તા. 2 માર્ચ 2024થી 8 માર્ચ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 01st March 2024 05:50 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સમયમાં તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિમાં ઉત્તરોતર વધારો જોવા મળે. તમારો આત્મવિશ્વાસ પણ વધશે. અંગત સમસ્યાનો હલ પણ મેળવશો. વ્યાપાર-નોકરીમાં પણ તમારી યોજનાઓને સફળ થતી જોઈ શકશો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી જણાતી નથી. નવા રોકાણો માટે નાણાકીય જોગવાઈ ઊભી કરવામાં સફળ થશો. નાની પ્રવાસની યોજનાથી મન પ્રફુલ્લિત થાય.
• વૃષભ (બ,વ,ઉ)ઃ કોઈ પાસેથી વધુ પડતી આશા રાખવા કરતાં પોતાની જાતે જ મહેનત અને વિશ્વાસ રાખી કામગીરી કરશો તો વધુ ઝડપે સફળતા મેળવશો. નાણાકીય સ્થિતિ હાલ પૂરતી ડામાડોળ જણાય, પરંતુ ખર્ચા પર નિયંત્રણ રાખી પરિસ્થિતિ પર કંટ્રોલ મેળવી શકશો. વ્યાપારમાં નવું કામ શરૂ કરવાની ઇચ્છાઓ હશે તો એને તરત અમલમાં મૂકી આગળની કામગીરી શરૂ કરી શકો છો. મકાન-મિલકતના પ્રશ્નોનો હલ મળશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન પરિસ્થિતિ થોડી જટીલ તેમજ મુશ્કેલ બનતી જોવા મળશે. જો થોડી ધીરજથી કામગીરી કરશો તો મુશ્કેલ સમયને પણ આસાન બનાવી શકશો. નોકરીમાં હમણાં જ જોડાયા હો તો થોડું સમાધાનકારી વલણ રાખીને કામગીરી કરશો. વ્યવસાયમાં નવી ભાગીદારી કરતાં પહેલાં દરેક પાસાં ચકાસીને આગળ વધજો. સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે. સંતાનો તરફથી ખુશીના સમાચાર પ્રાપ્ત થાય.
• કર્ક (ડ,હ)ઃ લાંબા સમયથી જેની પ્રતીક્ષા કરતાં હતા તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો હવે ઉત્તમ સમય આવી ગયો છે. તમારી મહેનત અને કુશળતા બતાવવાનો આ યોગ્ય સમય છે. આર્થિક રીતે રાહત રહેશે. દેવાનો બોજ હળવો કરી શકશો. વ્યવસાય-નોકરીના ક્ષેત્રે સફળતા પામવા માટે તમારી કાર્યપ્રણાલીમાં પરિવર્તન જરૂરી રહેશે. કામ સાથે ઘર-પરિવાર માટે પણ પૂરતો સમય ફાળવી શકશો.
• સિંહ (મ,ટ): સ્વાસ્થ્યને લઈને થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. જોકે કોઈ ગંભીર સમસ્યા જણાતી નથી. આ સપ્તાહે નાણાકીય લેવડદેવડમાં ખાસ ધ્યાન રાખશો. બને તો ઉધાર પૈસા લેવાનું ટાળજો. નોકરિયાત વ્યક્તિઓને કોઈ સારી જોબ ઓફર પ્રાપ્ત થાય. વ્યવસાયની રીતે આ સમય ઘણો સારો રહેશે. નવી ઓફરો તેમજ નાણાકીય સહાય પ્રાપ્ત કરી શકાય. પ્રવાસ-પર્યટનથી મનોસ્થિતિ થોડી હળવી બનાવી શકશો.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા વિરોધીની ગતિવિધિને નજર અંદાજ ન કરવાની અહીં સલાહ છે. ખાસ કરીને વ્યવસાયિક મામલાઓમાં ખૂબ કાળજી રાખીને કામગીરી કરવી જરૂરી. નોકરીમાં આ સપ્તાહ દરમિયાન કામગીરીનું ભારણ વધતું જોવા મળે. જોકે સામે તમારી કામગીરી બદલ પ્રશંસા પણ મેળવશો. નવા વાહનની ખરીદી શક્ય બને. નાના યાત્રાપ્રવાસની ઇચ્છા પૂર્ણ કરી શકશો.
• તુલા (ર,ત)ઃ જીવનમાં ઉત્સાહ અને આનંદનો ફરીથી અનુભવ કરી શકશો. કાર્યક્ષેત્ર તેમજ વ્યક્તિગત જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. વ્યવસાયિક કાર્યોમાં પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. આર્થિક સ્થિતિ સુધરતી જોઈ શકાય. અહીં મકાનના રિનોવેશન મામલે આયોજન આગળ વધશે. વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈને થોડું ભારણ રહેશે. કોર્ટકચેરીના કામમાં હજી નિર્ણય આવતાં વાર લાગશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન આપની વ્યક્તિગત અને વ્યવસાયિક જીવન વચ્ચે બેલેન્સ બનાવી રાખવા માટે ખૂબ મહેનત કરવી પડે. કોઈ પણ જાતની લાપરવાહી નુકશાનદાયક પુરવાર થઈ શકે. ધંધાકીય બાબતોમાં જે તે નિર્ણય તમે જાતે જ લો. આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશો. વ્યવસાયને લઈને પણ થોડી વધુ સજાગતા હવે તમારે રાખવી પડશે. વિઝાને લગતી સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ સરકારી કામકાજ સાથે જોડાયેલા અથવા તો રાજકારણમાં હોય એવા વ્યક્તિઓ માટે થોડો વિપરીત સમય પસાર થાય. થોડું ટેન્શન વધતું જોવા મળે, જેની સ્વાસ્થ્ય ઉપર અસર જોઈ શકાય. નાણાકીય બાબતોમાં આવકજાવકનું પ્રમાણ યથાવત્ રહેશે. મકાન-વાહનની ખરીદીની બાબતમાં હજી થોડો સમય રાહ જોવી પડશે. કોર્ટ-કચેરીની બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. જોકે નુકસાનીના પણ યોગ છે.
• મકર (ખ,જ)ઃ આ સમય થોડો કસોટી કરનારો જણાય. જે સમસ્યાઓનું સમાધાન શોધવા માંગો છો એ હજી વણઉકેલ રહેશે. જોકે, કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો જરૂર થોડીક રાહત અનુભવાશે. કાર્યક્ષેત્રે આપના પ્રયત્નો ચાલુ રાખશો. તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત કરવી પડશે. આર્થિક સ્થિતિમાં સુધારો થતો જોવા મળે. જીવનસાથી સાથે મતભેદ હશે તો દૂર થશે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ સપ્તાહ દરમિયાન ભવિષ્ય કેટલાક કાર્યો માટેની શરૂઆત શક્ય બની શકે છે. લાંબા સમયથી ફસાયેલાં તમારા નાણાં પરત મળતા આર્થિક ક્ષેત્રે થોડી રાહત વર્તાશે. વ્યવસાયિક રીતે નવી ભાગીદારીથી લાભ મેળવી શકશો. નોકરીમાં કામની થોડી વધુ જવાબદારી રહેશે. પરિવાર સાથે થોડો સમય પસાર કરી શકશો. મહત્ત્વના કામકાજો પૂર્ણ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમયગાળો જીવનમાં આગળ વધવાનો માર્ગ મોકળો કરશે. આવેલી તકને ઝડપી લેશો તો ફાવશો. સપ્તાહ દરમિયાન થોડી વધુ પારિવારિક જવાબદારી તમારા શિરે રહેશે. નાણાકીય રીતે થોડી ચિંતા રહેશે. ખર્ચા પૂરા કરવા માટે નાણાની જોગવાઈ કરવામાં ખૂબ મહેનત કરવી પડે. વ્યવસાય-ઉદ્યોગમાં કોઈ પણ જાતના આર્થિક કે કાયદાકીય નિર્ણય લેવામાં ઉતાવળ કરશો નહીં. વિદ્યાર્થીઓ માટે સફળ સમય પુરવાર થાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter