તા. 21 નવેમ્બર 2026થી 27 નવેમ્બર 2026 સુધી

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th November 2026 09:32 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આ સપ્તાહ મેષ રાશિના જાતકો માટે ઉત્સાહ અને નવી તકો લાવશે. આવકમાં સુધારો થવા શક્યતા છે, પરંતુ બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું. નોકરીમાં મહેનત અને કાર્યક્ષમતાની પ્રશંસા થશે તથા નવી જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા સંપર્કો દ્વારા લાભ થવાની શક્યતા છે, પરંતુ ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય ન લેવો. અભ્યાસમાં વિદ્યાર્થીઓને એકાગ્રતા જાળવવાથી સારાં પરિણામો મળી શકે છે.

• વૃષભ (બ,વ,ઉ)ઃ વૃષભ રાશિના જાતકો માટે આ સપ્તાહ સ્થિરતા અને પ્રગતિનું રહેશે. આર્થિક રીતે જૂના રોકાણમાંથી લાભ મળે. અટવાયેલા નાણાં પરત મળવા શક્યતા છે. નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે અને કામમાં સફળતા પ્રાપ્ત થશે. વેપારમાં નવા ઓર્ડર અને ગ્રાહકો મળવાથી વ્યવસાયમાં વધારો થઈ શકે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓ માટે સપ્તાહ અનુકૂળ રહેશે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે.

• મિથુન (ક,છ,ઘ)ઃ આ સપ્તાહ મિથુન રાશિના જાતકો માટે નવી યોજનાઓ અને મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે, પરંતુ ઉધાર આપતી વખતે સાવચેતી રાખવી. નોકરીમાં કામનું ભારણ વધી શકે છે, છતાં તમારી આવડતથી મુશ્કેલીઓ દૂર કરી શકશો. વેપારમાં ભાગીદારી અને નવા વ્યવસાયિક સોદામાં સારો લાભ મળી શકે છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓએ સમયનું યોગ્ય આયોજન કરવું, જેથી પરીક્ષામાં ઇચ્છિત સફળતા મેળવી શકાય.

• કર્ક (ડ,હ)ઃ કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ ધીરજ અને સમજદારીથી આગળ વધવાનો રહેશે. આવક સામાન્ય રહેશે, જ્યારે ઘર અથવા પરિવાર પાછળ ખર્ચ થવા શક્યતા છે. નોકરીમાં અધિકારીઓ સાથે સારા સંબંધો જાળવવા અને બિનજરૂરી ખર્ચાથી દૂર રહેવું. વેપારમાં જૂના ગ્રાહકો દ્વારા લાભ મળી શકે છે, પરંતુ નવા રોકાણમાં વિચારપૂર્વક નિર્ણય લેવો. અભ્યાસમાં સફળતા મેળવવા વિદ્યાર્થીઓએ મનને શાંત રાખીને નિયમિત અભ્યાસ કરવો રહ્યો.

• સિંહ (મ,ટ): સિંહ રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડી સાવચેતી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવાનું રહેશે. આવક સારી રહેશે, પરંતુ વૈભવી વસ્તુઓ પાછળ ખર્ચ વધી શકે છે. નોકરીમાં નવી જવાબદારી મળે. તમારી નેતૃત્વ ક્ષમતાની કદર થશે. વેપાર-ધંધામાં સ્પર્ધા વધી શકે છે, તેથી ગ્રાહકો સાથે સારા સંબંધો જાળવવા. અભ્યાસમાં વિદ્યાર્થીઓ આળસ છોડીને નિયમિત અભ્યાસ કરશે તો સારા પરિણામ મળવાની શક્યતા છે.

• કન્યા (પ,ઠ,ણ)ઃ કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ પ્રગતિ અને નવી તકો લાવશે. આર્થિક રીતે આવકમાં વધારો થવાની અને જૂના નાણાકીય પ્રશ્નો ઉકેલાવા શક્યતા છે. નોકરીમાં પ્રમોશન કે નવી નોકરી માટે સારા સમાચાર મળી શકે છે. વેપારમાં નવા પ્રોજેક્ટ શરૂ થશે. વેપારી સંપર્કોથી લાભ થવાની શક્યતા છે. અભ્યાસમાં વિદ્યાર્થીઓ માટે સપ્તાહ અનુકૂળ રહેશે. મહેનતનું સારું પરિણામ મળી શકે છે. આત્મવિશ્વાસ સાથે આગળ વધવું.

• તુલા (ર,ત)ઃ તુલા રાશિના જાતકો માટે આ સપ્તાહ સકારાત્મક અને લાભદાયક રહી શકે છે. આર્થિક રીતે આવકના નવા માર્ગ ખુલશે અને બચતમાં વધારો કરવાની તક મળશે. નોકરીમાં અધિકારીઓ તરફથી સહયોગ મળશે. અટકેલાં કામ પૂર્ણ થઈ શકે છે. વેપારમાં નવા સોદા અને ભાગીદારીથી સારો લાભ મળવાની શક્યતા છે, પરંતુ દસ્તાવેજો ધ્યાનથી તપાસવા. અભ્યાસમાં વિદ્યાર્થીઓને એકાગ્રતા વધારવામાં સફળતા મળશે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારા સમાચાર મળી શકે છે.

• વૃશ્ચિક (ન,ય)ઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સપ્તાહ મિશ્ર પરિણામો આપનારું છે. આર્થિક લેવડદેવડમાં સાવચેતી રાખવી અને બિનજરૂરી રોકાણ ટાળવું. નોકરીમાં કામનું દબાણ વધી શકે છે, પરંતુ ધીરજ અને મહેનતથી સફળતા મળશે. વેપારમાં નવા વ્યવસાયિક નિર્ણયો લેતાં પહેલાં યોગ્ય સલાહ લેવી અને જૂના ગ્રાહકો સાથે સંપર્ક જાળવવો. અભ્યાસમાં વિદ્યાર્થીઓએ મનને શાંત રાખીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ઉતાવળ કરતાં સમજદારી વધુ લાભ આપશે.

• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી આશાઓ અને પ્રગતિ લઈને આવશે. આવકમાં સુધારો થાય. લાંબા સમયથી અટકેલા નાણાં મળવાની આશા છે. નોકરીમાં નવી તક અથવા જવાબદારી મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક રહેશે. વેપારમાં નવા ગ્રાહકો અને બહારગામના વેપારથી લાભ થવાની શક્યતા છે. અભ્યાસમાં ઉચ્ચ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે. સકારાત્મક વિચારધારા જાળવવી.

• મકર (ખ,જ)ઃ મકર રાશિના જાતકો માટે આ સપ્તાહ મહેનતનું સારું ફળ આપનારું બનશે. આવક અને બચત બંનેમાં સુધારો થશે, પરંતુ મોટા ખર્ચનું આયોજન જરૂરી છે. નોકરીમાં તમારી કાર્યશૈલીથી વરિષ્ઠ અધિકારીઓ પ્રભાવિત થશે અને નવી તક મળી શકે છે. વેપારમાં ધંધામાં ધીમે ધીમે વૃદ્ધિ થશે અને જૂના રોકાણમાંથી લાભ મળે. અભ્યાસમાં વિદ્યાર્થીઓને શિક્ષકોનું માર્ગદર્શન મળશે અને પરીક્ષાની તૈયારીમાં પ્રગતિ થશે. ધીરજ રાખવી લાભદાયક રહેશે.

• કુંભ (ગ,શ,સ,ષ)ઃ કુંભ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી યોજનાઓ અને પરિવર્તનનું રહેશે. આર્થિક રીતે આવક સામાન્ય રહેશે, પરંતુ અચાનક ખર્ચ ઊભા થશે તેથી બજેટનું આયોજન કરવું. નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે અને સહકર્મીઓ સાથે મળીને કામ કરવાથી સફળતા મળશે. વેપારમાં નવા વિચારોને અમલમાં મૂકવાની તક મળશે, પરંતુ કોઈપણ મોટું રોકાણ સમજી વિચારીને કરવું. અભ્યાસમાં વિદ્યાર્થીઓ માટે સમય સારો રહેશે, ખાસ કરીને ટેકનિકલ અને સ્પર્ધાત્મક ક્ષેત્રના વિદ્યાર્થીઓને લાભ મળી શકે છે.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ મીન રાશિના જાતકો માટે આ સપ્તાહ થોડી ધીરજ અને આયોજન કરવાનું છે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. નોકરીમાં વધુ જવાબદારી આવે, પરંતુ તમારી આવડતથી પરિસ્થિતિ સંભાળી શકશો. વેપારમાં ભાગીદારીના વ્યવસાયમાં સ્પષ્ટતા રાખવી. નવા સોદા કરતી વખતે પૂરતી તપાસ કરવી. અભ્યાસમાં વિદ્યાર્થીઓએ એકાગ્રતા વધારવા માટે નિયમિત સમયપત્રક બનાવવું. સપ્તાહના અંતમાં કોઈ સારા સમાચાર મળી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter