તા. 2 એપ્રિલ 2022થી 8 એપ્રિલ 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st April 2022 07:18 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

મેષ (અ,લ,ઈ)ઃ આ સમયમાં તમારી મહેતનું ધાર્યું ફળ મળશે. પરંતુ મહેનત વધારે કરવી પડશે. આર્થિક દ્રષ્ટિએ આ સમયમાં ધાર્યો લાભ મળશે. ખોટા ખર્ચાથી દૂર રહેવું. નોકરિયાત વર્ગની મનની ઈચ્છા પૂર્ણ થશે. ઉપરી વર્ગનો સાથે સારો ટેકો મળશે. ધંધાકીય રીતે નવી તક મળશે. વિરોધીઓની બદલાની ભાવના ફળશે નહીં. નવા પ્રવાસ અંગે નિર્ણય થાય. સ્ત્રીઓને માનસિક ટેન્શન રહેશે. વિદ્યાર્થી વર્ગને સારું રહેશે.
વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયગાળામાં તમારા મનની ઈચ્છા પૂર્ણ થાય. આર્થિક દ્રષ્ટિએ આ સમયમાં ખર્ચ વધે છતાં આર્થિક લાભ થાય. ધંધાકીય દ્રષ્ટિએ નવી મુલાકાતો થાય. આરોગ્ય અંગે સંભાળ રાખવી જરૂરી છે. નોકરિયાત વર્ગને બઢતી-બદલીના યોગ છે. પ્રમોશનના યોગ બળવાન બનશે. વડીલોની ચિંતા રહેશે. વિદ્યાર્થી વર્ગને વધારે મહેતન કરવી પડશે. મકાન-મિલકતના પ્રશ્નોનો નિકાલ આવશે.
મિથુન (ક,છ,ઘ)ઃ મનની મૂંઝવણ દૂર થશે. આર્થિક દ્રષ્ટિએ આ સમય વધુ મહેનત માંગી લેશે. આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધશે છતાં આકસ્મિક ધનનો લાભ મળી રહેશે. પ્રોપર્ટીના પ્રશ્નોનો ઉકેલ આવશે. કોર્ટ-કચેરીના કામોનો ઉકેલ આવશે. વડીલોની મદદ મળી રહેશે. નવા વાહન કે મકાનની ખરીદી થાય. નવીન સ્થળે પ્રવાસના યોગો છે.
કર્ક (ડ,હ)ઃ તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. મિત્રોની મદદ મળી રહેશે. આર્થિક જવાબદારી આપના શિરે રહેશે. આવકનું પ્રમાણ વધશે. અટવાયેલાં નાણાં પાછા મળી શકશે. નોકરિયાત વર્ગને સારું રહેશે. ધંધા-વેપારના ક્ષેત્રે અનુકૂળતા વધશે. દામ્પત્યજીવન સારું રહેશે.
સિંહ (મ,ટ)ઃ અધૂરાં રહેલાં કાર્યો પૂરા થાય. અંગત સમસ્યાનો ઉકેલ આવશે. નોકરીને લગતી મૂંઝવણ હશે તો તે દૂર થશે. નાણાંકીય પરિસ્થિતિ સુધરશે. કુટુંબીજનોની મદદ મળી રહેશે. મકાન-મિલકતના પ્રશ્નોનો ઉકેલ આવશે. ધંધાકીય ક્ષેત્રે થોડી મુશ્કેલી ઊભી થવાની શક્યતા છે. આરોગ્ય અંગે સાચવવું જરૂરી.
કન્યા (પ,ઠ,ણ)ઃ ધીમે ધીમે સંજોગો સાનુકૂળ થતા જણાય. તમારી યોજનાઓને આગળ ધપાવી શકશો. આર્થિક સ્થિતિ સારી રહેશે. છતાં માનસિક ચિંતાઓ રહેશે. નોકરિયાત વર્ગને સામાન્ય અવરોધો આવશે. ઉચ્ચ અધિકારીઓની મદદ મળી રહેશે. વેપારી વર્ગને વધુ મહેનત કરવી પડશે. સામાન્ય ચઢાવઉતાર આવશે. અગત્યના નિર્ણય લેતાં પહેલાં કાળજી રાખશો. નવા પ્રવાસ અંગે ધાર્યું આયોજન ન થાય. નાણાંકીય લેવડ-દેવડમાં ધ્યાન રાખવું.
તુલા (ર,ત)ઃ આ સમય પ્રગતિશીલ રહેશે. અધૂરાં કાર્યો પૂરાં થશે. નોકરી-ધંધા ક્ષેત્રે સારું રહેશે. સપ્તાહ દરમિયાન આવક સારી રહેશે. મિત્રો અથવા મહત્ત્વની વ્યક્તિ મળી રહેશે. કુટુંબનો સહયોગ સારો મળી રહેશે. વ્યાપારમાં ચઢાવ-ઉતાર રહેશે. સંતાનોની ચિંતા રહેશે. સારું મકાન મેળવવાની ઈચ્છા પૂરી થશે. વિદ્યાર્થીઓએ મહેનત વધુ કરવી પડશે. વડીલોનું આરોગ્ય સાચવવું.
વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન ખોટા વાદ-વિવાદથી દૂર રહેજો. ખોટી ચિંતાઓ કરવાથી સ્વાસ્થ્ય પર અસર થાય. આર્થિક મામલે સારી સદ્ધરતા રહેશે. જોકે, મહેનત વધુ કરવી પડશે. નાણાંની લેવડદેવડ જોઈજાળવીને કરવી. નોકરિયાત વર્ગને સારો લાભ મળશે. ધંધાર્થી માટે આ સમય લાભકારક પુરવાર થશે. લગ્ન-વિવાહના પ્રશ્નોનો ઉકેલ આવશે. સંતાનોના કામ સફળ થાય.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપની રચનાત્મક પ્રવૃત્તિનો વિકાસ થશે. તમારું ધ્યેય સિદ્ધ કરવાની સાનુકૂળતા વધશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. નોકરીના ગ્રહયોગો બળવાન બનશે. મનની મૂંઝવણ દૂર થશે. કુટુંબનો સહયોગ મળી શકશે. પ્રવાસ-યાત્રાના યોગો બળવાન બનશે. જોકે ખર્ચનું પ્રમાણ વધશે. સંતાનોની હૂંફ મળી શકશે.
મકર (ખ,જ)ઃ આ સમય દરમિયાન માનસિક ચિંતા દૂર થશે. મનનો બોજ હળવો થશે. નવા કામકાજમાં પ્રગતિ જણાશે. આર્થિક દ્રષ્ટિએ સારું રહેશે. નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી સાથે મન-દુઃખ થવાના પ્રસંગો બળવાન બને. મિત્રોનો સહયોગ સારો મળી રહેશે. કુટુંબમાં સામાન્ય વિચાર મતભેદ રહેશે. શુભ પ્રસંગો માટે ખર્ચ થશે.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ આ સપ્તાહે અનુકૂળ અને ઈચ્છિત તકો મળતાં ખુશી વધશે. માનસિક ટેન્શન ઓછું થશે. નાણાંકીય અગવડ ઓછી થશે. વેપાર-ધંધાની ચિંતા હળવી થશે. મકાન-મિલકતના કામકાજોમાં સફળતા મળશે. વિદ્યાર્થીઓને સારું પરિણામ મળશે. વડીલોની ચિંતા રહેશે. આરોગ્ય બાબતે કાળજી રાખવી. જીવનસાથીનો સાથ-સહકાર મળી રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ મનોકામના પૂર્ણ કરવા માટે પુરુષાર્થ કરવો પડશે. નાણાંભીડમાંથી બહાર આવવાનો માર્ગ મળશે. મકાન-મિલકતના મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં કાળજી રાખશો તો નુકસાન ટાળી શકશો. મકાન બદલવાની ઈચ્છા પૂર્ણ થશે. મિત્રોની મદદ મળી રહેશે. ગૃહજીવનની વિસંવાદિતતા દૂર થશે. સંતાનોના પ્રશ્નોનો ઉકેલ આવશે. નોકરિયાત વર્ગને સારો લાભ મળી રહેશે. સરકારી કામકાજોમાં વિલંબ થાય. પ્રવાસના યોગો સામાન્ય રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter