તા. 18 ઓક્ટોબર 2025થી 24 ઓક્ટોબર 2025 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 17th October 2025 06:58 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં થોડીક શારીરિક સમસ્યો જેવી કે તાણ, માથાનો દુખાવો, આંખની તકલીફ આવી શકે છે જેથી કાળજી રાખવી. આર્થિક મામલે થોડું સંતુલન જાળવવું પડશે. મિત્રો અને સંબંધીઓ તરફથી સહકાર સારો રહેશે. વ્યવસાયિક જીવનમાં નાની-મોટી સમસ્યઓનો સામનો કરવાની તૈયારી રાખશો. સામાજિક જીવનમાં દલીલ કે જીભાજોડીમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. ધંધાકીય બાબતોમાં જોઈવિચારીને પગલાં ભરવા. કોર્ટ-કચેરીના કાર્યો હજી અટવાયેલા રહેશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારો આ સમય ખૂબ પ્રગતિજનક પુરવાર થાય. આપના કાર્યોની પ્રશંસા અને કાર્યસ્થળ પર સન્માન મેળવશો. ભાઈ-બહેનના સપોર્ટથી કાર્યસિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. ધંધાકીય ક્ષેત્રમાં નવી તકો પ્રાપ્ત થાય. સંતાનોના અભ્યાસ બાબતના પ્રશ્નો ઉકેલાશે. સ્વાસ્થ્ય બાબતે તમારી સાવચેતી મદદરૂપ બની રહેશે. પ્રવાસ-પર્યટનનું આયોજન શક્ય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય તમારા કાર્યક્ષેત્રે ખૂબ પ્રગતિકારક સાબિત થાય. ધંધા-વેપારના ક્ષેત્રમાં પણ ઉત્તમ તકો પ્રાપ્ત થાય. તમારો બિઝનેસ બમણો થાય. આર્થિક રીતે થોડો ખર્ચો પણ વધુ કરાવશે. સામે આવકમાં વધારો પણ કરાવશે. પરિવારમાં ખુશી-આનંદના સમાચાર સંભળાય. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં આગળ કાર્યવાહી થાય. તમારા બાકી રહેલા કાર્યોની આ સપ્તાહે પૂર્તતા થતી જોવા મળશે. અભ્યાસ કરનારા માટે સમયની સાનુકૂળતા વધશે. સારા સમાચાર આવશે. કોર્ટ-કચેરીના કાર્યોનો પણ નિવેડો આવતો જોવા મળશે.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં સરકારી કામકાજના ક્ષેત્રે નસીબ સાથ આપશે નહીં. હરીફાઈ તેમજ સ્પર્ધકો તરફથી થોડી સમસ્યાઓનો સામનો કરવો પડે. આર્થિક દૃષ્ટિએ થોડી રાહતવાળો સમય રહેશે. જરૂરતમંદ લોકોને મદદ કરવા માટે તમે આગળ આવશો. પિતા સાથેના સંબંધો સુધરતા જોવા મળે. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ચિંતાઓ રહેશે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય. નવીન કામગીરી હાથમાં લઈ શકશો.
• સિંહ (મ,ટ): આ સમય મહેનત વધારે અને પરિણામ ઓછું આપનારો પસાર થાય આપના દરેક કાર્યોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમારી એકાગ્રતા ભંગ થાય જેના કારણે માનસિક ઉચાટ અનુભવાય. નોકરી-વ્યવસાયમાં પણ મુશ્કેલીમાં વધારો જોવા મળશે. જોકે થોડી રાહત નાણાકીય ક્ષેત્રમાં રહેશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ કોઈ ખાસ મુશ્કેલી નથી. વિદ્યાર્થીઓને પોતાની મહેનતના સારા પરિણામ મલી રહેશે. વિદેશમાં અભ્યાસના ઉજળા સંજોગો છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ કારકિર્દીના દૃષ્ટિકોણથી આ સમય સખત મહેનત કરવાનો રહેશે. વધુને વધુ કુશળતાનો ઉપયોગ કરીને તમારી મહેનત થકી તમારા સ્થાનને મજબૂત બનાવવું પડશે. વ્યવસાયમાં નવીન રોકાણોને કારણે વ્યસ્તતામાં વધારો થાય. આર્થિક રીતે સમય મધ્યમ રહેશે. વિદ્યાર્થીઓએ ખાસ કાળજી રાખવી જરૂરી છે, નહીં તો અભ્યાસમાં રૂકાવટની શક્યતા છે. પરિવારમાં ખુશીના સમાચારને કારણે વાતાવરણ આનંદિત બની રહેશે. માંગલિક પ્રસંગો યોજાય.
• તુલા (ર,ત)ઃ આ સમય આપના માટે થોડું વધુ નિયંત્રણ રાખીને કાર્ય કરવાનું સૂચવે છે. આપના કાર્યોમાં વધુને વધુ મહેનત અને કુશળતા દર્શાવી પડે નહીં તો નુકશાની વેઠવી પડે. નોકરીના ક્ષેત્રમાં આપ જો ધ્યાન નહીં રાખો તો આપના વિરોધીઓ મુશ્કેલી ઉભી કરી શકે છે. ખર્ચ અને આવકનું પ્રમાણ એક સરખું રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વિલંબિત થાય. સ્વાસ્થ્યની બાબતે થોડી વધુ કાળજી રાખવી જરૂરી છે. કામને કારણે પ્રવાસ-પર્યટન વધશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય આપના માટે ખૂબ મહત્ત્વનો અને સફળતા અપાવનારો સાબિત થાય. આપના વ્યવસાયના ક્ષેત્રમાં તમારા સાથી કર્મચારીઓ દ્વારા લાભના યોગ છે. નોકરીના ક્ષેત્રમાં આપને ઇચ્છિત સ્થાન પર બદલી-બઢતીના સંજોગો છે. આર્થિક દૃષ્ટિએ આવકના પ્રમાણમાં વધારો જોવા મળે. મકાન-મિલકતની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓ સારાં પરિણામ પ્રાપ્ત કરશે. દામ્પત્યજીવનમાં મતભેદ હોય તો દુર થાય.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આ સમય પ્રગતિકારક પુરવાર થાય. તમારો પુરુષાર્થ ફળશે. મહત્ત્વના નિર્ણયો તમારા તરફેણમાં પરિવર્તિત થાય. નોકરીના ક્ષેત્રમાં તમારો સમય પ્રગતિકારક રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો યોજાય. વાતાવરણ ખુશમય અને આનંદિત રહેશે. વિદ્યાર્થીજગતમાં મહત્ત્વના પરિણામો પ્રાપ્ત કરી શકાય. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આર્થિક સદ્ધરતામાં વધારો થાય.
• મકર (ખ,જ)ઃ આપનો આ સમય થોડો મિશ્રભાવવાળો રહેશે. ક્યારેક ખુશીની લહેર દોડે તો ક્યારેક ગમગીની વર્તાય. જોકે દરેક પરિસ્થિતિની સામનો આપ કુશળતાપૂર્વક કરી શકશો. આર્થિક દૃષ્ટિએ ખાસ મુશ્કેલી જણાતી નથી. વ્યવસાયિક કાર્યોમાં થોડું ટેન્શનવાળું વાતાવરણ રહેશે. જમીન-મકાન કે વાહન સંબંધિત નવી ખરીદી શક્ય બનશે. વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું પરિણામ આવી શકે છે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ તમારી મહત્ત્વની કામગીરીમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. આ સમય આપના માટે પરિવર્તન લઇને આવશે. આપના ઉત્સાહમાં વધારો થાય. કોઈક મહત્ત્વના સમાચારથી આનંદિત વાતાવરણ ઊભું થાય. આર્થિક સમસ્યાનો ઉકેલ મળશે. નોકરીમાં બઢતીનો સમય છે. વ્યપારમાં નવા રોકાણો માટે સારી એવી તકો પ્રાપ્ત થાય. નવીન સંપત્તિની ખરીદી માટે સમય ખૂબ સારો રહેશે. શારીરિક તંદુરસ્તીમાં સુધારો જોવા મળે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય આપના માટે અવરોધો લાવશે, પણ આપની સૂઝબૂઝથી અને બુદ્ધિશક્તિથી આગળનું વિચારશો તો દરેક અડચણનો સામનો દૃઢતાથી કરી શકશો. છેવટે સારાં પરિણામ પણ મેળવી શકશો. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. આપની ધીરજની કસોટી થાય. સંતાનોના લગ્નવિષયક પ્રશ્નો હલ થાય. માનસિક ભારણ ઓછું થાય. આર્થિક રીતે આ સમય નહીં નફો - નહીં નુકસાનનો રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter