તા. 20 એપ્રિલ 2024થી 26 એપ્રિલ 2024 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 19th April 2024 07:46 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ સપ્તાહ દરમિયાન જીવનમાં ઘણા સકારાત્મક પરિવર્તન આવશે. કોઈ નવા પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હશો તો એને આગળ વધારી શકશો. કાર્યસ્થળ પર તમારી જવાબદારીમાં વધારો થવાની શકયતા છે. આર્થિક રીતે નવા સ્ત્રોત પ્રાપ્ત કરી શકાશે. વિદેશ અથવા ધાર્મિક યાત્રાના કારણે ખર્ચાઓમાં વધારો થઈ શકશે. વ્યવસાયિક સમસ્યાઓનો ઉકેલ લાવી શકાય. કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિમાં તમારો રસ વધે એવી સંભાવના છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ જીવનમાં નકારાત્મક દૃષ્ટિકોણ રાખતા હો તો હવે એને બદલવાની જરૂર રહેશે. તમારી નોર્મલ દિનચર્યામાં ફેરફાર જરૂરી બને. વાણી-વર્તન પર કંટ્રોલ રાખશો તો વિનાકારણ દલીલબાજી ટાળી શકશો. નોકરી-વ્યવસાયની દૃષ્ટિએ અપેક્ષિત લાભ મેળવવા માટે હજી થોડી રાહ જોવી પડશે. નોકરીમાં કામનો બોજ તણાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી શકે છે. આર્થિક રીતે એકાદ-બે અડચણને બાદ કરતાં સ્થિતિ સામાન્ય રહે.
• મિથુન (ક,છ,ઘ)ઃ ગ્રહયોગો અનુસાર આ સપ્તાહ દરમિયાન મિશ્રિત પરિણામ મેળવી શકાય. મહેનત અને પ્રયત્નોનું ફળ પ્રાપ્ત કરી શકશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવવા માટેના રસ્તાઓ મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ યોગ્ય વ્યક્તિ સાથે અવશ્ય સલાહસૂચન લેશો. નોકરીમાં મેનેજમેન્ટને લગતા કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિને માટે ઘણી સારી એવી તકો હાથ આવશે, જે આપના જીવનમાં સફળતા લાવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ નસીબના આધારે બેસી રહેવા કરતાં મહેનત અને પ્રયત્નો ચાલુ રાખશો તો અચૂક સફળ થશો. મનનો બોજો થોડો ઓછો થતો જોવા મળે. નાણાકીય પ્રશ્નો હજી થોડા ગૂંચવાયેલા રહેશે. વાહન-મિલકત સંબંધી કોઈ સમસ્યાને કારણે થોડી મુશ્કેલી વધી શકે છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિલંબ જોવા મળે. કારકિર્દીની પ્રગતિના સંદર્ભમાં હજી થોડું સાવધાની સાથે આગળ વધવું સલાહભર્યું છે. ઉદ્યોગ-ધંધામાં રોકાણો માટે સમય અનુકૂળ રહેશે.
• સિંહ (મ,ટ): ધાર્મિક પ્રવૃત્તિઓ તેમજ વ્યાયામ વગેરેથી ચિંતા અને દુઃખદર્દને વિસરી આનંદ-ઉત્સાહ-સ્ફૂર્તિથી તમારા કામમાં વ્યસ્ત રહેશો તો દરેક સમસ્યા આપોઆપ ઉકેલાતી જોવા મળે. નોકરી-ધંધા-વ્યવસાયમાં તેમજ પરિવારના કોઈ પ્રશ્નો માટે અંગત વ્યક્તિની સલાહસૂચનથી આગળ વધી શકો છો. ઇલેકટ્રીક, બિલ્ડીંગ વર્ક તેમજ સોના-ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને તેજીનો સમય જોવા મળશે. જીવનસાથીના આરોગ્ય બાબતે થોડી કાળજી રાખવી.
• કન્યા (પ,ઠ,ણ)ઃ સપ્તાહ દરમિયાન મહત્ત્વની યોજનાઓ અથવા આયોજનો હાથ પર લીધા હશે તો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. આપના માન-સન્માનમાં પણ વધારો થતો જોવા મળશે. નોકરીના ક્ષેત્રમાં સારી એવી પ્રોત્સાહિત કામગીરી થકી પ્રશંસા મેળવી શકશો. નાણાકીય પરિસ્થિતને વધુ મજબૂત બનાવવા માટેના તમારા પ્રયત્નો અહીં સફળ થતા જણાય. મકાન-સંપત્તિને લગતા કોર્ટકચેરીના કાર્યો હજી વિલંબિત થાય. અકસ્માતથી સાચવવું જરૂરી.
• તુલા (ર,ત)ઃ હાલની પરિસ્થિતિમાં આપને કોઈ અણધાર્યો ફાયદો થતો જોવા મળે. તકનો લાભ લઈ લેજો. મોટી લાલચમાં ન ફસાવ એનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી. વ્યવસાયિક કામગીરી માટે વધુ દોડધામ અથવા તો વિદેશ પ્રવાસ પણ જરૂરી બનશે. મિત્રો-સ્વજનો સાથની મુલાકાત આપના માટે લાભદાયી પુરવાર થાય. અવિવાહિત વ્યક્તિઓ માટે પાર્ટનરની શોધખોળ પૂરી થતી જણાય. માતાપિતાના સ્વાસ્થ્ય બાબતે થોડી વધુ કાળજી રાખવી પડે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય પ્રવૃત્તિશીલ અને સક્રિય કાર્યો કરવા માટે વ્યતિત કરી શકશો, જેનાં કારણે માનસિક વિકાસ પણ કરી શકશો. આર્થિક પરિસ્થિતિ હજી યથાવત્ રહેશે તેમ છતાં ખર્ચાઓને થોડાં કાબૂમાં રાખવાનો પ્રયત્ન કરશો તો થોડી રાહત પણ મેળવી શકશો. પરિસ્થિતિ મુજબ ડગલાં ભરવા અતિઆવશ્યક જણાય. નોકરી-વ્યવસાયના ક્ષેત્રમાં ધીમે ધીમે પરિસ્થિતમાં સુધારો થતો જણાય. નોકરી માટે સ્થળ પરિવર્તન ઇચ્છતા હો તો શક્ય બનશે.

• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ તમારી એનર્જીનો ઉપયોગ કોઈ સારા કાર્યો માટે કરશો જેનો પોઝિટિવ લાભ પણ પ્રાપ્ત કરી શકશો. તમારા ગુસ્સાને કાબૂમાં રાખવાથી અડધા કામ આપમેળે જ પૂરા કરી શકશો. સંતાનોને લગતી સમસ્યાઓનું સમાધાન મળવાથી ચિંતા દૂર થાય. આવકની દૃષ્ટિએ અહીં થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે. કાર્યક્ષેત્રમાં થોડી વ્યસ્તતામાં વધારો જોવા મળે. પરિવારની સુખશાંતિ બનાવી રાખવાના પ્રયત્નો તમારે જ કરવા પડે.
• મકર (ખ,જ)ઃ તમારા ગ્રહયોગોની દૃષ્ટિ દર્શાવે છે કે તમારા ભાગ્ય માટે ઉત્તમ પરિસ્થિતિ બનાવી શકશે. તમારા દરેક સપનાંઓ અને આશાઓને પરિપૂર્ણ કરવા માટે અહીં ભાગ્ય તમારો સાથ આપશે. આર્થિક સ્થિતિમાં બેલેન્સરૂપે વધુ સદ્ધરતા પ્રાપ્ત કરી શકશો. મીડિયા અને ટેકનોલોજી સાથેના કામકાજ સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ પ્રગતિકારક તકો હાથ લાગે. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રખાવે.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમયમાં થોડા ઉદ્વેગ અને ઉચાટનો અનુભવ કરશો. મનોસ્થિતિને કાબૂમાં રાખવા મેડિટેશન - ધ્યાન ઉપયોગમાં આવી શકે છે. તમારી પ્રતિભાને સમજી યોગ્ય દિશામાં કામ કરશો તો અચૂક સફળતા પ્રાપ્ત કરી શકશો. આર્થિક સ્થિતિ કાબૂમાં રાખવા માટે ખર્ચા પર નિયંત્રણ આવશ્યક બની રહેશે. કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર લાવશો તો એ આપના જ ફાયદામાં રહેશે. માંગલિક પ્રસંગોને કારણે થોડો આનંદ પ્રાપ્ત કરી શકશો. યાત્રા-પ્રવાસથી લાભ થાય.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ કોઈ પ્રભાવશાળી વ્યક્તિ થકી લાભ મેળવી શકશો. ધારેલા કાર્યોને પૂર્ણ કરવા માટે અથાગ મહેનત કરવી પડે. સફળતા અચૂક હાથ લાગે. શેર-સટ્ટાથી બચીને રહેવું જરૂરી, નહીં તો મોટા નુકસાનના ભોગ બનવું પડે. નોકરીમાં બદલીની શક્યતાઓ રહેશે. વ્યવસાયિક ગતિવિધિ હાલ થોડી ધીમી ગતિથી આગળ વધતી જોવા મળશે. કામકાજ સાથે પારિવારીક જવાબદારી પ્રત્યે પણ સજાગતા દાખવવી જરૂરી રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter