ થાય. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. વ્યવસાય-ધંધામાં મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં વખતે કોઈ ચોક્કસ વ્યક્તિની સલાહ અવશ્ય લેજો. પારિવારિક માહોલ આનંદપૂર્ણ રહેશે. શારીરિક સ્વાસ્થ્ય થોડીક ચિંતા રખાવશે. નાણાભીડ હળવી થાય. જમીન-મકાનના પ્રશ્નો હલ થાય.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહોની સ્થિતિ સાનૂકૂળ રહેશે. આત્મવિશ્વાસ મજબૂત બનતો જણાય. યુવાનોને ઇચ્છિત કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય. વેપાર સંબંધિત કામગીરી ધીમી પડશે, કાર્યો પૂર્ણ કરી શકશો. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ જોવા મળે. અટવાયેલા નાણાં પરત મેળવશો. મકાનના પ્રશ્નો બાબતે કોર્ટકચેરીમાં ધક્કા ખાવા પડશે. યાત્રા-પ્રવાસનું આયોજન થાય.
• તુલા (ર,ત)ઃ મહેનત થકી જીવનને યોગ્ય દિશામાં લઈ જઇ શકશો. કોઈપણ પ્રકારનો ડર તમારા ઉપર હાવી થવા દેશો નહીં. વ્યાપારી વર્ગને કામને કારણે ચિંતાનું ભારણ વધતું જોવા મળશે. રિલેશનશિપમાં ઉતાર-ચઢાવવાળી પરિસ્થિતિ અનુભવાય. માંગલિક પ્રસંગોમાં હાજરી અનિવાર્ય બને. વિદ્યાર્થી વર્ગને પરીક્ષાનું પ્રેશર વધતું જોવા મળે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો રહેશે. આર્થિક સ્થિતિ મજબૂત બનતી જણાય. સામે ખર્ચા પણ વધશે. કામનું ભારણ વધે. ધંધા-વ્યવસાયમાં નવી તકો પ્રાપ્ત થાય. નોકરિયાત વર્ગને બદલી-બઢતીના પ્રસંગો બળવાન બનશે. સંતાનોના લગ્ન બાબતે થોડીઘણી ચિંતા રહેશે. સ્વાસ્થ્યને લઈને થોડું સાચવવું જરૂરી.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ તમારી સમસ્યાઓનો અંત આવતો જણાશે. જૂની વાતોને ભૂલી નવેસરથી શરૂ કરશો તો ફાયદામાં રહેશો. આર્થિક મામલે સમય હજી થોડી ઉતાર-ચઢાવ રહેશે. ખર્ચાઓને કંટ્રોલમાં રાખજો. વ્યવસાયિક કાર્યોમાં થોડી વધુ સાવચેતી રાખવી. નોકરીમાં સમયસર કામ પૂરું કરવાનું પ્રેશર રહેશે. લગ્નવિષયક બાબતોમાં કોઈ વડીલની સલાહ લઈ આગળ વધવું જરૂરી.
• મકર (ખ,જ)ઃ સપ્તાહ આનંદમય વ્યતીત થાય. કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થતાં બમણી ખુશી વર્તાય. કારકિર્દીની શરૂઆત કરનાર યુવાવર્ગને પોતાના પ્રયત્નો સફળ થતાં જોવા મળે. આવક અને જાવકનું પ્રમાણ જળવાય રહેશે. જમીન-મકાનના સોદામાં ફાયદો થાય. નોકરીમાં ચાલતા વિવાદો હવે દૂર થતા જણાય. માતાપિતા સાથે સારો સમય વ્યતીત કરી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડી ચિંતાઓ વધતી જોવા મળે. ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને તમારી ચિંતાઓ વધે. નોકરી-વ્યવસાયમાં લાભદાયક તકો મળે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિની મદદથી તમને સારું એવું કામ મળી શકે છે. નવા વાહનની ખરીદીના યોગ છે. સંતાનના અભ્યાસ કારકિર્દી વિષયક બાબતોને લઈને થોડી દોડધામ વધશે. વિદેશમાં અભ્યાસ ઇચ્છિતા વિદ્યાર્થીઓને ખુશખબર મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ સમય અને સંજોગો તમારા માટે સકારાત્મક રહેશે. નજીકની કોઈ વ્યક્તિ સાથેની ગેરસમજ દૂર થતાં હાશકારો વર્તાય. વ્યવસાયમાં થોડી ગુપ્તતા જાળવવી જરૂરી. યાદ રાખો કે દરેક વાતો જાહેર કરવી જરૂરી નથી. મિલકત સંબંધિત ખરીદ-વેચાણ માટેની ઉત્તમ તકો હાથ લાગે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને રહેલી ચિંતાઓ હવે દૂર થાય.


