તા. 18 નવેમ્બર 2023થી 24 નવેમ્બર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Saturday 18th November 2023 05:37 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ મનની ઈચ્છાઓ આ સમયમાં બર ન આવતાં માનસિક અશાંતિ યા અજંપો વર્તાશે. તમારા માર્ગ આડેના વિઘ્નો ધારો છો એટલી ઝડપથી દૂર થશે નહીં. તમારા ખર્ચાઓ વિશે વ્યવસ્થિત આયોજન કરશો તો આર્થિક તંગીનો અનુભવ થશે નહીં. નોકરિયાત વર્ગને નજીકના સમયમાં સમસ્યાઓનો અંત આવતો જણાશે. કૌટુંબિક સંપત્તિના વાદવિવાદ હજી યથાવત્ રહેશે. આમ છતાં થોડી સમજદારી દાખવીને જતું કરવાની ભાવના રાખશો તો ઉકેલ લાવી શકશો.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમય દરમિયાન તમારી હિંમત અને સ્વસ્થતા ટકાવી રાખીને કામગીરી કરશો તો અવશ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો. નોકરી-ધંધાના ક્ષેત્રમાં નિરાશા અને નકારાત્મક વિચારોને આવવા દેશો નહીં. આર્થિક પરિસ્થિતિમાં વૃદ્ધિ કરવા માટેના પ્રયત્નો ચાલુ રાખશો. મકાન–મિલકતની બાબતનો ઉકેલ આવે. કૌટુંબિક કાર્યશીલતા વધે. સંતાનોના પ્રશ્નોના નિરાકરણ લાવી શકાય. પ્રવાસ–પર્યટન કે હવાઈ મુસાફરી ફળદાયી નિવડે.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સમય થોડો બેચેની-મનોવેદનાનો અનુભવ કરાવે. કાર્યસફળતામાં વિઘ્ન યા વિલંબના કારણે ઉત્પાત રહ્યા કરે. ધીરજ અને સંયમથી કામ લેવું હિતાવહ રહે. ધંધાકીય ક્ષેત્રમાં નવીન તકો મળશે, પરંતુ મહેનત ખૂબ કરવી પડશે. નોકરીમાં પરિસ્થિતિ યથાવત્ જણાય. ધાર્મિક પ્રવૃત્તિઓમાં મન લગાવી રાખશો તો દરેક કાર્યના રસ્તાઓ શોધી શકશો. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો રહે. દાંપત્યજીવનમાં ખોટા વાદવિવાદમાં ન પડવું.
• કર્ક (ડ,હ)ઃ આપનો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય પુરવાર થાય. અધૂરાં કામકાજને આગળ ધપાવી શકશો. વ્યવસાયિક કાર્યોની વ્યસ્તતાને કારણે થોડીઘણી માનસિક અસ્વસ્થતા જણાય. કૌટુંબિક સંપત્તિના પ્રશ્નો હલ થાય. નવી સંપત્તિની ખરીદી શક્ય બને. આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી હિતાવહ રહે. વિદ્યાર્થીઓ મહેનત અને પુરુષાર્થ થકી ઈચ્છિત સફળતા મેળવી શકશે. માંગલિક પ્રસંગો સારી રીતે ઊજવી શકશો.
• સિંહ (મ,ટ): આ સમય આપને અંધકારમાંથી બહાર લાવીને ઉજાસ તેમજ સફળતાનો અનુભવ કરાવશે. આપના લાંબા સમયના પ્રયત્નોનું ફળ અહીં પ્રાપ્ત કરી શકશો. કોઈને ઊછીના આપેલા નાણાં પરત થવાથી આર્થિક લાભ પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં ઉત્તમ તકો પ્રાપ્ત થાય. સાથે સાથે તમારા કાર્યક્ષેત્રમાં આધુનિકતા લાવશો તો બમણી સફળતા પ્રાપ્ત કરી શકશો. વિદ્યાર્થીઓએ મિત્રવર્ગથી ખાસ કાળજી રાખવી, આપના કિંમતી સમયનો બગાડ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. લાંબી મુસાફરી માટેના આયોજન પાર પાડી શકવાના યોગો છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ હકારાત્મક વિચાર અભિગમ આપના વલણને એકદમ અલગ બનાવી શકશે. જેના કારણે આપ માનસિક સ્વસ્થતા સાથે સાથે આનંદમય વાતાવરણ આપની આસપાસ ઊભું કરી શકશો. જેનો લાભ આપના વ્યવસાયના ક્ષેત્રમાં પણ મેળવી શકશો. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. કૌટુંબિક કાર્યભારની જવાબદારી વધે. સંતાનોના અભ્યાસ બાબતે ખૂબ દોડાદોડી વાળો સમય રહેશે. કોર્ટકચેરીના કાર્યોમાં સફળતા મેળવવા માટે ખૂબ મહેનત કરવી પડશે. પ્રવાસના આયોજનો સફળ થાય.

• તુલા (ર,ત)ઃ આ સમય દરમિયાન કાર્યક્ષેત્રમાં તમને સન્માન અને લાભની પ્રાપ્તિ થાય. વ્યાપારિક ક્ષેત્રમાં સારી તકો પ્રાપ્ત થશે, જેના કારણે આપના વેપારની વૃદ્ધિ થઈ શકશે. પારિવારિક દૃષ્ટિએ આપના ભાઈ–બહેન સાથેના સંબંધો સુધરશે. આર્થિક સ્થિતિ મજબૂત બને. નોકરિયાત વર્ગને કરિયર માટેના નવા માર્ગ ખુલ્લા થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી વધુ સંભાળ રાખવી હિતાવહ રહેશે. વિદ્યાર્થી વર્ગને સારા પરિણામો પ્રાપ્ત થાય. વિદેશ અભ્યાસના યોગો પ્રાપ્ત થાય. સંતાનની લગ્નવિષયક બાબતો માટે સમય સાનુકૂળતા વાળો રહેશે.

• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમય થોડો ટેન્શનવાળો પુરવાર થશે. આપના કાર્યોની પૂર્તતા માટે ખૂબ જ મહેનત કરવી પડે, સામે જોઈએ એવા પરિણામો મેળવી શકાય નહીં. નોકરિયાત વર્ગને પોતાના સહકર્મી સાથે વાદવિવાદના પ્રસંગ સર્જાઈ શકે છે. કામનું ભારણ વધતું જ જાય. જોકે, નાણાકીય દૃષ્ટિએ થોડી રાહત આપનારો સમય રહેશે. આપનો આર્થિક બોજો પણ ઓછો થાય. માતાપિતાના આરોગ્ય બાબતે ચિંતા આવે. વિદેશ પ્રવાસ શક્ય બને. કોર્ટકચેરીના કાર્યોમાં આપના તરફી ઊકેલ આવશે.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમય દરમિયાન આપ જોમજુસ્સો અને આનંદનો અનુભવ કરી શકશો. આપના વ્યવસાયિક કાર્યોમાં પ્રગતિ પણ સાધી શકશો. નવા મૂડીરોકાણો માટે હજી સમયની સાનુકૂળતા નથી. નોકરિયાત વર્ગને સહકર્મી સાથેના સંબંધોને કારણે લાભ થાય. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થતો જણાય. નવી મિત્રતા બંધાય. વિદ્યાર્થી વર્ગને શુભ સમાચાર મળે. વિદેશ ભણવા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટેની ઈચ્છાઓ પૂર્ણ થાય. પ્રવાસ–પર્યટનથી ખુશી-આનંદ પ્રાપ્ત કરી શકો.
• મકર (ખ,જ)ઃ આ સમય આપના માટે ફક્ત આર્થિક લાભોને ધ્યાનમાં ન લેતાં આધ્યાત્મિક તેમજ નૈતિક મૂલ્યોને લક્ષ્યમાં રાખી કામગીરી કરશો તો સફળતા મેળવી શકશો. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો. કૌટુંબિક જવાબદારીનો ભાર આપના શિરે રહેશે. કુટુંબમાં માંગલિક પ્રસંગો ઊજવાય. નોકરીના ક્ષેત્રમાં નહીંવત્ ફેરફારો થકી થોડીઘણી જવાબદારીઓ આવી પડશે. સંતાનોના અભ્યાસને કારણે સ્થાનફેર થવાની શક્યતાઓ રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો ઉદાર સ્વભાવ અનેક કાર્યોની પૂર્તતા માટે મદદરૂપ બની રહેશે. આપના કરેલા કાર્યોની અહીં નોંધ લેવાય. નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં ધારેલી સફળતાઓ પ્રાપ્ત થાય. વ્યવસાયના કારણે અવારનવાર વિદેશ પ્રવાસો પણ કરવા પડે. અહીં આપના આરોગ્ય વિશે ખાસ કાળજી રાખશો. ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈ શકશો. સંપત્તિના પ્રશ્નોનો હલ આવે. વિદ્યાર્થીઓ માટે નવી તકો પ્રાપ્ત થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ માનસિક અકળામણ અને તીવ્ર તાણના કારણે અસ્વસ્થતા વધશે. ખોટી ચિંતાઓને કારણે મનની શાંતિ ગુમાવી બેસશો. શંકા અને ચિંતા છોડી કાર્યમાં મન પરોવેલું રાખશો તો નુકસાનીમાંથી બહાર આવી શકશો. નોકરિયાત વર્ગને અહીંયા સારી જગ્યાઓ પર બઢતી મળે. ધંધાકીય ક્ષેત્રમાં સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય. તમારા જીવનસાથીના સહકાર થકી એ પરિસ્થિતિનો લાભ ઊઠાવી શકશો. વિદ્યાર્થી વર્ગે ધાર્યા પરિણામ મેળવવા માટે અથાગ પ્રયત્નો કરવા પડે. આરોગ્યની દૃષ્ટિએ સામાન્ય તકલીફ રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter