• મેષ (અ,લ,ઇ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. ક્યારેક અશાંતિ - બેચેનીનો અનુભવ થાય. કામકાજનું ભારણ વધે. આર્થિક રીતે સમતુલા જળવાશે. ધંધાકીય મૂડીરોકાણની જોગવાઈ માટે થોડી વધુ દોડધામ કરવી પડે. જોકે એમાં સફળતા પણ મેળવશો. જમીન-મકાનના કાર્યોમાં ફાયદો થાય. નોકરિયાત વર્ગને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ નિયમિત જીવનશૈલીમાં હવે બદલાવ જરૂરી છે. આળસ ખંખેરીને કામ કરવા લાગી જવાની સલાહ છે. આર્થિક રીતે આ સપ્તાહ દરમિયાન કોઈ અણધાર્યા ખર્ચ આવી શકે છે, જોકે સામે આવકની જોગવાઈ પણ કરી શકશો. કૌટુંબિક રીતે કોઈ વિવાદોમાં જો ઘેરાયેલા હશો તો હવે એમાંથી હવે બહાર નીકળી શકશો.
• મિથુન (ક,છ,ઘ)ઃ થોડી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આ સપ્તાહ દરમિયાન જોવા મળી શકે છે. જોકે યોગ્ય આહાર અને નિયમિત વ્યાયામ થકી તેને દૂર કરી શકશો. નાણાંકીય મામલે વિચારપૂર્વક આગળ વધશો તો મુશ્કેલી ટાળી શકશો. નાહકના ખર્ચાઓ ઉપર નિયંત્રણ જરૂરી રહેશે. વાહન ચલાવતી વખતે થોડી સાવધાની રાખવી.
• કર્ક (ડ,હ)ઃ આ સમયમાં જો તમે મન શાંત રાખીને અને દૃઢતાથી આગળ વધશો તો દરેક સમસ્યાનું સમાધાન શોધવા માટે સક્ષમ બની શકશો. આવકની રીતે હવે થોડીઘણી રાહત રહેશે. જરૂરી નાણાકીય જોગવાઈ કરવા માટે યોગ્ય રસ્તા મળી રહેશે. જો આ સમય દરમિયાન મકાન કે કોઈ પ્રોપર્ટી ખરીદી રિલેટેડ વાતો ચાલી રહી હશે તો એમાં લાભમાં રહેશો. વ્યવસાય-રોજગાર સંબંધિત કામગીરીમાં થોડી મહેનત વધારવી જરૂરી બનશે.
• સિંહ (મ,ટ): પૈસા સંબંધિત સંજોગો અને સમસ્યા તમારા માનસિક તણાવનું કારણ બની શકે છે. કામનો બોજ થોડું પ્રેશર આપી શકે છે. સ્વાસ્થ્યને મામલે તમારા ખાવાપીવા પર થોડું ધ્યાન રાખવું જરૂરી રહેશે. કરિયરની શરૂઆત કરનારા માટે આ સપ્તાહ તરફેણમાં રહેશે. ધંધા-ઉદ્યોગમાં મોટા ફાયદા જોઈ શકશો. દામ્પત્યજીવન માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ જો તમારું સ્વાસ્થ્ય નબળું હોય તો આ સપ્તાહ દરમિયાન થોડી કસરત - યોગ જેવી પ્રવૃત્તિ પર વધુ ભાર આપવો રહ્યો. તમારા નિયમિત જીવનક્રમમાં ચેન્જ લાવવો જરૂરી બનશે. શક્ય છે આ સપ્તાહમાં કોઈ નાની મુસાફરીનું આયોજન થઇ શકે છે. ધંધા-વ્યવસાયામાં નવી નવી ટેકનોલોજીને થોડી વધુ વિકાસવાની જરૂરિયાત રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સપ્તાહ થોડું ટેન્શનવાળું પસાર થાય. કોર્ટ-કચેરીના કાર્યોમાં થોડો વિલંબ થાય.
• તુલા (ર,ત)ઃ આ સમય ફાયદાકારક રહેશે. કોઈ વ્યક્તિગત અધૂરાં કાર્યો હવે પૂરાં કરી શકશો. નાણાકીય રોકાણ કરવા માટે આ સપ્તાહ ઘણું સારું રહેશે. પરિવારના સભ્યો સાથે આ સપ્તાહે કયાંક નાની ટ્રીપનું આયોજન થશે. વિદ્યાર્થીઓને આ સપ્તાહમાં ઘણાં એવાં સારા કામની ઓફરના ચાન્સીસ રહેશે. વિઝાને લગતી સમસ્યામાંથી હવે બહાર આવી શકશો. મકાન-મિલકતનાં પ્રશ્નો પણ હવે ધીમે ધીમે ઉકેલ તરફ લઈ જઈ શકશો.
• વૃશ્ચિક (ન,ય)ઃ આ સપ્તાહમાં સ્વાસ્થ્યને મામલે થોડુંક ઉપર નીચે થાય. પગના દુઃખાવા, સાંધાની તકલીફ તેમજ ખાંસી-શરદીની સમસ્યા રહેશે. આર્થિક મામલે યોગ્ય નિર્ણય લઈને આગળ નહીં વધો તો થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. ગ્રહોની શુભ સ્થિતિ તમારા કાર્યક્ષેત્રમાં ચાર ચાંદ લગાવી શકે છે. થોડી મહેનત વધારે કરવી પડે. નોકરીમાં તમારી જગ્યાની ફેરબદલી અથવા તો નવી જગ્યાએ કામકાજ શરૂ કરો એવી સંભાવના રહેશે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનું આ સપ્તાહ મધ્યમ રહેશે. વ્યવસાયિક તેમજ સામાજિક રીતે બેલેન્સ રાખીને તમારે કામગીરી કરવી જરૂરી. તમારી મહેનતનું યથાયોગ્ય પરિણામ મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડશે. ધંધામાં થોડી વ્યસ્તતા વધતી જોવા મળશે. નોકરીના કામકાજમાં એક જગ્યાથી બીજી જગ્યાની દોડધામ વધતી જણાશે. નવા વાહનની ખરીદીની ઇચ્છા હવે પૂર્ણ થતી જોવા મળશે.
• મકર (ખ,જ)ઃ આ સમયમાં તમારા જીવનમાં સારા એવા સકારાત્મક પરિણામ જોઈ શકશો. કાર્યક્ષેત્રમાં તમારાં માન-સન્માન પ્રતિષ્ઠામાં વધારો થતો જોવા મળે. સંપત્તિમાં વધારો થાય. નાણાકીય રીતે ફાયદો થતો જોવા મળશે. લાંબા સમયથી અટવાયેલાં ઉછીના નાણાં પરત મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં નવા રોકાણ પ્રોજેક્ટ્સ પર કામ હાથ ધરી શકો છો. સંતાનોની સમસ્યાનો ઉકેલ મેળવવાના તમારા પ્રયત્નો સફળ થાય. પરિવાર સાથે આનંદની પળો માણી શકશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો પ્રતિસ્પર્ધાવાળો સાબિત થાય. નોકરી-ધંધાના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડશે. જોકે આપ મક્કમ મનોબળ સાથે કામગીરી કરશો તો દરેક પડકારનો સામનો કરીને વિજય મેળવશો. મકાન-મિલકતની સમસ્યા હજી યથાવત્ રહેશે. જોકે આ સપ્તાહમાં આનંદની ક્ષણો માણવાનો પણ અવસર મળશે. કોઈ જૂના મિત્રો સાથે મુલાકત થઈ શકે છે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આજુબાજુની પરિસ્થિતિને અનુકૂળ થઈને કામગીરી કરવાથી દરેક સમસ્યાનું યોગ્ય સમાધાન મેળવી શકશો. પારિવારિક ઝઘડાનો અંત લાવવા માટે યોગ્ય વ્યક્તિ સાથે વાટાઘાટો કરી એનો ઉકેલ લાવવાના પ્રયત્નો કરજો. આર્થિક રીતે તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થોડું ખેંચાવું પડે. ધંધા-વ્યવસાયમાં ભાગીદારીમાં થોડી વધુ ચોકસાઇ રાખીને કામગીરી કરવી જરૂરી.