તા. 19 ઓગસ્ટ 2023થી 25 ઓગસ્ટ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 18th August 2023 10:18 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સુખ અને દુઃખ જીવનમાં સિક્કાની બે બાજુની જેમ વર્તન કરે છે. દરેક પરિસ્થિતિનો સામનો મક્કમતાથી અને ધીરજથી કરશો તો દુઃખમાંથી પણ કંઈક શીખીને એમાંથી બહાર આવી શકશો. આર્થિક રીતે આ સમય થોડો ખર્ચાળ સાબિત થઈ શકે છે તેથી કાળજી રાખવી. વ્યવસાયિક જીવનમાં કેટલીક નવી સિદ્ધિઓ સર કરી શકશો. નોકરીમાં કામનું ભારણ વધતું જોવા મળશે. કોર્ટ-કચેરીમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ થોડી સૂઝબૂઝ વાપરીને આગળ વધવા સલાહ આપે છે. સામાજિક તેમજ રાજકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા વ્યક્તિએ થોડી હોંશિયારી દાખવવી પડશે. તમારા કાર્યક્ષેત્રમાં સખત મહેનત માંગી લેતો સમય. વ્યવસાયિક સંબંધોમાં થોડો સુધારો જોવા મળશે. આર્થિક રીતે થોડી રાહત જોવા મળશે. જોકે ખર્ચાઓ પર કંટ્રોલ અનિવાર્ય રહેશે. મેનેજમેન્ટ અને મેડિકલના વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થાય.
• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ થોડા ઘણા અંશે મિશ્ર પરિણામ આપશે. કામકાજના ક્ષેત્રમાં તેમજ સરકારી ક્ષેત્રમાં કામ કરી રહેલા વ્યક્તિઓને ફાયદો તેમજ સરકારી લાભ પ્રાપ્ત થાય. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહ્યા કરશે. કારકિર્દીની શરૂઆતમાં અડચણો જોવા મળશે. જોકે તમારા ધ્યેયને વળગીને જો આગળ વધશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન તમારા માટે ઘણી બધી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. તકનો લાભ લેશો તો ફાવશો. આર્થિક તંગીમાંથી બહાર આવવા માટેના રસ્તાઓ ખૂલતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળે. કોર્ટ-કચેરીના કાર્યો હજી થોડા વિલંબમાં પડે. વાહનની ખરીદીની ઇચ્છા પૂર્ણ થશે.
• સિંહ (મ,ટ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારું હશે. કોઈક વાર અશાંતિ - બેચેનીનો પણ અનુભવ થાય. કામકાજનું ભારણ વધે. આર્થિક રીતે બેલેન્સ જાળવી શકશો. ધંધાકીય મૂડીરોકાણની જોગવાઈ માટે થોડી વધુ દોડધામ કરવી પડે. જોકે એમાં સફળતા પણ મેળવી શકશો. જમીન-મકાનના કાર્યોમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સંતાનોની લગ્નવિષયક બાબતોમાં ચર્ચા આગળ વધતી જોવા મળે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ નિયમિત જીવનશૈલીમાં હવે તમારે બદલાવ જરૂરી રહેશે. આળસ ખંખેરીને કામ પર લાગી જવાની સલાહ છે. આર્થિક રીતે આ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે. જોકે સામે આવકની જોગવાઈ પણ કરી શકશો. કૌટુંબિક રીતે કોઈ વિવાદોમાં ઘેરાયેલા હશો તો એમાંથી હવે બહાર નીકળી શકશો. બિલ્ડીંગ વ્યવસાયમાં તેમજ કેમિકલ કે લિક્વિડના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે તેજીનો સમય છે. નોકરીમાં પરિસ્થિતિ યથાવત્ રહેશે.
• તુલા (ર,ત)ઃ થોડી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ આ સપ્તાહ દરમિયાન વડીલ વર્ગમાં જોવા મળી શકે છે. જોકે યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ તમને એમાંથી બહાર લાવી શકશે. નાણાકીય મામલે વિચારીને આગળ વધશો. નાહકના ખર્ચા ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી. વ્યવસાયિક કામગીરીમાં નવા મૂડીરોકાણ તેમજ નવા પ્રોજેક્ટથી ફાયદો રહેશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સમયમાં જો તમે મનને શાંત રાખીને તેમજ દૃઢતાથી આગળ વધશો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે સક્ષમ બની શકશો. આવકની રીતે હવે થોડીઘણી રાહત રહેશે. જરૂરી નાણાકીય જોગવાઈ કરવા માટે યોગ્ય રસ્તા મેળવી શકશો. આ સમય દરમિયાન મકાન કે કોઈ પ્રોપર્ટી ખરીદી રિલેટેડ વાતો ચાલી રહી હશે તો ફાયદામાં રહેશો. વ્યવસાય - રોજગાર સંબંધિત કામગીરીમાં થોડી મહેનત વધારવી જરૂરી રહેશે. કોર્ટ-કચેરીમાં વિજય પ્રાપ્ત કરી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન ગ્રહયોગને આધિન ભાગ્યોદય જોઈ શકાય. નસીબ સાથ આપતું જોવા મળે. આપના દ્વારા ઇન્વેસ્ટ કરેલા નાણાં થકી સારો એવો ફાયદો જોઈ શકશો. તમારી આર્થિક સમૃદ્ધિમાં વધારો થાય. નોકરીના ક્ષેત્રમાં થોડા ઘણા નકારાત્મક વલણો જોઈ શકશો. જોકે હિંમત હાર્યા વગર તમારી મહેનત અને લગનથી કાર્ય કરે રાખશો તો અંતમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. ખનીજ - પેટ્રોલ તેમજ સોનાચાંદીના વ્યાપારમાં તેજી જોવા મળે.
• મકર (ખ,જ)ઃ બીજાને ખુશ કરવામાં તમે તમારી પોતાની ખુશીને બરબાદ ન કરશો. એવું કોઈ પ્રોમિસ ના આપશો જે તમે પૂરું ના કરી શકો. આર્થિક રીતે ફાયદો થાય પરંતુ એ તમારી અપેક્ષા કરતાં ઓછો હશે. નોકરી-ધંધામાં તમારા પ્રયત્નો થકી પરિસ્થિતિમાં થોડો ઘણો સુધાર લાવી શકશો. સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ રહેશે. નાની સર્જરીમાંથી પસાર થવું પડે. પરિવારના સભ્યોનો સાથ-સહકાર આ પરિસ્થિતિમાંથી બહાર લાવવામાં મદદરૂપ બની રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ અઠવાડિયા દરમિયાન ઘણા ખરા મહત્ત્વના નિર્ણયો લેવા પડશે. તમારા ભૂતકાળના અનુભવો અહીં કામ લાગે. નાણાકીય રીતે મહંદઅંશે સમસ્યા દૂર થાય. નવા રોકાણો કરવાનો વિચાર હજી માંડી વાળવો પડે. વ્યવસાયમાં તમારા ભાગીદાર સાથે સંબંધોમાં ખેંચતાણ જોવા મળે. નોકરિયાત વ્યક્તિને પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા સખત મહેનત કરવી પડશે. સંયમ રાખીને કાર્ય કરતા રહેશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સપ્તાહ આરોગ્યના મામલે થોડી ઘણી રાહત રહેશે. આથી માનસિક રીતે પણ શાંતિનો અનુભવ કરશો. આર્થિક રીતે સ્થિતિ વધુ સારી બને. લોન માટે એપ્લિકેશન કરી હોય તો એ પ્રોસેસ આગળ વધશે. વ્યવસાય-ધંધામાં પણ જરૂરી આર્થિક જોગવાઈ ઊભી કરી શકશો. નોકરીમાં તમારા હિતશત્રુઓથી સાવધાન રહેશો. વિદ્યાર્થીઓ માટે થોડા ઘણે અંશે મુશ્કેલીવાળો સમય પસાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter