તા. 21 ઓક્ટોબર 2023થી 27 ઓક્ટોબર 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th October 2023 09:09 EDT
 
 

• મેષ (અ,લ,ઇ)ઃ તમારી માનસિક તંગદિલી કે અકળામણ અકારણ ચિંતાઓના કારણે વધતી જણાશે. બાહ્ય પરિસ્થિતિની અસર તમારા મન ઉપર નહીં લો તો આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકશો. નાણાકીય જવાબદારી વધતી જોવા મળશે. જાવકનું પ્રમાણ પણ વધતું જોઈ શકશો. ભવિષ્યની જરૂરતને પહોંચી વળવા માટે અત્યારથી જોગવાઈ કરવાનું શરૂ કરી દો. વ્યાપાર-ધંધામાં કોઈ ઉતાવળા નિર્ણય લેશો નહિ. વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી જરૂરી.

• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં ખાસ કરીને તમારા કાર્યક્ષેત્ર પર તમારી લાગણી અને ક્રોધ બંને ઉપર નિયંત્રણ જરૂરી છે નહીં તો વિનાકારણ ટેન્શન ઊભું કરશો. આર્થિક સ્થિતિ થોડી મજબૂત બનતી જોઈ શકશો. ખાસ કોઈ મુશ્કેલી જણાતી નથી. ધંધા-ઉદ્યોગમાં મોટા રોકાણો માટેની જોગવાઈ કરવામાં સફળતા મળશે. નોકરિયાત વર્ગને થોડા પડકારજનક સમયમાંથી પસાર થવું પડશે. જો મનોબળ નબળું પડશે તો કારકિર્દીમાં અવરોધ આવી શકે છે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન તમારા જીવનમાં ઘણાં ફેરફારો જોવા મળશે, જેનો સ્વીકાર કરીને પોઝિટીવ રહીને આગળ વધજો. ભૂતકાળની નકારાત્મક પરિસ્થિતિને લઈને તમારી આજને ખરાબ દેવા થશો નહિ. આર્થિક મામલે કોઈ ઉધારીના ચક્કરમાં નહીં પડવાની અહીં સલાહ રહેશે. વ્યવસાયિક રીતે થોડું વધારે મનન-ચિંતન કરવાની જરૂર છે. પતિ-પત્નીના સંબંધોમાં સહકારભર્યું વર્તન સંબંધમાં સુધારો લાવી શકે છે. આરોગ્ય સારું રહેશે.
• કર્ક (ડ,હ)ઃ તમારો આ સમય ઉત્સાહજનક પસાર થાય. નવી તકો તેમજ કાર્યસફળતાને કારણે થોડી હળવાશ પણ અનુભવશો. એકંદરે મન શાંતિ અનુભવે. આર્થિક પરિસ્થિતિમાં બદલાવ લાવવા માટેના માર્ગ પ્રાપ્ત થાય. ધંધા-વ્યવસાયમાં સમયનો સાથ મળતો જણાશે. નોકરીમાં તમારી મહેતન રંગ લાવશે. પ્રમોશનની ઉજળી શક્યતા છે. વિદ્યાર્થી વર્ગે કોઈ મહત્ત્વના નિર્ણય લેતાં પહેલાં યોગ્ય વ્યક્તિ સાથે સલાહસૂચન કરવા જરૂરી. મકાન લેતાં પહેલા યોગ્ય વ્યક્તિ સાથે સલાહમસલત જરૂરી રહેશે. મકાન-મિલકતના વ્યવસાયમાં સારા એવા લાભ મેળવશો. કોર્ટકચેરી કે વિઝાને લગતી સમસ્યામાંથી મુક્તિ મેળવશો.
• સિંહ (મ,ટ)ઃ આ સમય દરમિયાન અધિકારો પ્રત્યે અડગ થઈને લડાઈ લડવી પડશે. કાર્યક્ષેત્રે લાંબા સમયથી ચાલતી લડાઈનો અંત આવી શકે છે. મોટી સફળતા તમારા પક્ષમાં આવી શકશે. નોકરીની શોધખોળ કરનારા માટે પણ સમય સફળ પુરવાર થાય. આર્થિક સદ્ધરતામાં વધારો જોવા મળશે. લક્ઝુરિયસ મિલકત કે વાહનની ખરીદી શક્ય બને. વિદ્યાર્થીઓને પણ સારા પરિણામ પ્રાપ્ત થાય. આરોગ્યની દૃષ્ટિએ થોડી સાવચેતી રાખવી જરૂરી. માંગલિક પ્રસંગોનું આયોજન શક્ય બનશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારો આ સમય ધન-પ્રતિષ્ઠાને વિષયક અમુક સાધારણ લાભદાયક બનાવોને બાદ કરતા થોડો પ્રતિકૂળ અને બેચેનીવાળો પસાર થાય. ખર્ચાઓ ઉપર કાપ મૂકવો આવશ્યક બનશે, નહીં તો મોટી નુકસાની ભોગવવી પડે. ઉતાવળે નિર્ણય ન લેવાનું સલાહભર્યું રહેશે. પારિવારિક જવાબદારીનો ભાર વધતો જોવા મળે. વ્યવસાય ક્ષેત્રે પણ કામનું ભારણ આવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યમાં આપનો વિજય થાય. વિદ્યાર્થીઓ માટે પણ સમય સારા પરિણામ આપનારો રહેશે. પ્રવાસ-પર્યટન શક્ય બનશે.
• તુલા (ર,ત)ઃ આ સમયમાં આપની માનસિક શાંતિ તેમજ સ્વસ્થતામાં વધારો થાય. કોઈ અલૌકિક શક્તિઓનો અહેસાસ આનંદનો અનુભવ કરાવશે. કોઈ મોટી મુશ્કેલી કે આફત ઉદ્યોગ કે વ્યવસાય જગતમાં રહેશે નહીં. છતાં કામગીરી જોઈજાળવીને આગળ વધારવી. વડીલોની સલાહ મહત્ત્વની સાબિત થાય. વિદ્યાર્થીઓ મનની એકાગ્રતા વધારવા માટેના રસ્તાઓ અપનાવશે તો સફળતા હાંસલ કરી શકશે. આર્થિક રીતે મોટા લાભ પ્રાપ્ત થઈ શકે એવા યોગ છે. સંતાનના લગ્નની ચિંતાઓ દૂર થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ સપ્તાહ દરમિયાન સુખ-પ્રતિષ્ઠા, લાભ તેમજ સફળતા આપના કદમ ચૂમશે. એકંદરે સમાજમાં આપનું નામ રોશન થાય. નોકરિયાત વર્ગને લાંબા સમયની મહેનતનું પરિણામ પ્રાપ્ત કરી શકાય. ઉદ્યોગજગતમાં સારા એવા નવા રોકાણો થકી લાભ થાય. નોકરી-વ્યવસાયને કારણે પ્રવાસ - દોડધામ વધુ રહે. વિદ્યાર્થીઓને થોડી વધુ મહેનતનું સૂચન રહેશે. પારિવારિક સંબંધો મજબૂત થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ આ સમયમાં આપની કારકિર્દીને અનુલક્ષીને મહત્ત્વના ફેરફારો જોવા મળશે. આપના કાર્યક્ષેત્રે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો થકી જ્વલંત સફળતા પ્રાપ્ત કરશો. જેના થકી પ્રતિષ્ઠામાં વધારો થશે. નાણાકીય ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત કરી શકશો. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો અંત આવશે. ભવિષ્યની યોજનાઓને લઈને ઘણા એવાં મહત્ત્વના નિર્ણયો લેવા પડે. પ્રવાસ-પર્યટનથી લાભ થાય.

• મકર (ખ,જ)ઃ આપના ગ્રહયોગોના પ્રભાવને કારણે કાર્યમાં પ્રગતિ સાથે સફળતા પ્રાપ્ત કરશો. દરેક પડકાર ઝીલીને તેને પૂર્ણ કરવામાં સફળ થશો. નોકરી- વ્યવસાયના ક્ષેત્રમાં ભાગીદારી તેમજ સહકર્મચારીના સહયોગથી સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. નવા વ્યવસાયના પાયા નંખાય. આર્થિક સદ્ધરતા વધુ મજબૂત બનશે. વ્યવસાયના ક્ષેત્રોમાં વ્યસ્તતા વધે અને સખત મહેનતની જરૂર પડશે. નવવિવાહિત દંપતિના ઘરે પારણું બંધાય.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આ સમય થોડો મધ્યમ પરિસ્થિતિવાળો રહેશે. મનમાં ઉચાટનો અનુભવ તથા બેચેની રહે. શારીરિક સ્વસ્થતામાં થોડી વધુ કાળજી આવશ્યક બને. આર્થિક ક્ષેત્રોમાં પરિસ્થિતિ યથાવત્ રહે. નહીં નફો નહીં નુકસાનનો અનુભવ કરશો. નોકરીના ક્ષેત્રમાં ઉપલા અધિકારી સાથે મતભેદમાં ન ઉતરવું સલાહભર્યું રહેશે. કૌટુંબિક મિલકત સંબંધી સમસ્યાઓનો અંત આવશે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ આપનો આ સમય સુખમય વ્યતીત થાય. આકસ્મિક ધનલાભ આપના આનંદમાં વધુ ઉમેરો કરે. કોઈક જૂના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. સમાજમાં પ્રશંસાને પાત્ર બનશો. વ્યવસાયિક કામગીરી સફળતાપૂર્વક પાર કરી શકશો. નોકરીના ક્ષેત્રમાં આપનો અનુભવ અને આત્મવિશ્વાસ કાર્ય સફળતાનું કારણ બનશે. શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter